Posts

Showing posts from November, 2021

આજનો બોધપાઠ..

 *કાર્ય શૈલી* એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, જન્મદિવસ પર પિતાજીએ મને ગિફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે. *આ સાંભળી પ્રોફેસરે બધાને એમની આંખો પર પટ્ટી બાંધીને એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું. પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું.* થોડી જ વારમાં એક છોકરાના ખિસ્સામાંથી ઘડિયાળ મળી ગઈ. પ્રોફેસરે ચુપચાપ તે ઘડિયાળ લઈને તેના માલિકને આપી દીધી.  *પ્રોફેસરે કોઈને કંઈ ન કહ્યું. બધાની આંખો પર પટ્ટી હોવાને કારણે કોઈને કંઈ ખબર ન પડી કે ઘડિયાળ કોણે ચોરી હતી.* પછીના બે - ત્રણ દિવસ સુધી ઘડિયાળ ચોરનાર છોકરો ગભરાતો રહ્યો કે તેની ચોરીની જાણ બધાને થઈ જશે, તેની આબરૂ જશે, અભ્યાસ છોડવો પડશે એવા વિચારો તેને આવવા લાગ્યા. પણ કોઈને ખબર ન પડી. થોડા મહિનાઓમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને કોલેજમાંથી ચાલ્યા ગયા.  બહુ વર્ષો પછી કોલેજમાં જૂના વિદ્યાર્થીઓનો રીયૂનિયન કાર્યક્રમ હતો. એ વિદ્યાર્થી કે જેણે ચોરી કરી હતી, તે હવે એક મોટો ઉદ્યોગપતિ બની ગયો હતો. તે પોતોના પ્રોફેસર પાસે ગયો. તેણે પ્રોફેસરને કહ્યું, *મારા જીવન પર તમારું ઋણ છે. આજે હું જીવું છું તો તે