Posts

Showing posts from February, 2020

વાલી મિત્રોને ખાસ અનુરોધ...

*જાપાન માં પરીક્ષા ના પહેલાં બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે* *વ્હાલા 👏વાલી મિત્રો* *મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન🌈 ને લાઇ ને ખુબજ ચિંતિત છો.* *પરંતુ એક વસ્તુ યાદ રાખજો  આ જે બાળકો👬👭 પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્ય ના સારા કલાકાર 👨‍🎤પણ છે જેમને ગણિત🤷‍♀ શીખવાની કોઈ જરૂર નથી* *આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના 👔પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ🥊 કે સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી.* *આ બાળકો માં કેટલાક મહાન🎻 સંગીતકાર 🎼પણ છે જેમને વિજ્ઞાન ના ગુણ ની કોઈ જરૂર નથી.* *કેટલાક સારા 🏏રમતવીરો🏀 પણ છે જેમના માટે આ તમામ વિષયો ને સમજવા ની કોઈ જરૂર નથી.તેમના માટે 🏋‍♀ફિટનેસ પૂરતી છે.* *જો તમારું બાળક સારા માર્ક્સ લાવે છે તો બહુજ સારી બાબત છે પણ જો નથી લાવતો તો બાળકને તેના 🗣સ્વાભિમાન નું અપમાન 😭કરી તેનો આત્માવિશ્વાસ તોડશો નહીં.* *જો તે સારા ગુણ ના લાવી શકે તો ફક્ત તેને હિમ્મત💪 આપજો અને કહેજો કે આ એક સામાન્ય પરીક્ષા છે.તારો જન્મ તો આ બધા  કરતા 💅મહાન 🥇 કાર્ય કરવા માટે થયો છ

શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) ની મીટીંગ...

Image
             ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિટયુશન, ( બોયઝ હાઇસ્કૂલ ) માં તારીખ ૭.૨.૨૦૨૦ ના રોજ સરકારશ્રીના આદેશ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) ની મીટીંગ અને ટેલી કોન્ફરન્સ દ્વારા તાલીમ યોજાઈ ગઈ. જેમાં શાળાના તમામ બારે બાર વર્ગના પ્રતિનિધિઓ, વર્ગ દીઠ એક વાલી પ્રતિનિધિશ્રીઓ , શાળા સંચાલક મંડળના પ્રતિનિધિશ્રીઓ, શિક્ષક પ્રતિનિધિશ્રીઓ, આચાર્ય પ્રતિનિધિ તરીકે શાળાના સુપરવાઈઝરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. બપોરના બાર થી સાંજના ચાર સુધી ચાલેલી આ મીટીંગ કમ તાલીમમાં શાળા સમિતિની રચના, તેના હેતુઓ, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસમાં સૌની ભૂમિકા અને ફાળો વગેરે જેવાં મુદ્દાની ગહન અને તલસ્પર્શી ચર્ચા, નિદર્શન અને અવલોકન થયું હતું.            સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ પટેલિયા સાહેબ અને શ્રી ડી.એસ.રોહિતે સાંભળી હતી. ઉપસ્થિત સૌનો આભાર શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી કે.સી.ચૌધરીએ માન્યો હતો. શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌને અભિનંદન આપ્યા હતાં.