Posts

Showing posts from September, 2019

શીલી ખાતે શાળાનું પ્રદર્શન...

Image
          શ્રી સિદ્ધનાથ વિદ્યાલય શીલી ખાતે આજ રોજ "૨૧ મી સદી ના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધી"  વિષયક વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. તેમાં આપણી શાળામાંથી બે વિધ્યાર્થીઓ... 1. ભરવાડ મૌલિક વસંતભાઈ 2. ગોહેલ રણજીત માનસિંહે ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોની સંખ્યા વધારે અને સ્પર્ધામાં કાંટે કી ટક્કર હોવા છતાં સુંદર પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ બન્ને વિધ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તેમની સાથે ગયેલાં શ્રી કે.બી.ગાંવિત સર અને આચાર્યશ્રી જે.આઈ.પરમારે આ બન્ને વિધ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં. સંકલન અને રજૂઆત :- આચાર્યશ્રી જે.આઈ.પરમાર

આચાર્યનો જન્મ દિવસ...

Image
          તારીખ 24 મી સપ્ટેમ્બરે ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂશન ઉમરેઠ( બોયઝ્ હાઈસ્કૂલ)માં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. કારણ આ દિવસે શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમાર સાહેબનો જન્મ દિવસ હતો. આગલા દિવસે શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ પટેલિયાને આચાર્યશ્રીએ એમના જન્મ દિવસે શાળામાં કાંઈ ન કરવા સૂચના આપી હોવા છતાં એમણે જાતે પ્રાર્થના-સભાનું સંચાલન સંભાળીને તમામ શિક્ષકો અને વિધ્યાર્થીઓ દ્ધારા "સર" ને તાળીઓના ગડગડાટ અને ગીત દ્ધારા જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બાદમાં આચાર્યશ્રીના વરદ્ હસ્તે શાળાના ક્યારામાં સુશોભન માટેના પ્લાન્ટસ્ રોપવામાં આવ્યા હતાં. આચાર્યશ્રીએ એમના જન્મદિનને યાદગાર બનાવવા માટે આજથી શાળામાં નવીનતમ્ પ્રયોગના ભાગ રૂપે એમના દ્ધારા રચાયેલ પ્રતિજ્ઞાપત્રનું વાંચન ઉપસ્થિત સૌ વિધ્યાર્થીઓ પાસે કરાવડાવ્યું હતું. અને હવે પછીથી દરરોજ આ પ્રતિજ્ઞાપત્ર વંચાવવાનું આહવાન કર્યું હતું.      અંતમાં આચાર્યશ્રીએ એમના જન્મ દિવસને આ રીતે યાદગાર બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.                       

NSS રાષ્ટ્રીય સેવા યોજના થકી ગૌરવ...

Image
        ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃતિઓના સુચારૂ આયોજન માટે અલગ અલગ સમિતિઓ અસ્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત NSS વિભાગ પણ કાર્યરત છે. જેના કન્વીનર શ્રી સી.ડી.લાખાણી દ્ધારા તા.22 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ "રાષ્ટ્રીય સેવા યોજના દિવસ" ની ઉજવણીમાં પાંચ વિધ્યાર્થીઓ સાથે ભાગ લઈને આણંદ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરીને શાળાનું તેમજ ઉમરેઠનું ગૌરવ વધાર્યું હતું. જેમાંથી.... 1.ચૌહાણ રામકૃષ્ણ નટુરામ - વકતૃત્વ સ્પર્ધા 2.સોલંકી રવિ રામાભાઈ - નિબંધ સ્પર્ધા 3.સોલંકી અલ્પેશ મથુરભાઈ - ક્વીઝ સ્પર્ધા 4.સુથાર સુજલ દિનેશભાઈ - ક્વીઝસ્પર્ધા 5.સૌરભ પ્રકાશભાઈ - એક પાત્રીય અભિનય  સ્પર્ધા ......ઓમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.            શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા. સંકલન અને રજૂઆત :- આચાર્યશ્રી જે.આઈ.પરમાર Com