Posts

Showing posts from March, 2021

કક્કા પરથી શીખ...

જીવનનો કક્કો ક...દી રિસાવું નહિ. ખ... રાબ લગાડવું નહિ. ગ.. રમ મિજાજ રાખવો નહિ. ઘ..રને મંદિર બનાવી રાખવું. ચ..તુરાઈ બધે ના દાખવવી. છ..લ ક્યારેય ન કરવું. જ..નમ સફળ કરવો. ઝં..ખના સારી વસ્તુની રાખવી. ટ.. કાટક રહેવું. ઠ..પકો મોટાનો સાંભળી લેવો. ડ..ર ભગવાનનો રાખવો. ઢ..ગલા બંધ કામમાં કંટાળો ના કરવો. ત.. રફદારી સાચાની કરવી. થ.. કાવટ મહસુસ ના કરો. દ..રદને નજર અંદાજ કરો. ધ..રમ માં રુચિ કેળવો. ન..ફ્ટાઈ ક્યારેય ન કરવી. પ.. ક્ષપાત ના કરવો. ફ.. સાવવું નહિ કોઈને. બ.. મણું આપતા શીખો. ભ.. ગવાનનો પાડ માનવો. મ..રજી મુજબ ના વર્તવું. ય..શ માટે ના જીવવું. ર..સ્તા ખોટાં ના અપનાવવા. લ..ક્ષ્ય પાક્કું રાખવું. વ..ગર પૂછે જવાબ ન આપવો. શ..રમનું ઘરેણું પહેરી રાખવું. સ..રસ વાણી બોલવી. ષ.. ડયંત્ર ના રચવું. હ..સતું મુખ રાખવું. ળ..ફળની અપેક્ષા ન રાખવી.  ક્ષ..મા વીરનું  ભૂષણ છે. જ્ઞ.. જ્ઞાન  વહેંચવાથી વધે.

કેરીયર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા અંગે...

Image
વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપના કેરિયરને લગતી ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે નીચેની લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરશો. www.gujaratcareerportal.com આઈ ડી - તમારો યુડાયસ કોડ Password 123456 9 to 12 ના તમામ વિદ્યાર્થીઓએ આ કરવું ફરજીયાત છે. દિન ૨ માં આ મુજબ ની કામગીરી પૂર્ણ કરશો. નીચેનો જી.આર. ખાસ વાંચજો.  25.5.21 સત્ર - ઓનલાઇન  કારકિર્દી પરીક્ષણ/ કૅરિયર ટેસ્ટ  દ્વારા કારકિર્દીની પસંદગી તારીખ - મંગળવારે, 25મી  મે  સમય - બપોરે 12 થી 1 સ્થળ- યૂટ્યૂબ લિન્ક - http://bit.ly/youtubegujcareer1 Link is active now... [02/09, 12:33] BRC Dharmendrabhai:  https://gujaratcareerportal.com/ [02/09, 12:34] BRC Dharmendrabhai: Aa link ma balak no code no nakhi direct login thai shakashe.. [02/09, 12:43] U BRC Jaimin Bhatt: Password 123456

પ્રથમ પરીક્ષા ચાલુ હોવા અંગે

Image
 1. રાજ્ય સરકારની પ્રેસનોટ... 2. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પરિપત્ર   સૌ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ મિત્રોને જણાવવાનું કે હાલમાં રાજ્યમાં વધી રહેલાં કોરોના સંક્રમણ સંદર્ભે રાજય સરકાર તથા શિક્ષણ વિભાગના ઉપરોક્ત પત્રો અનુસાર આપણી શાળામાં  આવતીકાલથી લેવાનાર પ્રથમ પરીક્ષા આપણા ટાઈમ ટેબલ પ્રમાણે ચાલુ જ છે.  જે સમાચાર ટી.વી. પર આવે છે તે આપણા માટે નથી અને આપણને લાગું પડતાં નથી. માટે દરેકે  આવતીકાલે સમયસર શાળામાં આવી જવું. લિ. આચાર્યશ્રી,  ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ 

વિજ્ઞાન મેળામાં ભાગ લીધો...

 જીલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત  TOY AND TECHNOLOGY THEME અંતર્ગત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન  નો અહેવાલ  તારીખ ૧૬/૦૩/૨૦૨૧  આજરોજ એસ વી એસ ઉમરેઠ થામણા દ્વારા જીલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત TOY AND TECHNOLOGY THEME અંતર્ગત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન નું  આયોજન વર્ચ્યુઅલ મોડ થી કરવામાં આવ્યું જેમાં વિભાગ 1 માં ૩ વિભાગ ૨ માં ૮ ,વિભાગ ૩ માં ૪ વિભાગ ૫ માં ૧૦ એમ કુલ ૨૫ કૃતિ ઓ રજુ કરવામાં આવી  સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કે સી પટેલ હાઇસ્કૂલ,થામણા મુકામે થી કુ પ્રીયંકાબેન એન પટેલ દ્વારા  જીલ્લા શિક્ષણ તાલીમ ભવન DIET નાં લાયઝન અધિકારી શ્રી દીપકભાઈ ઠાકર અને એસવી એસ કન્વીનર શ્રી ગૌરાંગભાઈ જે પટેલ નાં માર્ગ દર્શન હેઠળ કરવામાં આવ્યું અને આ પ્રદર્શન માં  નિર્ણાયક તરીકે શ્રીમતી નેહાબેન પટેલ ,મિત્તલભાઈ ડારાનિયા તથા નિમીષાબેનપટેલ દ્વારા કાર્ય કરવામાં આવ્યું  આ પ્રદર્શન માં દર્શાવેલ કૃતિઓ દ્વરા વિદ્યાર્થી ઓ એ પોતાને જીજ્ઞાસા વૃત્તિ ઉત્સાહભેર દર્શાવી હતી સમગ્ર કાર્યક્રમ એક આગવો અનુભવ પ્રદાન કરનાર હતો  સમગ્ર કાર્યક્રમ માં એસ વી સ માં સમાવિષ્ટ તમામ શાળાઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વર્ચ્યુઅલ મોડ થી જ

તમામ જીલ્લા અને તાલુકાના નકશાઓ

Image
 * https://drive.google.com/file/d/1xfbSeONePMoOH8gNCcqHs1ROiGdFscJe/view?usp=drivesdk *તમામ જીલ્લા અને તાલુકાના નકશાઓ* *ગજરાતના તમામ 33 જીલ્લા અને 250 તાલુકાઓના નકશા ડિજિટલ આપેલા છે* *તમારા તાલુકા અને જીલ્લાનો નકશો ટચ કરતા ડાઉનલોડ કરી શકસો.* *મેસેજ સારો લાગે તો મિત્રો ને અચૂક સેન્ડ કરજો.

વિદાય સમારંભ

 શ્રી સી.ડી.લાખાણી 

ઈનામ વિતરણ સમારંભ

Image
  " ઈનામ વિતરણ કાર્યક્રમ - ૨૦૨૧   "           ઉમરેઠના 125 કરતાં વધારે જૂના અને જાણીતાં એજ્યુકેશન ટ્રસ્ટ , ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યૂશનની વર્ષો જૂની પરંપરા અને પ્રણાલિકા મુજબ , ટ્રસ્ટ સંચાલિત 5 અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓના વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ ના બાલમંદિરથી માંડીને ધોરણ 12 સાયન્સ પ્રવાહના તેજસ્વી   તારલાઓ અને બૉયઝ તેમજ ગર્લ્સ હાઈસ્કૂલના વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ માં માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 10 તેમજ ધોરણ 12 ની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન લાવનાર   વિધાર્થીઓને ઈનામો , પ્રમાણપત્રો અને વિવિધ મેડલથી નવાજવાનો " ઈનામ વિતરણ કાર્યક્રમ " તારીખ ૦૬.૦૩.૨૦૨૧ ના રોજ બોયઝ્ વિભાગમાં ઊભા કરવામાં આવેલાં સમિયાણાંમાં યોજાઈ ગયો.             જેમાં મંચ પર બિરાજમાન મહાનુભાવોમાં સમારંભના પ્રમુખ તરીકે ઉમરેઠના જાણીતાં ગેસ લીડર શ્રી મુકેશભાઈ દોશી , સંસ્થાના ચેરમેનશ્રી દીપકભાઈ દવે, સંસ્થાના માનાર્હ મંત્રીશ્રી રશ્મિકાન્ત શાહ , સહ મંત્રીશ્રી રાજકુમાર વકીલ , શ્રીમતી વર્ષાબેન તેમજ બોયઝ્ વિભાગના પ્રિન્સિપાલ શ્રી જયંતીભાઈ આઈ.પરમાર, ગર્લ્સ વિભાગના પ્રિન્સ