Posts

Showing posts from November, 2022

વાલી સંમેલન

મતદાન જાગૃતિ 2022

Image
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે જાહેર થતાં સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ઊભો થયો છે. લોકોમાં મતદાન અંગે જાગૃતિ વધે અને લોકો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય એ હેતુથી રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો દ્વારા શાળાના વિધાર્થીઓ થકી મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવાની સૂચનાઓ અને આદેશ મળતાં રહે છે.  એનાં અનુસંધાને અમારી શાળા, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ ખાતે વિવિધ કાર્યક્રમો જેવાં કે મતદાન જાગૃતિ અંગે પ્રાર્થના સભામાં પ્રવચન, વર્ગ શિક્ષણ દરમિયાન માર્ગદર્શન, ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓ અને રેલી વગેરે ક્રમશઃ અને અનુકૂળતા મુજબ યોજાઈ ગયા. તારીખ 19.11.22 ના રોજ ધોરણ 11 અને ધોરણ 12 ના વિધાર્થીઓ માટે શાળાના એન.એસ.એસ વિભાગ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ઘરના સભ્યોને અચૂક મતદાન કરાવશે એ મુજબના શપથ લીધાં હતાં. રેલીનું આયોજન એન.એસ.એસ વિભાગના કન્વીનર શ્રી એન.એચ.જાદવે કર્યું હતું. તમામ સ્ટાફ મિત્રોના સાથ સહકારથી આ રેલી સંપન્ન થઈ હતી. આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે સૌને ચૂંટણી અને મતદાનની શુભેચ્છાઓ પાઠવી આભાર માન્યો હતો.

Saksham

 19.11.22