Posts

Showing posts from June, 2022

માર્ચ/એપ્રિલ 2022 પરિણામો

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ  પ્રથમ ત્રણ નંબરો... 1.દવે સુનિલકુમાર ગોપાલભાઈ  2.પરમાર મનીષાબેન ભલાભાઈ  3.રાજપૂત મહાવીરસિંહ ભવાનીસિંહ ધોરણ 12 સામાન્ય પ્રવાહ પ્રથમ ત્રણ નંબરો... તળપદા આઝાદ બી. પરમાર વિશાલ કે. સોલંકી મયૂર એમ. ધોરણ 10 પ્રથમ ત્રણ નંબરો 1. ભોઈ નિલય 2. રાઠોડ હર્વિષ ઉદેસિંહ 3. રાણા કૃષિક

વિશ્વ યોગ દિવસની ઉજવણી 2022

Image
     આજ રોજ તારીખ 21.6.22 ના રોજ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓનો વિશ્વ યોગ દિન બોયઝ હાઈસ્કૂલના પટાંગણમાં સંયુક્ત રીતે યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉમરેઠના સિવિલ જજશ્રી જાની સાહેબ, રજીસ્ટ્રારશ્રી તથા કોર્ટ ના સ્ટાફમાંથી તથા ઉપસ્થિત રહ્યાં હતાં.      કાર્યક્રમની શરૂઆતમાં ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનની વિધાર્થીનિઓએ પ્રાર્થના રજૂ કરી હતી. બાદમાં ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના આચાર્યા શ્રીમતી ગીતાબેને મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યુ હતું. બાદમાં મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા શ્રી જયંતીભાઈ, શ્રીમતી ગીતાબેન, શ્રી ઘનશ્યામભાઈ, શ્રી હિરેનભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનશ્રી જાની સાહેબનું તમામ સંસ્થાઓ વતી બોયઝ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જયંતીભાઈ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.      બાદમાં બન્ને હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષકો શ્રી મુકેશભાઈ પટેલ તથા શ્રી દક્ષેશભાઈ પટેલ દ્વારા યોગનું મહત્વ સમજાવીને ઊભા, બેઠાં અને સૂતાં કરવાના યોગોનું નિદર્શન કરીને બધાંને યોગ કરાવવામાં આવ્યાં હતા. ટ્રસ્ટના માનાર્હ મંત્રીશ્ર રશ્મિભાઈ શાહે