Posts

Showing posts from December, 2022

યુનાઇટેડ ઉમરેઠ - ઓલ્ડ ઈઝ ગોલ્ડ

Image
     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ)ના માલિક અને ટ્રસ્ટી મંડળના પરિવાર સાથે સંકળાયેલ સંબંધી, 1964 ની બેચના ભૂતપૂર્વ વિધાર્થી, ઉમરેઠના અગ્રગણ્ય નાગરિક અને અમેરિકા મુકામે સ્થાયી થયેલ મુરબ્બીશ્રી પ્રવિણભાઈ તલાટીની આગેવાની હેઠળ એક સરસ મજાનો ગેટ ટુ ગેઘર/ સ્નેહ મિલન અને નાનકડો સન્માન સમારંભ ઉમરેઠની અતિથિ હોટલ ખાતે તારીખ 19.12.22 ના રોજ સવારે 9.00 થી 12.30 સુધી યોજાઈ ગયો.      "યુનાઈટેડ ઉમરેઠ અને ઓલ્ડ ઈઝ ગોલ્ડ" ટેગ લાઈન હેઠળના આ સ્વૈચ્છિક કાર્યક્રમમાં 1964ની બેચના અન્ય વિધાર્થીઓ શ્રી દિનેશભાઈ જોષી, શ્રી કિરીટભાઈ શેલત,શહેરની નામાંકિત વ્યક્તિઓ જેવી કે શ્રી સુભાષભાઈ શેલત (ભૂતપૂર્વ ધારાસભ્ય), શ્રી શહેરાવાળા (નગરપાલિકા પ્રમુખ અને ઉમરેઠ અર્બન બેંકના ચેરમેન), હોટલ અતિથિના માલિક વગેરે અગ્રગણ્ય વ્યક્તિઓની હાજરીમાં 10 વ્યક્તિનું ટ્રોફી અને પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરેઠની જૂની, જાણિતી અને પ્રતિષ્ઠિત તેમજ ઘણાંબધાં આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકો આપનાર ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલના આચાર્ય તરીકે મને (જયંતીભા

એન.એસ.એસ. કેમ્પ

Image
     તારીખ 17.12.22 ના રોજ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ) ના એન.એસ.એસ. વિભાગ દ્વારા ઉમરેઠ તાલુકાના રતનપૂરા મુકામે એક એક દિવસીય આઉટડોર કેમ્પ યોજાઈ ગયો.       સવારે 9.00 વાગે એન.એસ.એસ. વિભાગના પોગ્રામ કોર્ડીનેટરશ્રી એન.એચ.જાદવની આગેવાની હેઠળ એન.એસ.એસ.ના  47 જેટલાં વિધાર્થી સ્વંય સેવકોની એક સભા રતનપૂરા હાઈસ્કૂલ ખાતે મળી હતી. જેમાં રતનપૂરા હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, સમગ્ર સ્ટાફ, રતનપૂરાના સરપંચ શ્રી દાવળ કાન્તિભાઈ શિવાભાઈ તથા તેમનો સ્ટાફ તથા રતનપૂરાના કેટલાંક સ્થાનિક આગેવાનો તથા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનના આચાર્ય શ્રી જે.આઈ.પરમાર અને એમનો સ્ટાફની હાજરીમાં સરપંચશ્રીએ આ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો.      બાદમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ના શિક્ષકો શ્રી ડી.એસ.રોહિત, શ્રી પી.આર.રાવલ, શ્રી આર.એ.પટેલની રાહબરી હેઠળ વિધાર્થીઓના ચાર અલગ અલગ ગૃપ બનાવીને રતનપૂરા ગામના મુખ્ય માર્ગના એક છેડેથી શરુ કરીને રેલ્વે ફાટક બાજુના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી રસ્તાની બન્ને બાજુએ, દૂધની ડેરીની આસપાસ, સાર્વજનિક પુસ્તકાલયની આસપાસ, હાઈસ્કૂલના પટાંગણ