Posts

Showing posts from March, 2023

અનોખી માર્કશીટ !

Image
આ માર્કશીટ વિશે આપના વિદ્યાર્થીઓ, મિત્રો, બાળકો, પરિવાર સાથે સમય અને અનુકૂળતા રહે ત્યારે અચૂક કરશો જી.... બોર્ડના પરિણામની માર્કશીટ હાથમાં આવતાં જ જયના મુખ પર ખુશી છલકાઇ ગઇ. સ્કૂલના બધા શિક્ષકો તો જયનો જયજયકાર કરતાં થાકતાં જ નહોતા... ‘જોયું ગણિતમાં મારી કરાવેલી તૈયારીઓની અસર.... સોમાંથી પુરા સો....! કોઇની તાકાત છે કે જયનો એક માર્ક કાપી શકે...?’’ ગણિતના શિક્ષક તો બધા વચ્ચે છાતી ફુલાવીને બોલ્યાં. ‘ગણિતમાં તો કેટલાય વિદ્યાર્થીઓ પુરા માર્ક્સ લાવે... વિજ્ઞાનમાં આખા જિલ્લામાં જય એકલાનાં જ સો માંથી સો માર્ક્સ છે... અને મારા ભણાવેલા વિજ્ઞાનની કોઇ બરોબરી જ ન કરી શકે.’ વિજ્ઞાનના સર તો જયની માર્કશીટ લઇને પોતાની ખુરશી પર ચઢીને આખા સ્ટાફને સંભળાય તેમ બોલ્યા. ‘ઓ ગણિત... વિજ્ઞાનવાળાંઓ તમે ભાષામાં પંચ્યાણુ માર્ક લાવીને બતાવો... જયના ગુજરાતીના પંચ્યાણુ માર્ક્સ આખા રાજ્યમાં અવ્વ્લ છે... જેની માતૃભાષા મજબુત તેના બધા વિષયો મજબૂત.’ ગુજરાતીના શિક્ષકે તો પેલા બન્ને શિક્ષકોને સંભળાય તેમ જયની માર્ક્શીટ હાથમાં લેતા કહ્યું. જય અને જયની માર્કશીટ બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધાના હાથમાં વારાફરતી ફરી રહી હતી. ‘

પ્રેરણાદાઈ કિસ્સો...

Image
 આપ પણ આમ કરી શકો છો.... તક મળે તો કર્ણ હોય કે ઋતુરાજ દલિત પુત્ર બિહારનો ઋતુરાજ ચૌધરી હાલ આઇ.આઇ.ટી. મણીપુરમાં S.Y માં અભ્યાસ કરે છે. તેણે 53 સેકન્ટ માટે google ને હેક કર્યું .  આખી દુનિયામાં બેઠેલા Googleના અધિકારીઓ અને એન્જિનિયર ગોથે ચડી ગયા પણ રીકવર ન થયું .હેક થવાનું કારણ ન મળ્યું.  ઋતુરાજે એને  પુનઃ ચાલુ કરીને ગૂગલ કંપની ને મેઈલ કર્યો કે તમારા સોફ્ટવેરમાં  રહેલી આ કમી ને કારણે હું એને હેક કરી શક્યો.  અધિકારીઓ એ મુજબ ચેકીંગ કર્યું તો એમને સોફ્ટવેરની મોટી ભૂલ પકડાઈ. અમેરિકામાં તાત્કાલિક મીટીંગ મળી જે 12 કલાક સુધી ચાલી અને  ઈ મેઈલ દ્વારા ઋતુરાજની કાબેલિયત ને સલામ કરી Google માં કામ કરવાની ઓફર કરી.  અને 3.66 કરોડ પગાર સાથે  નિમણૂક લેટર પણ આપી દિધો.અધિકારીઓ તેને લેવા ભારત આવશે એમ જણાવ્યું .પરંતુ ઋતુરાજ પાસે પાસપોર્ટ પણ ન હતો. અમેરિકા એ ભારત સરકાર સાથે વાત કરી ને ઇમરજન્સી માત્ર બે પાસપોર્ટ તૈયાર થઈ ને ઘરે પહોંચાડ્યો. આજે પ્રાઇવેટ જેટ વિમાન થી ઋતુરાજ અમેરિકા જશે .
પ્રતિશ્રી, જીલ્લાશિક્ષણાધિકારીશ્રી,  જીલ્લા સેવા સદન,  આણંદ.  વિષય - અમારી શાળાના શિક્ષક શ્રી ડી.એસ.રોહિતની અટકમાં સુધારો કરવા બાબત.  માનનીયશ્રી, સવિનય લખવાનું કે અમારી શાળાના શિક્ષક શ્રી ડી.એસ.રોહિતે તાજેતરમાં એમની અટકમાં સુધારો કરાવેલ છે. અને એમની અટકનો સુધારો ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ ગયો છે. હવે તેઓશ્રીએ એમણે શાળાના તમામ રેકોર્ડમાં અટક સુધારા માટે અરજી આપેલ છે. આ અંગે આપની સલાહ અને મંજૂરી માટે આ પત્ર આપને પાઠવી રહ્યો છે. આ શિક્ષક તારીખ 31.10.2023 ના રોજ વય નિવૃત્ત થતાં હોવાથી એમની અટકના શાળાના રેકોર્ડમાં સુધારા માટે આપ તરફથી બને તેટલી જલ્દી મંજૂરી મળે એવી અપેક્ષાઓ સહ... આભાર. બીડાણ - 1. શિક્ષકશ્રીની અરજીની નકલ 2. ગેઝેટની નકલ લિ. આપનો વિશ્વાસુ

ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ માટે...

Image
વિધાર્થી અને વાલી મિત્રો, શાળા પરિવાર અને સમગ્ર સ્ટાફ આપના માર્ગદર્શન અને મદદ માટે સદા તૈયાર છે. છતાં પણ આપ સરકાર તરફથી ઉપલબ્ધ નીચેની સેવાઓનો લાભ લઈ શકો છો...