Posts

Showing posts from January, 2021

ધોરણ 9 અને ધોરણ 11 ના બાળકોને શાળામાં મોકલવા અંગે...

Image
સરકારશ્રીએ તારીખ 1.2.2021 થી શાળામાં ધોરણ 9 અને 11 ના વર્ગો ચાલુ કરવાની જાહેરાત કરી છે એ સંદર્ભે...   S.O.P  માતા   પિતા  /  વાલી માતા- પિતા  /  વાલી   નીચે   પ્રમાણેનાં   પગલાં  લેવાનાં જ છે.  1. જો   તેઓ   પોતાના   બાળકને   શાળાએ   મોકલવા   ઈચ્છતા   હોય   તો  લે ખિત  સંમતિ  આપે . આ માટે સંમતિ પત્રક ભરીને ફરજીયાત જમા કરાવવાનું રહેશે. સંમતિ પત્રક વગર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.  2.બાળકને  શાળામાં  મોકલો  તો  એની   ચકાસણી   કરો   કે  તમારૂ    બાળક   માસ્ક  પહેરીને  જ  શાળાએ   જાય   અને   બીજા   સાથે   એની   અદલાબદલી   ન  કરે.  માસ્ક   ઘેર   પણ   બનાવી   શકાય .  ઘેર   બનાવેલા   માસ્ક ને   સાબુથી ધોઈને   ફરી    વાપરી    શકાય .  ડિસ્પોઝલ  ફેસ   માસ્કનો   નિકાલ   સલામત પણે   કરવો અથવા કરાવવાનો રહેશે  . ૩ .  જાહેર  જગ્યાના   સપંર્કમાં   ઓછા   આવે   તે   માટે    પોતાના   પાલ્યને   આખી   બાંય ના   કપડાં  પહેરવા   પ્રોત્સાહિત  કરવાં . 4.  જો   બાળક   સ્વસ્થતા  ન   અનુભવતું  હોય   તો   માતા   પિતા   તેમના   પાલ્યને   શાળાએ   ન મોકલે એ ઈચ્છનીય છે. 5.  શક્ય  હોય   ત્યાં સુધી   

પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી...

Image
       ઉમરેઠના ઘી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન ટ્રસ્ટ ખાતે , ઘી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન ( બોયઝ હાઇસ્કૂલ ) અને ઘી ગર્લ્સ ઈન્સ્ટીટયુશન ( ગર્લ્સ હાઇસ્કૂલ ) ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૬.૦૧.૨૦૨૧ ના રોજ   પ્રજાસત્તાક દિવસની   ઉજવણીના ભાગ રૂપે   શાળાના પટાંગણમાં   દેશનો ૭૨ મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટની બાલ મંદિરથી માંડીને બાર સાયન્સ સુધીની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, તમામ શિક્ષકો તેમજ તમામ સ્ટાફ કર્મચારીઓ શાળાના વિશાળ મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના માનાર્હ મંત્રીશ્રી રશ્મિભાઈ જે. શાહ તથા અતિથિવિશેષ તરીકે ઘી જ્યુબિલી ઈન્સ્ટીટયુશનના માધ્યમિક વિભાગના કલા શિક્ષક અને ઉમરેઠ તાલુકાના ભા.જ.પ.પ્રમુખશ્રી વિમલભાઈ કે.પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટના મંત્રીશ્રી રશ્મિભાઈ જે. શાહે મુખ્ય મહેમાન   તરીકે ખાસ ઉપસ્થિત રહીને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વાલીની સંમતિથી ઉપસ્થિત રહેતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.                  ઘી ગર્લ્સ ઇન્સ્ટીટયુશનની ધોરણ ૧૦ અને ૧૨ ની વિદ્યાર્થી