Posts

Showing posts from December, 2019

ધોરણ ૧૧ એન ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ

Image
          ઉ મરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માંથી તારીખ ૨૪-૧૨-૨૦૧૯ ના ધોરણ ૧૧ એન ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ પોલો ના જંગલો અને શામળાજી ખાતે નો યોજાયો હતો. જેનો લાભ ત્રીસ વિદ્યાર્થીઓએ લીધો હતો. જેનો અહેવાલ અત્રે પ્રસ્તુત છે.   પ્રવાસ અહેવાલ પોલો ના જંગલો અને શામળાજી             તારીખ ૨૪-૧૨-૨૦૧૯ ના રોજ સવારે ૫:૩૦ કલાકે અમે સૌ સિકોતર માતાના મંદિરે ભેગા થયા.બધા વિદ્યાર્થીઓં અને શિક્ષકો આવી ગયા પછી રણછોડરાયનું નામ લઈને અમે ૬:૦૦ કલાકે શામળાજી જવા નીકળ્યા. બધા વિદ્યાર્થીઓં આ પ્રવાસનો આનંદ માણવા માટે ખુબજ ઉત્સુક હતા.બસમાં બધાએ શરૂઆતથી જ ડાન્સ ચાલુ કર્યો,મસ્તી કરી અને લગભગ ૧૦:૦૦ કલાકે અમે શામળાજી પહોચ્યા.ત્યાંનું  મંદિર એટલું અદભુત હતું. મંદિરની કોતરણી પણ એટલી અદભુત હતી કે તેની કલ્પના પણ ન કરી શકાય.! અમે સૌએ મંદિરમાં દર્શન કર્યા, ફર્યા અને મંદિરને નિહાળ્યું. મંદિરની સ્વચ્છતાની પુરેપુરી કાળજી રાખતી હતી.દુર દુર ના પ્રવાસીઓં આ મંદિરને જોવા માટે ઉમટ્યા હતા.ત્યાંથી લગભગ ૨ કિ.મી જેટલું ચાલીને અમે એક મેશ્વો નદી પરના મેશ્વો ડેમને  જોવા ગયા.ત

યાદ રાખવાની તરકીબો...

(૦૧) વૌઠાને મળતી સાત નદીઓ : *હા સામે માવા ખાશે* હા : હાથમતી સા : સાબરમતી  મે : મેશ્વો મા : માજુમ વા : વાત્રક ખા : ખારી શે : શેઢી (૦૨) ગુજરાતની આઠ નગરપાલિકાઓ : *રાજુભા અમે જાસુ ગાંવ* રા : રાજકોટ જુ : જૂનાગઢ ભા : ભાવનગર અમે : અમદાવાદ જા : જામનગર સુ : સુરેન્દ્રનગર ગાં : ગાંધીનગર વ : વડોદરા (૦૩) ભારતના કૃત્રિમ સરોવરો: *ગોગાના કસમ* ગો : ગોવિંદસાગર (સતલજ) હિમાચલ પ્રદેશ ગા : ગાંધીસાગર (ચંબલ) મધ્યપ્રદેશ ના : નાગાર્જુન સાગર (કૃષ્ણા) આંધ્રપ્રદેશ ક : કૃષ્ણરાજ સાગર (કાવેરી) કર્ણાટક સ : સરદાર સરોવર (નર્મદા) ગુજરાત મ : મિઝામ સાગર (ગોદાવરી) તેલંગાણા (૦૪) ભારત સરકારની નવી નોટના ચિત્રો : *કોહરા સાલામ* કો : કોણાર્ક નું સૂર્યમંદિર ૱૧૦/- હ : હમ્પી નું સ્મારક ૱૫૦/- રા : રાણી ની વાવ (રાણકીવાવ) ૱૧૦૦/- સા : સાંચી નો સ્તૂપ ૱૨૦૦/- લા : લાલ કિલ્લો ૱ ૫૦૦/- મ : મંગળયાન ૱૨૦૦૦/- (૦૫) ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો : *તારા કાન કોક કાપે* તા : તારાપુર (મહારાષ્ટ્ર) રા : રાવતભાટા (રાજસ્થાન) કા : કાકરાપાર (ગુજરાત) ન : નરોરા (ઉત્તરપ્રદેશ) કો : કોટા (રાજસ્થાન) ક : કલ્પકમ (તમિલન

ન ખોફ, કાળા પાટીયાનો...

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો ! તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો ! ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો ! ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો ? લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્નનો જવાબ લખો ! ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો ! લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની બધા તમારા આપઘાતના હિસાબ લખો ! આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો ? તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો ! – રમેશ પારેખ

વાલી-શિક્ષકો માટે મહત્વનો સંદેશ...

*દરેક વાલી મિત્રો 2 મીનીટ નો સમય કાઢી અચૂક વાંચો* Do NOT  Miss .................... બાળકો જ્યારે  .. આશોભનીય વર્તન કે વ્યવ્હાર કરે .. ત્યારે  તમારા ..૩૨ દાંત બતાવી હસવાનું ન રાખો😠 તમારા ૩૨ દાંત જોઈ બાળક વધારે પ્રોત્સાહિત થાય છે.. ૫૦ થી ૬૦ વર્ષ પહેલાં ઘરમાં એક પ્રકારની મમ્મીની કે પપ્પાની ધાક હતી..... સ્કૂલ મા શિક્ષકો ની ધાક હતી.... ઘરમાં માઁ બાપનો હાથ અને સ્કૂલમાં ટીચરની લાકડી ઉપડતી જ્યારથી બંધ  થઈ ત્યાર થી પોલીસ ની લાકડીઓનો માર વધી ગયો...ભાષા ઉપર નું નિયંત્રણ જતું રહ્યું... એવું ન વિચારતા એ સમયે વડીલોને બાળકો ઉપર પ્રેમ ન હતો.  અરે પ્રેમ તો એટલો હતો કે એ સમયે ઘરડાઘર નું પ્રમાણ નહીવત જેવું હતું હવે દરેક ચાર રસ્તે ઘરડાઘર ખુલવા લાગ્યા છે... કુમળા મગજ માં બાવળ વાવી કેરી ની અપેક્ષા કેવી રીતે રખાય...? ડિસિપ્લિન ઘરથી અને ઘડતર સ્કૂલ થી ચાલુ થાય છે. જેનો સ્પષ્ટ અભાવ સમાજવ્યવસ્થા ઉપર આજે દેખાઇ રહ્યો છે.... સમય પ્રમાણે ઘરમા આવી જવું. વડીલો સાથે સભ્યતાથી વર્તન વ્યવહાર કરવો.. ઘર ની બહાર નીકળીયે ત્યારે આંખ ના ઈશારાથી કંટ્રોલ કરવાની રીત માઁબાપ ની અનોખી હતી. બહાર તોફાન કરતા બા

संस्कृत व्यवहारिक शब्दावली...

1. *अन्नवर्ग - अन्नों के नाम* अणुः - बासमती चावल अन्नम् - अन्न आढ़ की- अरहर कलायः- मटर कोद्रवः - कोदो गोधूमः-गेहूँ चणकः- चना चणकचूर्णम्- वेसन चूर्णम् - आँटा तण्डुलः - चावल तिलः - तिल द्विदलम्- दाल धान्यम् - धान प्रियंगुः – बाजरा मसूरः – मसूर माषः – उड़द मिश्रचूर्णम् – मिस्सा आटा मुद् गः – मूँग यवः – जौ यवनालः – ज्वार रसवती- रसोई वनमुद्गः- लोभिया व्रीहिः – धान शस्यम् - अन्न (खेत में विद्यमान) श्यामाकः – सावां सर्षपः – सरसों 2. *आयुध वर्ग- अस्त्रों शस्त्रों के नाम* आयुधम् - शास्त्र-अस्त्र आयुधागारम् - शास्त्रागार आहवः- युद्ध कबन्धः - धड़ करबालिका - गुप्ती कारा - जेल कार्मुकम् - धनुष कौक्षेयकः - कृपाण गदा - गदा छुरिका - चाकू जिष्णुः - विजयी तूणीरः - तूणीर तोमरः - गँड़ासा 2 धन्विन् – धनुर्धर प्रहरणम् - शस्त्र प्रासः - भाला वर्मन् - कवच विशिखः - बाण वैजयन्ती - पताका शरव्यम् - लक्ष्य शल्यम् - वर्छी सायुंगीनः - रणकुशल सादिन् - घुड़सवार हस्तिपकः – हाथीवान 32. *सर्वनाम वर्ग* कदा--कब, यदा--जब, सदा (सर्वदा)---हमेशा, एकदा--एक समय, तदीयः

झगडा़लु मेंढक...

एक कुएं में बहुत से मेढक रहते थे। उनके राजा का नाम था गंगदत्त। गंगदत्त बहुत झगडालू स्वभाव का था। आसपास दो तीन और भी कुएं थे। उनमें भी मेढक रहते थे। हर कुएं के मेढकों का अपना राजा था। हर राजा से किसी न किसी बात पर गंगदत्त का झगडा चलता ही रहता था। वह अपनी मूर्खता से कोई गलत काम करने लगता और बुद्धिमान मेढक रोकने की कोशिश करता तो मौका मिलते ही अपने पाले गुंडे मेढकों से पिटवा देता। कुएं के मेढकों में भीतर गंगदत्त के प्रति रोष बढता जा रहा था। घर में भी झगडों से चैन न था। अपनी हर मुसीबत के लिए दोष देता। एक दिन गंगदत्त पडौसी मेढक राजा से खूब झगडा। खूब तू-तू मैं-मैं हुई। गंगदत्त ने अपने कुएं आकर बताया कि पडौसी राजा ने उसका अपमान किया हैं। अपमान का बदला लेने के लिए उसने अपने मेढकों को आदेश दिया कि पडौसी कुएं पर हमला करें सब जानते थे कि झगडा गंगदत्त ने ही शुरु किया होगा। कुछ स्याने मेढकों तथा बुद्धिमानों ने एकजुट होकर एक स्वर में कहा “राजन, पडौसी कुएं में हमसे दुगने मेढक हैं। वे स्वस्थ व हमसे अधिक ताकतवर हैं। हम यह लडाई नहीं लडेंगे।” गंगदत्त सन्न रह गया और बुरी तरह तिलमिला गया। मन ही मन में

गधा रह गधा ही...

एक जंगल में एक शेर रहता था। गीदड उसका सेवक था। जोडी अच्छी थी। शेरों के समाज में तो उस शेर की कोई इज्जत नहीं थी, क्योंकि वह जवानी में सभी दूसरे शेरों से युद्ध हार चुका था, इसलिए वह अलग-थलग रहता था। उसे गीदड जैसे चमचे की सख्त जरुरत थी जो चौबीस घंटे उसकी चमचागिरी करता रहे। गीदड को बस खाने का जुगाड चाहिए था। पेट भर जाने पर गीदड उस शेर की वीरता के ऐसे गुण गाता कि शेर का सीना फूलकर दुगना चौडा हो जाता। एक दिन शेर ने एक बिगडैल जंगली सांड का शिकार करने का साहस कर डाला। सांड बहुत शक्तिशाली था। उसने लात मारकर शेर को दूर फेंक दिया, जब वह उठने को हुआ तो सांड ने फां-फां करते हुए शेर को सीगों से एक पेड के साथ रगड दिया। किसी तरह शेर जान बचाकर भागा। शेर सींगो की मार से काफी जख्मी हो गया था। कई दिन बीते, परन्तु शेर के जख्म टीक होने का नाम नहीं ले रहे थे। ऐसी हालत में वह शिकार नहीं कर सकता था। स्वयं शिकार करना गीदड के बस का नहीं था। दोनों के भूखों मरने की नौबत आ गई। शेर को यह भी भय था कि खाने का जुगाड समाप्त होने के कारण गीदड उसका साथ न छोड जाए। शेर ने एक दिन उसे सुझाया “देख, जख्मों के कारण मैं दौ

હતાશાને ખંખેરીને...

ધી જ્યુબિલી પરિવાર વતી પોઝીટીવ વિચાર : ધોરણ 10 અને 12નીપરીક્ષા આપવા થનગની રહેલાં તમામ પરીક્ષાર્થી ભાઈ-બહેનો અને તેમના વાલીઓને સમર્પિત... પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ કહ્યું છે કે જયારે માબાપ પોતાની અતૃપ્ત ઈચ્છા સંતાન પાસે પૂરી કરાવવાની ઘેલછા રાખે છે ત્યારે તેમાંથી આપઘાત જેવા અનિષ્ટનો જન્મ થાય છે. જે વિદ્યાર્થીઓ દસમા ધોરણની પરીક્ષા આપવાના છે એ લોકોની જાણ ખાતર કે તમે ડિપ્લોમા કરવાના હોય તો ઠીક છે બાકી તમારી દશમાની માર્કશીટ જન્મ તારીખના દાખલા સિવાય બીજે ક્યાંય કામ આવવાની નથી.માટે પરીક્ષાનું જરાય બર્ડન રાખશો નહીં. સચિન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયા હતા અને આજે મહારાષ્ટ્ર બોર્ડના દશમાં ધોરણમાં સચિન ઉપર એક પાઠ ભણવામાં આવે છે. અમિતાભ બચ્ચન રેડીઓની પરીક્ષામાં ફેઈલ થયા હતા અને આજે આખી દુનિયા બચ્ચનસાહેબના અવાજ ઉપર ફીદા છે. પૂજ્ય મોરારીબાપુ દશમામાં ત્રણ વખત નાપાસ થયા હતા પરંતુ આજે ત્રણ વખત પીએચ.ડી. કરેલા લોકો પણ પૂજ્ય બાપુને નવ-નવ દિવસ સુધી પલાઠીવાળીને સાંભળે છે. મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, બિલ ગેટ્સ, ધીરુભાઈ અંબાણી વગેરે મહાનુભાવો પણ નાપાસ થયા હતા અથવા ઓછા માર્ક

100 ની કમાલ ...

100(સો)...ની કમાલ જુઓ. *100લે* ફિલ્મ છે *100નલ* નામ છે *100લંકી* અટક છે *100ની* પણ અટક છે *100નેરી* કલર છે *100ડા* પીવાય છે *100ફા* પર બેસાય છે *100નું* પહેરાય છે *100નપરી* હોય છે *100ય* થી સિવાય છે *100મ* એક વાર છે *100બત* એવી અસર હોય છે *100ની* નોટ હોય છે *100દા* શેર માર્કેટ માં થાય છે *100પારી* પાન મા ખવાય છે *100મનાથ* મંદિર છે *100ફ્ટ* ડ્રિન્ક પીવાય છે અને તમને હેરાન કરી ને *100રી* પણ કહેવાય છે અને છેલ્લે... યુ આર *100સ્વીટ* પણ કહેવાય છે...

વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ...

Image
                  ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં ૧ લી  ડીસેમ્બરના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠના સહયોગથી વિશ્વ એઇડ્સ દિવસને તરુણાવસ્થા દરમ્યાનની સમસ્યાઓ, HIV અને એઇડ્સ   વિષે જનજાગૃતિ લાવવાના હેતુસર વિધ્યાર્થીઓ અનુલક્ષીને વિવિધ અને અલગ અલગ કાર્યક્રમો  યોજવામાં આવ્યાં હતાં. આ માટે ટીમ લીડર તરીકે શ્રી આર.આઈ.દવે, આ કાર્યક્રમના સુપરવાઈઝર, શ્રીમતી રીનલ પરમાર અને શ્રી હિતેષભાઈ વા ળા ના માર્ગદર્શન હેઠળ નીચે મુજબના કાર્યક્રમો રાખવામાં આવ્યાં હતાં. 1.શાળાની પ્રાર્થનાસભામાં એચ.આઈ.વી. અને એઇડ્સ વિષે પ્રવચનો રાખવામાં આવ્યા હતાં. 2. શાળાની પ્રાર્થનાસભામાં એચ.આઈ.વી. અને એઇડ્સ વિષે સૂત્રોચ્ચાર અને સ્લોગનો બોલાડવામાં આવ્યાં હતાં. ૩. શાળાની પ્રાર્થનાસભામાં એચ.આઈ.વી. અને એઇડ્સ વિષે પોસ્ટરો બતાવવા માં આવ્યા હતાં. 4. શાળાની પ્રાર્થનાસભામાં બાદ  વિધ્યાર્થીઓને રેલી સ્વરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી શરૂ કરીને ઉમરેઠના મુખ્ય માર્ગો પર લઈ જઈને સૂત્રોચ્ચાર અને સ્લોગનો બોલાડવામાં આવ્યાંહતાં. 5.રેલી બાદ પુનઃ ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં સભાનું આયોજન કરીન