Posts

Showing posts from July, 2023

પ્રેરણાત્મક વારતા

Image
  *રાજસ્થાનના જોધપુરની આશા કંડારાને આજથી 8 વર્ષ પહેલાં પતિએ તરછોડી દીધી. માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલી આશા પર બે સંતાનોની જવાબદારી પણ હતી. પતિએ જ્યારે એને તરછોડી ત્યારે આશાની ઉમર 32 વર્ષની હતી. બીજા લગ્ન કરવાના બદલે પોતે જ હવે બાળકોના માતા-પિતા તરીકેની બેવડી ભૂમિકા નિભાવશે અને બાળકોનો ઉછેર કરશે એવું એણે નક્કી કર્યું.*        *નાના-નાના કામ કરીને ઘરનું ગુજરાન ચલાવી શકાય પરંતુ જો બાળકોને સારો અભ્યાસ કરાવવો હોય તો મોટું કામ કરવું પડે અને મોટું કામ કરવા માટે ભણવું પડે. 32 વર્ષની આશાએ પરિવારની જવાબદારીઓ નિભાવવાની સાથે કોલેજનો અભ્યાસ શરુ કર્યો. સમાજના અને આસપાસના લોકો આશાને તાના મારતા અને કહેતા 'આ તે કાંઈ ભણવાની ઉમર છે ? એના મા-બાપ પણ બુદ્ધિ વગરના છે તે છોકરીને બીજાના ઘરના બેસાડવાના બદલે આ ઉંમરે ભણવાની છૂટ આપી છે જાણે કે ભણી-ગણીને મોટી કલેક્ટર થવાની હો !'*           *આશા ને લોકોની આ વાત ચોંટી ગઈ પણ નકારાત્મક રીતે નહીં, હકારાત્મક રીતે. આશાએ સંકલ્પ કર્યો કે હવે એ અધિકારી બનવા તનતોડ મહેનત કરશે. ત્યકતા મહિલા તરીકે ઉંમરનો જે લાભ મળે તે લાભ લઈને સરકારી અધિકારી બનવા પરીક્ષા આપશે. આશા કહ

નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂરાં થતાં આયોજિત કાર્યક્રમમાં હાજરી

Image
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ) ખાતે આજરોજ તા 29.7.23 ના રોજ કમિશનર ઓફ સ્કૂલસ્ ની સૂચનાઓ અને આદેશ અન્વયે નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂરાં થતાં નવી દિલ્હી ખાતે આયોજિત અખિલ ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને વિધાર્થીઓએ મહોરમની રજા હોવાં છતાં હાજરી આપી. અને સમગ્ર કાર્યક્રમને ઉત્સુકતાથી નિહાળ્યો હતો.

આરોગ્યલક્ષી શિક્ષણ...

Image
     આજરોજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ઉમરેઠ અને શાળાના એન.એસ.એસ વિભાગ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે આરોગ્ય અને સ્વાસ્થ્ય અંગેની પ્રાથમિક જાણકારી આપતું પ્રવચન શાળાની પ્રાર્થના સભા દરમિયાન યોજવામાં આવ્યું હતું. સી એચ સી ઉમરેઠના કાઉન્સિલીર શ્રીમતી રીનલબેન વાઘેલાએ એમની હળવી અને રમૂજભરી શૈલીમાં વિદ્યાથીઓને પોતાનું આરોગ્ય પોતાના હાથમાં છે એમ જણાવી સ્વાસ્થ્યપ્રદ ખોરાક, વ્યસનોને તિલાંજલિ, સારી ટેવો વગેરે પર માર્મિક ટકોર સાથે શિખામણ આપી હતી. શાળાના આચાર્યશ્રીએ એમનું શાબ્દિક અને એન.એસ.એસ.ના વિમેન કન્વીનર શ્રીમતી જયાબેન એમનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. પ્રોગ્રામ ઓફિસર શ્રી નયનભાઈએ આભારવિધિ કરી હતી.

શાળાની સમૂહ કવાયત...

Image
    ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠમાં પ્રણાલિકા મુજબ દર શનિવારે પ્રથમ પિરીયડમાં સમૂહ કવાયત અને યોગ શિક્ષણનું આયોજન થાય છે. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી એમ.યુ.પટેલ તથા અન્ય શિક્ષકો ભેગાં મળીને વિધાર્થીઓને આ પ્રવૃત્તિઓ કરાવે છે.