Posts

Showing posts from August, 2022

B.Ed તાલીમાર્થીઓએ કરેલ પ્રવૃતિઓ...

 તારીખ 24.8.22 થી તારીખ 30.8.22

કલા મહાકુંભ

Image
 

મોટિવેશન સ્પીચ બાય શ્રી દીપકભાઈ સેવક

Image
     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત (બોયઝ હાઈસ્કૂલ) અને ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનમાં મોટીવેશ્નલ લેક્ચર સિરીઝ અંતર્ગત આજરોજ શાળાના પટાંગણમાં અરિહંત ફાઉન્ડેશન, અંકલેશ્વરના ખ્યાતનામ સ્પીકર શ્રી દીપકભાઈ સેવકનો એક કલાકનો પ્રવચનનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેનો વિષય હતો આજના યુગમાં મોબાઈલથી સાવધ કેવી રીતે રહી શકાય અને મોબાઈલનો સંયમિત ઉપયોગ કેવી રીતે કરી શકાય.      શ્રી દીપકભાઈ સેવક એક આંતરરાષ્ટ્રીય મોટિવેશ્નલ સ્પીકર છે. અને 14 જેટલાં દેશોમાં 4000 જેટલાં વક્તવ્ય આપી ચૂક્યા છે.એમના આજના દિનની મહાનતા અને વિશેષતા એ હતી કે એ સમયસર આવી પહોંચ્યા હતાં. અને આચાર્યની ઓફિસમાં આવીને કોઈ પણ પ્રકારની આગતા સ્વાગતાની અપેક્ષાઓ વગર બદલે સમયની બચત કરવાના આશયથી સીધાં જ મંચ પર પહોંચી ગયાં હતાં. એમનું શાબ્દિક સ્વાગત શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી વસંતભાઈ બી.ભરવાડે અને પુષ્પ ગુચ્છથી સ્વાગત આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે કર્યું હતું.      બાદમાં એમણે એમની વિદ્વતાભરેલી અને રમુજી તથા સહજ અને નિખાલસ શૈલીમાં લગભગ એક કલાક સુધી 500 જેટલાં વિધાર્થીઓ અને પચાસેક શિક્ષકોને પ્રવચનમાં જકડી રાખ્યાં હતાં. એમણે પોતા

76 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી...

Image
          ઉમરેઠની જૂની અને જાણિતી શૈક્ષણિક સંસ્થા ધી જ્યુબિલી ઇન્સ્ટીટયુશનના પટાંગણમાં તારીખ ૧૫.૮.૨૦૨૨ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે દેશનો 76 મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન ટ્રસ્ટની બાલ મંદિરથી માંડીને બાર સાયન્સ સુધીની તમામ શાળાઓના તમામ શિક્ષકો તેમજ તમામ સ્ટાફ અને કર્મચારીઓ શાળાના વિશાળ મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ્ હાઈસ્કૂલ) ના માધ્યમિક વિભાગમાંથી નિવૃત્ત થતાં શિક્ષક અને શાળામાં સુપરવાઈઝર કક્ષાની ભૂમિકા ભજવનાર શ્રી બળવંતસિંહ આર.બામણિયા, અતિથિ વિશેષ તરીકે ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવે તથા ટ્રસ્ટી શ્રી આશિષભાઈ કાંટાવાલા ઉપસ્થિત રહ્યાં હતાં. ધી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવેએ સમારંભના અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. નિશ્ચિત કરેલાં સમય અને કાર્ય સુચિ પ્રમાણે ધ્વજ ફરકાવીને રાષ્ટ્રઘ્વજને આન બાન અને શાનથી સલામી આપવામાં આવી હતી.           ગર્લ્સ ઈન્સ્ટ