Posts

Showing posts from July, 2022

બોર્ડ દ્વારા જાહેર શાળાકીય કેલેન્ડર...

Image
આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ 2022-2023 માટેનું શૈક્ષણિક શાળાકીય કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.જે આ મુજબ છે.જેની સૌએ નોંધ લેવી.આમાં પ્રદર્શિત રજાઓ આખરી નથી.એમાં ફેરફાર કરેલ છે.

માસિક ઈનામ વિતરણ...

Image
     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ (બોયઝ હાઈસ્કૂલ) માં શાળા ખૂલ્યાં બાદ શાળામાં યોજાઈ ગયેલી સ્પર્ધાઓ અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિધાર્થીઓ તેમજ વિજેતા નીવડનાર વિધાર્થીઓને સન્માનવાનો એક નાનકડો કાર્યક્રમ શનિવાર તા 23.7.22 ની પ્રાર્થનાસભામાં યોજાઈ ગયો.      ગૌરીવ્રત નિમિત્તે યોજાયેલી મ્હેંદી અને કેશ ગુંથન સ્પર્ધાઓમાં વિજેતા નીવડનાર વિધાર્થિનોઓને શાળાના આચાર્ય, સુપરવાઈઝર અને સિનીયર શિક્ષકો દ્વારા પ્રમાણપત્ર અને ઈનામો આપવામાં આવ્યાં હતાં.      બાદમાં ગુરૂપૂર્ણિમાના દિવસે શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ કરેલ જાહેરાત મુજબ તમામ વર્ગોમાંથી પસંદ કરેલા 20 વિધાર્થીઓને 225 રૂ.નું વ્યાકરણનું એક સરસ પુસ્તક ભેટ (ગુરુ દક્ષિણા) સ્વરૂપે આપવામાં આવ્યું હતું.એનો સમગ્ર ખર્ચ શ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ ભોગવ્યો હતો.      કાર્યક્રમનું સંચાલન શ્રીમતી જયાબેન એન.પટેલે તથા ફોટોગ્રાફી શ્રી કે.બી.ગાંવિતે કરી હતી.      કાર્યક્રમના અંતમા શાળાના આચાર્યશ્રીએ વિધાર્થીઓને પોતાની સ્કીલનો જીવનમાં ઉપયોગ કરવાની સાથે એમાં વધારો કરવાની તથા ભેટમાં મળેલ પુસ્તકનો ઉપયોગ કરવાની તથા અન્ય મિત્રોને એનો ઉપયોગ કરવાં દેવાની

ખરેખર ગુરુ પૂર્ણિમા...

Image
     દર વર્ષની જેમ આ વર્ષે પણ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ (બોયઝ હાઈસ્કૂલ) ના ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ દ્ધારા ગુરૂપૂર્ણિમાની ખૂબ જ સરસ રીતે ઉજવણી કરવામાં આવી.      સૌ શિક્ષકોના આશ્ચર્ય વચ્ચે સવારની પ્રાર્થનાસભામાં જાહેરાત કરવામાં આવી કે આજરોજ ગુરૂઓનું સન્માન કરવામાં આવશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિધાર્થિની દરજી રિદ્ધિ એન્કરીંગ માટે આવી ગઈ. છેક આગલી હરોળમાં શિક્ષકો માટે ખુરશીઓ ગોઠવવામાં આવી.તમામ ગુરૂજનોને આદરભેર તાળીઓના ગડગડાટથી ખુરશીઓમાં બેસાડવામાં આવ્યાં.શ્રીમતી જે.એન.પટેલે ગુરૂપૂર્ણિમાનો ઉદ્દેશ્ય અને ગુરૂનો મહિમા પ્રગટ કરતું સુંદર પ્રવચન આપ્યું.      બાદમાં અગાઉથી કરેલાં આયોજન મુજબ આચાર્યથી શરૂ કરીને કોમ્પ્યુટર શિક્ષક સુધીના તમામ શિક્ષકોને વારાફરતી સ્ટેજ પર બોલાવીને પુષ્પ ગુચ્છ 💐,એક નાનકડી ભેટ 👝 અને વિદ્યાર્થીઓ જાતે બનાવેલ શુભેચ્છા કાર્ડ 📩 થી સૌ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓની આ લાગણી પ્રદર્શિત કરતી પ્રવૃત્તિથી તમામ શિક્ષકો ભાવવિભોર બની ગયાં હતાં.સૌ શિક્ષકોના દિલમાં એક પ્રકારનો કૃતજ્ઞભાવ🙏, આનંદ 🤗, અને ગૌરવ 🤷‍♂️🤷‍♀️ છલકાતાં હતાં.સામે પક્ષે વિદ્યાર્થ

મ્હેંદી અને કેશગુંફન સ્પર્ધાઓ

Image
     ઉમરેઠની જૂની અને જાણિતી શૈક્ષણિક સંસ્થા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ) ખાતે ગૌરીવ્રત નિમિત્તે ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભણતી વિધાર્થીનિઓ માટે પરંપરાગત કહેવાતી પણ આજના જમાનામાં એટલી જ ચાહના ધરાવનારી કૌશલ્ય લક્ષી " મ્હેંદી સ્પર્ધા " તથા " કેશ - ગુંથન સ્પર્ધા " યોજાઈ હતી. આ બન્ને સ્પર્ધાઓમાં કુલ મળીને 15 કરતાં વધારે વિધાર્થીનિઓએ ઉત્સાહભેર ભાગ લઈને સ્પર્ધાઓ અને કર-કૌશલ્યોને જીવંત બનાવી હતી.જેમાં નીચેની વિધાર્થીનિઓ વિજેતા બની હતી. 👉 મ્હેંદી સ્પર્ધા 1.પરમાર રાજલ હિરેનસિંહ 2.શેખ ફોઝિયા રિયાઝમહંમદ 👉 કેશ-ગુંથન સ્પર્ધા 1.દરજી રિદ્ધિ રાકેશભાઈ  2.મકવાણા પ્રિયંકા નરેન્દ્રભાઈ       નિર્ણાયક તરીકે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષિકાબેનો શ્રીમતી હેમાલીબેન અને શ્રીમતી દિપીકાબેને સેવાઓ આપી હતી. બન્ને સ્પર્ધાઓનું આયોજન અને સંચાલન શાળાની સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રીમતી જે.એન.પટેલે કર્યું હતું.      બે અલગ અલગ દિવસે યોજાયેલી આ સ્પર્ધાઓનું નિરીક્ષણ અને અવલોકન શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર તથા શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભા