Posts

Showing posts from October, 2023

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી...

Image
 

વિધાર્થીઓ માટે ગરબા...

આજરોજ જ્યુબિલી પટાંગણમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલના વિધાર્થીઓ માટે નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે સામૂહિક ગરબાનું આયોજન થયું હતું.

વિદાય સમારંભ - શ્રી ડી.એસ.રોહિત અને શ્રી એમ.યુ.પટેલ

આજરોજ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલ ખાતે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના ચેરમેનશ્રીની હાજરીમાં શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 35 વર્ષની દીર્ધકાલીન સેવા આપી વયનિવૃત થતાં શિક્ષક શ્રી ડી.એસ.રોહિત તથા શાળામાં માધ્યમિક વિભાગમાં 26 વર્ષની દીર્ધકાલીન સેવા આપીને વયનિવૃત થતાં શિક્ષક શ્રી એમ.યુ.પટેલનો વિદાય સમારંભ યોજાઈ ગયો.

ગરબા સન્માન...

સેમિનાર બાય પારૂલ યુનિવર્સિટી...

આજરોજ તારીખ 20.10.23 પારૂલ યુનિવર્સિટી દ્વારા ધોરણ 11 12 માટે 

આંતરશાળાકીય ગરબા મહોત્સવ...

Image
     આજરોજ તારીખ 18.10.23 ના રોજ ફરી એક વાર ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ અને ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓના આંગણે એક ભવ્ય ગરબા મહોત્સવનો ઉત્સવ યોજાઈ ગયો. જી, હા આપ સૌ જાણો છો એમ ઉમરેઠની પ્રાચીન, પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલ એની સ્થાપનાના 125 વર્ષ એટલે કે શત રજત જયંતી ઉજવી રહ્યાં છે. એ ઉજવણીના ભાગ રૂપે ઉમરેઠ વિસ્તારની શાળાઓ માટે *આંતરશાળાકીય ગરબા મહોત્સવ* ઉજવાઈ ગયો.      આ મહોત્સવમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની મળીને કુલ 15 એન્ટ્રઓ આવી હતી.      આ પ્રસંગે આણંદ જીલ્લા રમતગમત અધિકારીશ્રી ના અધ્યક્ષ પદે અને ઉમરેઠના જાણીતા ડેન્ટલ સર્જન શ્રી જયેશભાઈ દેસાઈના અતિથિવિશેષપણાં હેઠળ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાઈ ગયો. આ પ્રસંગે સંસ્થાના ચેરમેનશ્રી દીપકભાઈ દવે, સહમંત્રીશ્રી રાજકુમાર વકીલ, ટ્રસ્ટી શ્રીમતી વર્ષાબેન, ટ્રસ્ટી શ્રીમતી સેજલબેન, દાતાશ્રી વિજયભાઈ ભટ્ટ, પત્રકાર મિત્ર શ્રી રમેશભાઈ રાણા, તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, સ્ટાફ ગણ અને વિધાર્થીઓની વગેરેની ખાસ ઉપસ્થિતિ હતી. હાજરીમાં

આજની સમૂહ કવાયત

Image
 

અનોખી માર્કશીટ...

 *અનોખી માર્કશીટ!* બોર્ડના પરિણામની માર્કશીટ હાથમાં આવતાં જ જયના મુખ પર ખુશી છલકાઇ ગઇ. સ્કૂલના બધા શિક્ષકો તો જયનો જયજયકાર કરતાં થાકતાં જ નહોતા... ‘જોયું ગણિતમાં મારી કરાવેલી તૈયારીઓની અસર.... સોમાંથી પુરા સો....! કોઇની તાકાત છે કે જયનો એક માર્ક કાપી શકે...?’’ ગણિતના શિક્ષક તો બધા વચ્ચે છાતી ફુલાવીને બોલ્યાં. ‘ગણિતમાં તો કેટલાય વિદ્યાર્થીઓ પુરા માર્ક્સ લાવે... વિજ્ઞાનમાં આખા જિલ્લામાં જય એકલાનાં જ સો માંથી સો માર્ક્સ છે... અને મારા ભણાવેલા વિજ્ઞાનની કોઇ બરોબરી જ ન કરી શકે.’ વિજ્ઞાનના સર તો જયની માર્કશીટ લઇને પોતાની ખુરશી પર ચઢીને આખા સ્ટાફને સંભળાય તેમ બોલ્યા. ‘ઓ ગણિત... વિજ્ઞાનવાળાંઓ તમે ભાષામાં પંચ્યાણુ માર્ક લાવીને બતાવો... જયના ગુજરાતીના પંચ્યાણુ માર્ક્સ આખા રાજ્યમાં અવ્વ્લ છે... જેની માતૃભાષા મજબુત તેના બધા વિષયો મજબૂત.’ ગુજરાતીના શિક્ષકે તો પેલા બન્ને શિક્ષકોને સંભળાય તેમ જયની માર્ક્શીટ હાથમાં લેતા કહ્યું. જય અને જયની માર્કશીટ બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધાના હાથમાં વારાફરતી ફરી રહી હતી. ‘તારા મમ્મી-પપ્પા ક્યાં છે, જય....? મારે પુછવુ છે કે તેઓ તને કેવી રીતે તૈયારી કરાવે છે..