Posts

Showing posts from August, 2021

ફિટ ઈન્ડિયા કિવઝમાં ભાગ લેવા અંગે...

શ્રીમાન ,   એ બાબત સુવિદિત છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ 29/08/2019 ના રોજ ભારતના નાગરિકોની સામાન્ય શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના " हम फिट तो भारत फिट " ના સૂત્રને સાર્થક કરવા માટે ગુજરાતના દરેક જિલ્લા ,  તાલુકા ,  શહેર અને ગામના દરેક નાગરિક તંદુરસ્તી અને સશક્ત જીવનશૈલીને પોતાના જીવનનો ભાગ બનાવે તે અત્યંત આવશ્યક છે. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના રમત ગમત વિભાગ દ્વારા દેશભરમાં વ્યક્તિગત તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના નેજા હેઠળ અનેક પ્રવૃત્તિઓ અને ઝુંબેશની યોજના બનાવી છે. આ યોજનામાં ફિટ ઇન્ડિયા થીમ વિષયક અભિયાન-“ फिटनेस का डोज़ - आधा घंटा रोज़" ,  ફીટ ઈન્ડિયા સ્કુલ ક્વિઝ નો   (સપ્ટેમ્બર ૨૦૨૧) સમાવેશ કરવામાં આવ્યો છે. છે. આ રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ ક્વિઝ છે જે શાળાઓ અને વિદ્યાર્થીઓને   કુલ મળીને  રૂ .3.25 કરોડનું રોકડ પુરસ્કાર આપશે. ફિટ ઇન્ડિયા ક્વિઝના ચાર રાઉન્ડમાં યોજવામાં આવશે: શાળા રાઉન્ડ:  પ્રારંભિક રાઉન્ડ માટે વિદ્યાર્થીઓની

ITI વિદ્યાર્થીઓની ધો 12 અંગ્રેજી વિષયની પરીક્ષા અંગે...

Image
 

દિવ્યાંગો માટે લાભદાયક તાલીમ...

Image
સૌ દિવ્યાંગ ભાઈ બહેનો ને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે વર્ષ ૨૦૨૧ માં નીચેની સંસ્થા જુદા જુદા વિષયો ઉપર કાર્યક્રમ કરવા જઈ રહી છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દિવ્યાંગજન પોતે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે, પોતે પગભર થઇ શકે અને જે ભાઈ બહેનો પહેલાથી જ સ્વરોજગાર કરી રહ્યાં છે તેઓ પોતાનો વ્યવસાય કેવી રીતે આગળ વધારી શકે છે એની માહિતી આપવી અને મદદ કરવી. આ કાર્યક્રમ માં ૧૯ થી ૪૫ વર્ષ ના દિવ્યાંગો ભાગ લઇ શકે છે.આ કાર્યક્રમમાં આપ જોડાવા ઈચ્છો છો તો તમે અમારો સંપર્ક કરી શકો છો.મર્યાદિત સંખ્યામાં આ કાર્યક્રમ કરવાનો હોવાથી આપને વિનંતી છે કે સત્વરે આપ આપનું નામ અમારી પાસે રજીસ્ટર કરાવશો. કાર્યક્રમની વધુ માહિતી માટે આપ શ્રી પ્રવિણસિંહ ગોહેલનો  ( મો.૭૪૦૫૫૧૯૦૯૦) પર સંપર્ક કરી શકો છો.

તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં શાળાનું પ્રદર્શન...

Image
          તારીખ 26.8.21, આજરોજ ઉમરેઠ એસ વી એસ અને ઉમરેઠ તાલુકા કક્ષાના આગમ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ યુવા મહોત્સવમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ )માં નીચેના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અને પૂર તૈયારીઓ સાથે ભાગ લીધો હતો.સમગ્ર સ્પર્ધાઓની તૈયારીઓથી માંડીને એના આયોજનની તૈયારીઓ આ મહોત્સવના કન્વીનર શ્રીમતી જયાબેન એન પટેલે સંભાળી હતી.એમના માર્ગદર્શન હેઠળ વ્યક્તિગત સ્પર્ધાઓમાં કુલ 6 અને સમૂહગીતના કુલ      વિદ્યાર્થીઓ મળીને     વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ તમામ વિદ્યાર્થીઓના પ્રદર્શન સરસ અને શાનદાર રહ્યાં હતાં. સંજોગોવસાત આમાંથી કોઈ પણ વિદ્યાર્થી                શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે તમામ સ્પર્ધકોને અભિનંદન અને આશ્વાસન પૂરાં પાડ્યાં હતાં.તથા આ તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરાં પાડવા બદલ કન્વીનરશ્રીનો આભાર માન્યો હતો. આ સ્પર્ધાઓમાંથી કલા વિભાગ/ખુલ્લો વિભાગમાં સર્જનાત્મક કામગીરીમાં પુવાર દિવ્યરાજસિંહ બળવંતસિંહનો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર  અને સાંસ્કૃતિક વિભાગ/ખુલ્લો વિભાગમાં ભજન સ્પર્ધામાં વણઝારા જોરાભાઈ ધનાભાઈનો તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર આવેલ છે.

સુપરવાઈઝરશ્રી તરફથી પુસ્તકની ભેટ

Image
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનના સુપરવાઈઝરશ્રી અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉત્સાહી અને ખંતીલા અંગ્રેજી શિક્ષક શ્રી કિરણભાઈ પટેલિયાએ ગયા વર્ષે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે એક પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી હતી.એ અંતર્ગત ધોરણ 11માં સામાન્ય પ્રવાહમાં વાર્ષિક પરીક્ષામાં એક થી દસ નંબર મેળવીને ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને વિધ્યાભ્યાસમાં ઉપયોગી નીવડે એવી કોઈ બક્ષિસ આપવાનું જાહેર કર્યું હતું. આ યોજના અંતર્ગત આજે એમણે આ તમામ વિદ્યાર્થીઓને 280 રૂપિયાની MRP ધરાવતું અંગ્રેજી વ્યાકરણનું એક સરસ મજાનું પુસ્તક ભેટ આપ્યું હતું. આ કિંમતી ભેટ મેળવીને વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતાં. તથા અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળી હતી. શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે શ્રી કિરણભાઈની આ રચનાત્મક પ્રવૃત્તિને બિરદાવતાં એમનો આભાર માની અભિનંદન પાઠવ્યાં હતાં અને વિદ્યાર્થીઓને આ પુસ્તકનો સદઉપયોગ કરવાની શિખામણ આપી હતી.

UPSC વિષે જાણો...

Image
*આ પોસ્ટ વાંચતા પહેલા પોતાની જાત ને વચન આપજો કે હું કમસેકમ એક વિદ્યાર્થીને આ માટે પ્રેરિત કરીશ.* UPSC ( IAS  - IPS - IFS  ) 👉UPSC શું  છે  ? તેની તૈયારી કઈ રીતે કરવી  ?  UPSC ની એક્ઝામ કોણ આપી શકે  ?  UPSC ની ભરતી કેટલા વર્ષે થાય ?  UPSC નો સિલેબસ શું છે ? UPSC ની ભરતી માં કઈ સર્વિસ  મળે  ?  વગેરે સવાલો તમને થતા હશે !  👉UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે . UPSC એ ક્લાસ ૧ ની એક્ઝામ લે છે . આઈએસ , આઈપીએસ , આઇએફએસ , આઈ આર એસ ,  જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે .  UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસ ની પણ એક્ઝામ લે છે . 🎯UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે . 👉 પ્રિલિમ એક્ઝામ  👉 મેઈન એક્ઝામ 👉 ઇન્ટરવ્યૂ  👉પ્રિલીમ પરિક્ષા ના બે પેપર હોય છે .  👉બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે . 👉 જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે . 👉 તમારા પેપર ૧ ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ .  (બીજા પેપર ના માર્ક ગણાતા નથી) 👉 ૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે,જો તમે પ્રથમ પેપર માં સારા

March-21 Results માર્ચ-21 પરિણામો ઘોષણાઓ...

Image
  ધોરણ 10 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ  ધોરણ 12 સામાન્ય પ્રવાહ  ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીપીટર

SVS પ્રવૃત્તિઓ અને ફોટા...

Image
  19.8.21 યુવા મહોત્સવ તૈયારી મીટિંગ  ઉમરેઠ તાલુકા વ્યાયામ સંઘ દ્વારા યુવા ઉત્સવ ઉજવણી માટે આયોજન અને તૈયારી માટે મીટિંગ  સ્થળ - આગમ હાઈસ્કૂલ, ઉમરેઠ  એસ વી એસ ની તમામ શાળાના આચાર્યશ્રીઓ અને પ્રતિનિધિ  શિક્ષક મિત્રોની મીટિંગ  નવનિયુક્ત આચાર્યોનું સન્માન  26.8.21 તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ  સ્થળ - આગમ હાઈસ્કૂલ, ઉમરેઠ  સમય  - સવારે 8.30 થી.... ● સ્પર્ધાઓ તા 26.8.21 આગમ હાઈસ્કૂલ ખાતે સવારે 9.00 થી અંત  સુધી ● યુવા મહોત્સવ પરિણામ તારીખ 15.9.21 [16/09, 09:55] Pri Gaurang Patel Thamna SVS: સરજનાતમક કારીગરી 1ધી જુબિલી બોયઝ 2સેન્ટ્ઝેવિયરસ3ભરોડા વિનય મંદિર ભરોડા [16/09, 12:11] Pri Gaurang Patel Thamna SVS: બ. વિભાગ ચિત્રકલા. 1ધી ગર્લ્સ ઉમરેઠ..2 આગમ હાઇસ્કૂલ ઉમરેઠ 3.. કે.સી. પટેલ થામણા [16/09, 12:11] Pri Gaurang Patel Thamna SVS: ચિત્રકલા .. અ વિભાગ 1. સેન્ટ્ઝેવ્યરસ ઉમરેઠ. 2. અંજુમન   ભાલેજ. 3જ્યુબીલી ગર્લ્સ ઉમરેઠ