Posts

Showing posts from June, 2020

જોડણીના સામાન્ય નિયમો (ભાગ -૨)...

          સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર.          આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે.        ૧) ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી. દા.ત. ત્રિફળા, ત્રિશૂળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે...        ૨) ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી. દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે...        ૩) બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ 'ઇ'– િ ની માત્ર કરવી. દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે...       ૪) ‘ઇત' પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી દા.ત. પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે....        પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ'

લૉક ડાઉન દરમ્યાન કરવાની કામગીરી...

જય જ્યુબિલી...🙏 મિત્રો નીચેનો સંદેશો વાંચશો અને અમલ કરશો, કરાવશો. *આપ જે ટીમમાં હો, એ ટીમને ફાળવેલ સમય અને દિવસ મુજબ સ્કૂલમાં આવો કે ના આવો શૈક્ષણિક કામ કરતાં રહેવું. *પરિણામ ન લઈ જનાર વિદ્યાર્થીઓનો સંપર્ક કરી બોલાવવા અથવા ઘરે પરિણામ અને પાઠ્યપુસ્તકો પહોંચાડવા. *પ્રવેશ કાર્યમાં સાથ સહકાર આપવો. * યુ ડાઈસ કામગીરી કરવી, કરાવવી, સહકાર આપવો. *વિર્દ્યાર્થીઓને ઓનલાઈન લર્નીંગ માટે પ્રોત્સાહિત કરવા. *ઓનલાઈન મટીરીયલ તૈયાર કરવું. શક્ય હોય તો શાળાના બ્લોગ કે યુ ટ્યુબ ચેનલથી શેર કરવું. *ઓનલાઈન ટીચીંગ પોતાની શક્તિ, આવડત, નવીનતા મુજબ કરવું અને સમયાંતરે ફોલો અપ કરતાં રહેવું અને ફીડબેક પણ લેતાં રહેવું. *વિદ્યાર્થીઓના ગૃપમાં અઢળક મટીરીયલ્સ મૂકી કે નાખી દેવાને બદલે એક દિવસમાં એક કે બે  વિષયોનું મટીરીયલ્સ મૂકશો.આ માટે બધાં વિષય શિક્ષક મિત્રો ભેગા મળીને એક અઠવાડિક સમય પત્રક બનાવી શકાય. *વિદ્યાર્થીઓના ગૃપમાં જે કાંઈ મૂકો એનું ફોલો અપ રાખવું. કોઈ નાની એક્સરસાઈઝ લેખિત કે અન્ય કોઈ સ્વરૂપમાં પર્સનલ મંગાવી શકાય.એકાદ બે જણ ને ફોન કરીને પણ આપના મટીરીયલ્સ સંબંધી પ્રશ્ન પણ પૂછી શકાય.પાઠ્યપુસ્તક

સલામતીપૂર્વક ચાલતી આપણી શાળા...

Image
         ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ઉમરેઠમાં  અનલૉક બાદ તારીખ 17મી મેથી સરકારના આદેશો અનુસાર આ કોરોના કાળ દરમ્યાન રાખવાની સાવચેતી અનુસાર તબક્કા વાર વિવિધ કામગીરીનું  સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ કરીને શાળાની વહીવટી તેમજ શૈક્ષણિક કાર્યવાહીનો ધીમી પણ મક્કમ ગતિએ સલામતીપૂર્વક પ્રારંભ કરી દીધો હતો.જેનો આજસુધીનો અહેવાલ અત્રે પ્રસ્તુત છે. * શાળાના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રકો તથા એલ.સી. ની વહેંચણી ફરજીયાત માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશનની સગવડ સાથે જૂથવાર અલગ અલગ વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડીને પૂર્ણ કરવામાં આવી હતી. * શાળાના ધોરણ 10 ના  ગુણપત્રકો તથા એલ.સી. ની વહેંચણી ફરજીયાત માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશનની સગવડ સાથે જૂથવાર અલગ અલગ વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડીને  પૂર્ણ કરવામાં આવી હતી. * શાળાના ધોરણ 12 સામાન્ય પ્રવાહના ગુણપત્રકો તથા એલ.સી. ની વહેંચણી ફરજીયાત માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશનની સગવડ સાથે જૂથવાર અલગ અલગ વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડીને પૂર્ણ કરવામાં આવી હતી. * તારીખ 17.5.20 થી તારીખ 7.6.20 દરમ્યાન ધોરણ 9 અને 11 ના વર્ગ શિક્ષક મિત્રો

આપણી જીંદગી આપણા હાથમાં ...

*सिकंदर उस जल की तलाश में था, जिसे पीने से मानव अमर हो जाते हैं.!* *काफी दिनों तक  दुनियाँ में भटकने के पश्चात आखिरकार उस ने वह जगह पा ही ली, जहाँ उसे अमृत की प्राप्ति हो* 👉 *उसके सामने ही अमृत जल बह रहा था, वह अंजलि में अमृत को लेकर पीने के लिए झुका ही था कि तभी एक बुढा व्यक्ती जो उस गुफा के भीतर बैठा था, जोर से बोला,  रुक जा, यह भूल मत करना...!’* *बड़ी दुर्गति की अवस्था में था वह बुढा !* *सिकंदर ने कहा, ‘तू रोकने वाला कौन...?’* *बुढे ने उत्तर दिया, ..मैं अमृत की तलाश में था और यह गुफा मुझे भी मिल गई थी !, मैंने यह अमृत पी लिया !*  *अब मैं मर नहीं सकता, पर मैं अब मरना चाहता हूँ... !* *देख लो मेरी हालत...अंधा हो गया हूँ, पैर गल गए हैं,  *देखो...अब मैं चिल्ला रहा हूँ...चीख रहा हूँ...कि कोई मुझे मार डाले, लेकिन मुझे मारा भी नहीं जा सकता !*  *अब प्रार्थना कर रहा हूँ  परमात्मा से कि प्रभु मुझे मौत दे !*  सिकंदर  चुपचाप गुफा से बाहर वापस लौट आया, *बिना अमृत पिए !*  सिकंदर समझ चुका था कि जीवन का आनन्द *उस समय तक ही रहता है, जब तक हम उस आनन्द को भोगने की स्थिति में होते हैं!

શ્રી કનુભાઇને શ્રદ્ધાંજલિ...

Image
*આચાર્યશ્રીનો શોક સંદેશો અને સંસ્મરણો...* હું આચાર્ય તરીકે હાજર થયો ત્યારે ખૂબ જ ખુશીથી, બે હાથ જોડી વંદન કરીને ખુશખુશાલ ચહેરે મને 'સાહેબ'તરીકે આવકારી "કશું બી કામ હોય તો કહેજો,સાહેબ...અડધી રાતે બી કરવા તૈયાર...."  એવી ગમી જાય એવી હૈયાધારણ આપનારનું નામ પાંચ પૈકીના સેવકભાઈઓમાંથી યાદ રહી ગયેલું અને મોઢે ચઢી ગયેલું...કારણ સ્કૂલમાં બે કનુભાઈમાંથી એક સેવક એટલે આ... પછી તો નિત્યક્રમ મુજબ શાળામાં આવીને સહી કરતી વખતે હસીને દર્શન કરતાં હોય એમ અભિવાદન કરવું, સોંપેલા કાર્યને હસતાં મોઢે હાથમાં લેવું, પૂર્ણ કરીને જ આવવું, કોઈ પણ વિઘ્નને પોતાના અનુભવો અને આવડતથી નિપટાવવું,સ્વચ્છ,સુઘડ અને વિવિધ કપડાંમાં આવવું, ક્લીન શેવ હોવું, શાંતિ અને નમ્રતાથી વાત કરવી...વગેરે જેવી બાબતો મને પ્રભાવિત કરી જતી અને એમના પ્રત્યે આદર જન્માવતી. લગભગ અઢી મહિના એમના સાનિધ્યમાં ઓફીસ સંભાળી. આવો હસતો ગમતો માણસ એક દિવસ ગમગીન જણાયો.ફેસ રીડીંગ પારખવાની શક્તિથી મેં પ્રેરાઈને એમને હળવા કરવા ભારપૂર્વક જે હોય તે જણાવવા આદેશાત્મક ભાવે કહ્યું. અને પછી એ સિંહ જેવો માણસ સસલાંની જેમ મારા ટેબલ આગળ જ ઢ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સંતોષકારક પરિણામ...

Image
      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ ( એચ.એસ.સી., આર્ટ્સ એન્ડ કોમર્સ )નું ઓનલાઇન પરિણામ આજરોજ તારીખ 15.6.2020 ના રોજ સવારે 8.00 વાગે જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં આપણી શાળા, ધી જયુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠનું સંતોષકારક પરિણામ જોવા મળ્યું હતું. શાળામાંથી કુલ 74 વિધ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતાં. જેમાંથી 40 વિધાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 54.05 % જાહેર થયું હતું.       પરિણામની જાણ થતાં જ  ધી જયુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઇ દવે અને સેક્રેટરીશ્રી રશ્મિકાંત શાહે ટ્રસ્ટના તમામ હોદ્દેદારો વતી શાળાના સંતોષકારક પરિણામ બદલ આચાર્ય સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. તેમણે ઉતીર્ણ સૌ વિધ્યાર્થીઓને પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.        બાદમાં આચાર્યશ્રી સહિત ઉપસ્થિત સૌ સ્ટાફ મિત્રોએ પણ આ પરિણામને સ્વીકારી લીધું હતું. ઉતીર્ણ સૌ વિધ્યાર્થીઓને આચાર્યશ્રી જે.આઈ.પરમાર, ભુતપૂર્વ ઇન ચાર્જ આચાર્યશ્રી આર.એમ.પટેલ, શાળાના સુપરવાઇઝર શ્રી કિરણભાઈ પટેલિયા, ધોરણ 12 ના વર્ગ શિક્ષક મિ

ઓછા પરિણામ બાબતે ચિંતન...

Image
1. *"એસ. એસ. સી. બોર્ડનું પરિણામ નીચું આવવાના કારણો : -"* *(મારા મતે)* ૧. પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી. પ્રવાસી શિક્ષકોથી ચલાવી લેવું પડે છે. તે પણ પૂરતી લાયકાતવાળા મળતાં નથી! (નિયમિત શિક્ષકોની ભરતી ઘણાં વર્ષોથી થઈ નથી.) ૨. ગામડાના વિધાર્થીને ખેતીનું કામ કરવું પડે છે. માબાપ શનિવાર અને રવિવારે  ખેતી કામમાં જોતરે  છે. છોકરીઓને ઘરકામમાં જોતરે છે. ૩. ધણા વાલીઓ એવા છે કે, વિધાર્થીને બિનજરૂરી  ધેર રાખે છે. ૪. શિક્ષકો/આચાર્ય જ્યારે વાલી સંપર્ક કરે ત્યારે કોઈ વાલી ઘરે મળતાં નથી. ૫. વાલી મિટિંગમાં વાલીઓ આવતાં નથી. ૬. વધારાના તાસ ગોઠવીએ છતાંય  વાલીઓ મોકલતા નથી.  કેમકે, વહેલા કે મોડા મોકલતા વિધાર્થીનું ભોજન સવારે મોડું બનાવે. ૭. ઝીરો પીરિયડમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં કાચા- નબળા છે તે આવતાં જ નથી. ૮. વિધાર્થી  મોટાભાગે  ધોરણ – ૯ માં  અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનમાં  પાયાનું શીખવવું  પડે છે. ૯. પ્રાથમિક શાળાના ધોરણ – ૧ થી ૮ માં થી હજુ  કાચા બાળકો આવે છે. (પાયો નબળો.) ૧૦. મારા માટે એસ. એસ. સી. બોર્ડ પહેલાં ધોરણ- ૫ અને ૮ માં પણ બોર્ડ પરીક્ષા હોવી જોઈએ. ૧૧. વાલીઓમાં જાગૃત

ઘરે રહીને ભણવા માટેની લિંક...

Image
નીચે આપેેેેલી લિંક ને અડવાથી ઘરે બેેેેસીનેે ભણી શકાય તેેેવા કાર્યક્રમની માહિતી મળશે. 1. https://drive.google.com/file/d/13zmK0uijOt51NmdUjp1FV1PArkiJgT6H/view?usp=drivesdk 2. https://drive.google.com/file/d/1pSWSpR5B9BLoGj1RGdtiO9Zn-1mHn5Sa/view?usp=drivesdk

*101 ગુજરાતી કહેવતો..*

૧. બોલે તેના બોર વહેચાય ૨. ના બોલવામાં નવ ગુણ ૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન ૪. ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે ૫. સંપ ત્યાં જંપ ૬. બકરું કઢતા ઉંટ પેઠું ૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં ૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય ૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો ૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે ૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો ૧૨. ખાલી ચણો વાગે ઘણો ૧૩. પારકી મા જ કાન વિંધે ૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી ૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય ૧૬. દૂરથી ડુંગર રળિયામણાં ૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ૧૮. શેરને માથે સવાશેર ૧૯. શેઠની શીખામણ જાંપા સુધી ૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો ૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં ૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ ૨૩. રામ રાખે તેને કોણ ચાખે ૨૪. ઊંટના અઢાર વાંકા ૨૫. ઝાઝા હાથ રળીયામણાં ૨૬. કીડીને કણ ને હાથીને મણ ૨૭. સંગર્યો સાપ પણ કામનો ૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર ૨૯. નાચ ન જાને આંગન ટેઢા ૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે ૩૧. ચેતતા નર સદા સુખી ૩૨. સો દા