Posts

Showing posts from December, 2021

સવિશેષ સ્વૈચ્છિક સમયદાન શૈક્ષણિક કાર્યક્રમ...

Image
     સરકારશ્રીની સૂચના અને આદેશ અનુસાર તારીખ 13.12.2021 ના જી.આર.સંદર્ભે આવતીકાલથી આપણી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે સવારે 10.00 થી 10.50 સુધી ખાસ શૈક્ષણિક વર્ગો શરૂ કરી રહ્યાં છીએ.એનું સમયપત્રક આ સાથે સામેલ છે.સૌ વિધાર્થીઓએ આ વર્ગોમાં નિયમિત આવવું અને શૈક્ષણિક કાર્ય કરવું.વિદ્યાર્થીઓએ નિયમિત આવીને, કંઈક શૈક્ષણિક જ્ઞાન મેળવવાં પ્રયત્નો કરવાં અને જાતને પ્રોત્સાહિત કરવી.       જે તે વર્ગના વિદ્યાર્થીઓની હાજરી લેવાશે અને વિધાર્થીઓની હાજરીનો રેકર્ડ જે તે વિષય શિક્ષક પોતાની પાસે રાખશે અને જ્યારે હાજરી અંગેના ગુણ ઉમેરવાના આવશે ત્યારે આ હાજરી જોવામાં આવશે.તથા વિધાર્થીઓએ જે તે વર્ગમાં શું શૈક્ષણિક કાર્ય કર્યું એની નોંધ પણ દૈનિક નોંધપોથીમાં રાખવાની રહેશે.     આ વર્ગોમાં ઉપસ્થિત નહીં રહેનાર વિધાર્થીઓ પર સરકારશ્રીના નિયમો અને આદેશો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

પર્યાવરણ જાગૃતિ અને ઓર્ગનિક ખેતી અંગે માર્ગદર્શન સેમિનાર...

Image
     તારીખ 11/12/2021ને શનિવારના રોજ અમારી શાળા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ખાતે  NSS  વિભાગના ઉપક્રમે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના મોટા ભાગના શિક્ષકો ચૂંટણી ફરજ પર હોવાથી વિધાર્થીઓનો સમય ન બગડે અને વિધાર્થીઓ કંઈક નવું શીખે એ આશયથી શાળાના આચાર્યશ્રી દ્વારા શ્રી ફ્રાન્સિસભાઈ મેકવાનને એક તજજ્ઞ તરીકે સેેમિનાર માટે આમંત્રણ આપ્યું હતું.      શ્રી ફ્રાન્સિસભાઈ ભારતની પ્રસિદ્ધ સંસ્થા એન.ડી.ડી.બી.માંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ઘણી સંસ્થાઓ સાથે જોડાઈને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનું તથા કૃષિ ક્ષેત્રે નવા નવા સંશોધનો અને એમાંય ખાસ કરીને જૈવિક ખેતી ક્ષેત્રે અકલ્પનીય અને અદભૂત કાર્ય કરી રહ્યાં છે.      એમનાં સેમિનારમાં એમણે પર્યાવરણ જાગૃતિ ઉપરાંત જૈવિક ખેતી વિષે સુંદર પ્રેઝન્ટેશન કરીને વિધાર્થીઓ તથા શિક્ષકોને અભિભૂત કરી દીધાં હતાં. આ ઉપરાંત એમણે જીવન જરૂરિયાત માટે હવા, ખોરાક અને પાણી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતાં.       આ કાર્યક્રમ અંત્યત સફળ રહ્યો હતો. આ માટે મહત્વનું યોગદાન શાળાના આચાર્યશ્રી જે.આઇ. પરમારનું હતું. તેઓએ ફરી એકવાર યોગ્ય સમયનો સદુપયોગ અને બચાવ કરીને આ

વૈદિક ઘડિયાળ...

Image
 વૈદિક ઘડિયાળ નામના અર્થ સાથે 🕉️1:00 વાગ્યાના સ્થાન પર *ब्रह्म* લખેલું છે જેનો અર્થ થાય છે; બ્રહ્મ એક જ છે બે નથી. 🕉️2:00 વાગ્યાના સ્થાને *अश्विनौ* લખેલું છે તેનો અર્થ થાય કે; અશ્વિની કુમારો બે છે 🕉️3:00 વાગ્યાના સ્થાને *त्रिगुणाः* લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો:  સત્વ રજસ્ અને તમસ્ 🕉️4:00 વાગ્યાના સ્થાને *चतुर्वेदाः* લખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે; ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ 🕉️5:00 વાગ્યાના સ્થાને *पंचप्राणा* લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે; પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન 🕉️6:00 વાગ્યાના સ્થાને લખેલું છે *षड्रसाः* એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે; મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો 🕉️7:00 વાગ્યાના સ્થાને લખેલું છે *सप्तर्षियः* તેનો અર્થ થાય સાત ઋષિ છે; કશ્યપ, અત્રી, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ 🕉️8:00 વાગ્યાના સ્થાને લખેલું છે *अष्टसिद्धि* જેનો અર્થ થાય આઠ પ્રકારની સિદ્ધિ છે; અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ 🕉️9:00 વાગ્યાના સ્થાને લખેલું છે *नव द्रव्याणी* જેનો અર્થ થાય નવ પ્રકારની

મોટિવેશન અને કેરીયર કાઉન્સિલીંગ

Image
     તારીખ 4.12.21 ને શનિવાર ના રોજ અમારી શાળા ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ખાતે વિદ્યાર્થીઓના અભિપ્રેરણ માટે એક કલાકનો મોટીવેશ્નલ અને કેરીયર કાઉન્સિલીંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહત્વનું યોગદાન શાળાના આચાર્યશ્રી જે.આઇ. પરમાર નું હતું. તેઓએ યોગ્ય સમય નો બચાવ કરીને આ સરસ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. આ દિવસે શાળાના 18 પૈકી 13 શિક્ષકોને ચૂંટણી ફરજ અંંગે મીટિંગમાં હાજરી આપવાની હોવાથી એક સાથે બધા વિદ્યાર્થીઓને સંંભાળી અને સાચવી શકાય એ હેતુથી ધોરણ 9 થી  12 ના તમામ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં હાજર રાખવામાં આવ્યાં હતાં. બધા જ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયાં હતાં.        વિદ્યાર્થીઓના જીવનમાં પ્રેરણા નું ખૂબ મહત્વ છે. જેથી અમારી શાળાના આચાર્યશ્રીએ આણંદ ની J.M.T.C સંસ્થામાંથી બે  અતિથિઓને બોલાવ્યા હતા. શાળાના ઉત્સાહિક શિક્ષિકા શ્રીમતી જયાબેને મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન શ્રી કે.કે.પટેલ તથા આરતીબેન પધાર્યા હતા. શાળાના આચાર્યશ્રીએ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સન્માન કર્યું હતું.       ત્યારબાદ ડૉ.કે.કે.પટેલે પોતાના વક્તવ્યમાં વિદ્યાર