Posts

Showing posts from April, 2021

ચાલો શબ્દો શીખીએ...

 🪁શબ્દભેદ – અર્થભેદ🪁 “।” કાનો અર્થાત્ “અ” ઉમેરાતા શબ્દોનો અર્થભેદ... 📚અબર – આકાશ                            📚અબાર – ઢગલો  📚અસમાન – અણસરખું                   📚આસમાન – આકાશ 📚આકર – પ્રમાણભૂત                       📚આકાર –આકૃતિ 📚ઉદર – પેટ                                    📚ઉદાર – દરિયાવ દિલનો 📚પરકાર – જાત                                  📚પરાકાર – કોટ, કિલ્લો 📚પરસાદ – કૃપા                                 📚પરાસાદ – મહેલ 📚હરમ – રાણીવાસ                          📚હરામ – અયોગ્ય રીતે મેળવેલું 📚મર્ધા / મહાપ્રાણ “ર” નો /; 📈જિહ્વામૂલ / મહાપ્રાણ  “ળ” થતાં શબ્દના અર્થમાં થતા ફેરફારો...📈 📚આરસ – સંગેમરમરનો પથ્થર            📚આળસ – એદીપણું 📚ઊછરવું –મોટા થવું                           📚ઊછળવું – કૂદવું   📚કઠોર – દયાહીન                               📚કઠોળ – દાળ અનાજ (દ્વિદળ) 📚ખરું – સાચું                                      📚ખળું – અનાજ મસળવાની જગ્યા 📚ગોર – પુરોહિત                                📚ગોળ – એક ગળ્યો ખાદ્ય પદાર્થ 📚દાર – પત્નીવાળું                              📚દાળ

વાલીશ્રીને એક પત્ર...

Image
એક આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓનો વાલીને પત્ર.... પ્રતિ વાલીશ્રી, નમસ્કાર...🙏 આપ અને આપનું બાળક કુશળ હશો.       આપણું બાળક છેલ્લાં એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના નામના ભયાનક રોગની મહામારી અને એનાં બિહામણાં સ્વરૂપ અને ખોફથી બચવા છેલ્લા એક વર્ષથી શાળામાં આવી શક્યું નથી. અમે પણ મજબૂર અને લાચાર છીએ કે એને અમે વધારે સમય અમારી શાળામાં બોલાવી શક્યા નથી.અમારી શાળા આપના પંખીડાઓ વિના સુની પડી ગઈ છે. છેલ્લાં એક વર્ષથી અમે શાળામાં ફરજપરસ્ત હોવાથી જોખમો ખેડીને પણ આવીએ છીએ. શાળામાં અને શાળાના મેદાનમાં અમને એક એવાં હજારો બાળકોના અવાજનો ભાસ થયા કરે છે અને ઘણી વાર અમારું હ્રદય ભાંગી પડે છે. ઘણા શિક્ષકોની આંખમાં ઝળઝળિયાં આવી જાય છે ! ઘણાંના હ્રદયમાં તમારા બાળકોને ન ભણાવી શકવાની વ્યથા છે. સવારથી સાંજ સુધી કલરવ કરતાં આ ફુલડાઓ ક્યાં સંતાઈ ગયા ? એવાં પ્રશ્નો અમને થયાં કરે છે. પણ કુદરતના આ કાળા કેર સામે અમે કાંઈ કરી શકીએ નહીં.      પણ વાલીશ્રી આપ ચિંતા ના કરતા. કોઈ વસ્તુ કાયમ નથી રહેતી. કાલ સવાર પડશે ને સોનાનો સૂરજ ફરી ઉગશે. ફરી આપણે સાથે મળી આ અદ્રશ્ય શત્રુને મ્હાત કરીશું અને ફરી આપણે વિજેતા બનીશ

ધોરણ 9 અને ધોરણ 11માં માસ પ્રમોશન...

Image
 *રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય... *રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે  રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે*.

ધોરણ 10 અને ધોરણ 12 નું શિક્ષણકાર્ય અને પરીક્ષા સ્થગિત

Image
 *રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય* *રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે*. *રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે*. *આ  નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે*. *રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે  રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે*. .....

ધોરણ 10 ની શાળા કક્ષાએ લેવાની કોમ્પ્યુટર વિષયની પરીક્ષા મુલત્વી...

Image
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ 14.4.21 પરિપત્ર મુજબ ધોરણ 10 ની શાળા કક્ષાએ લેવાની થતી પરીક્ષા પૈકીની કોમ્પ્યુટર વિષયની આજ રોજ તારીખ 15.4.21 ના રાખેલી પરીક્ષા હાલ પૂરતી મુલત્વી રાખવામાં આવે છે. હવેથી આ પરીક્ષા માટે બોર્ડમાંથી સૂચના મળ્યાં મુજબ નવી તારીખ જાહેર કરવામાં આવશે.  

સંઘર્ષથી સફળતા સુધી...વેબીનારમાં જોડાવા અપીલ...

 🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈 *ખુશખબર . . . ખુશખબર . . .* SSC, HSC અને અભ્યાસ કરતાં વિદ્યાર્થી તેમજ વાલીઓને પરીક્ષાના ડર, ટેન્શન, ડીપ્રેશન અને ચિંતા દુર કરવા તેમજ પરીક્ષાને લગતી સમસ્યાઓના સમાધાન માટે . . . BAPS સ્વામીનારાયણ સંસ્થાના વિદ્વાન સંત, આંતરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર  *પૂજ્ય જ્ઞાનવત્સલસ્વામી* તારીખ 11.4.2021, રવિવારે રાત્રે 7.30 કલાકે  *“Success Through Struggle... સંઘર્ષથી સફળતા સુધી...“* લઈ જવા માર્ગદર્શન  Live Webinar દ્વારા આપશે. 👉 *વેબીનાર રજીસ્ટ્રેશન માટે :* www.mectv.org/register  👉 *વેબીનારમાં જોડાવા માટે :* www.mectv.org/live આ મેસેજ આપના સગાસ્નેહી, મિત્રમંડળ, શિક્ષકો તથા વિદ્યાર્થી મિત્રોને ફોરવર્ડ કરવા વિનંતી, તેમજ સોશિયલ મીડિયામાં વધુમાં વધુ મેસેજ મોકલી, વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ મેળવે, તેના માટે પ્રયત્ન કરવા વિનંતી. 🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈

વિદ્યાર્થીઓને આપો સ્વતંત્રતા...

 *જંગલની શાળાનું પરિણામ આવ્યું...!!??*          બન્યું એવું કે જંગલના રાજા સિંહે જાહેર કર્યું કે હવેથી કોઈ પણ જંગલના પ્રાણીઓ અભણ નહીં રહે.  દરેક પ્રાણીએ તેના બાળકને શાળાએ મોકલવા જ જોઇએ.  રાજા સાહેબની શાળા દરેકને અભ્યાસનુ  પ્રમાણપત્ર વિતરણ કરશે.        બધા બાળકો શાળાએ જાય છે.  હાથીનું બાળક પણ આવ્યું, સિંહનુ પણ આવ્યું, વાનરનુ પણ આવ્યું અને માછલી, સસલું ,કાચબા, ,ઊટ અને જિરાફનુ પણ આવ્યું.  પ્રથમ યુનિટ પરીક્ષા થાય છે, તો હાથીનું બાળક નિષ્ફળ ગયું.  "કયા વિષયમા નિષ્ફળ ગયું?"   "ઝાડ પર ચડવામાં નિષ્ફળ, બેબી હાથી."  "હવે શું કરવું?"  "ટ્યુશન મેળવો, કોચિંગમાં મોકલો."        હવે હાથીના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો કે અમારા બાળકને ઝાડ ઉપર ચડાવવું.       કેટલાક વર્ષો વીતી ગયા.  જ્યારે અંતિમ પરિણામ આવ્યું, ત્યારે હાથી, ઊટ, જિરાફ બધા નિષ્ફળ ગયા.  વાંદરાનો બાળક પહેલા આવ્યો.  પ્રિન્સિપાલે સ્ટેજ પર બોલાવીને મેડલ આપ્યો હતો.  વાંદરે ઉછળી ઉછળીને આનંદ વ્યક્ત કર્યો.  આ બાજુ અપમાનની લાગણીઓથી હાથીઓ, ઊટો અને જીરાફે તેમના બાળકોને ધમકાવ્યા.  તમને શાળામાં ખૂબ મોંઘું શિક્ષણ શીખ

ધોરણ 9 ના વર્ગો બંધ રાખવા અંગે...

Image
           શનિવાર તારીખ 3.4.2021 ના રોજ સરકારશ્રીના શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલી જાહેરાત મુજબ રાજ્યમાં વધી રહેલાં કોરોના સંક્રમણ, કોરોના દર્દીઓ અને ઉદભવિત સ્ફોટક પરિસ્થિતિને જોતાં તારીખ 5.4.21 ને સોમવારથી ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આપણી શાળામાં ધોરણ 9 ના વર્ગો બંધ રાખવામાં આવશે.આથી ધોરણ 9ના વિદ્યાર્થીઓએ શાળામાં આવવાનું રહેશે નહીં. ધોરણ 9 ના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને બાકીનો અભ્યાસક્રમ પૂરો કરી શકાય એ માટે ઓનલાઈન ટીચીંગ માટેના વોટ્સેપ ગૃપના સાયલન્ટ મોડમાંથી પુનઃ જીવિત કરીને એક્ટીવેટ કરી દેવામાં આવ્યાં છે. જેનો લાભ ધોરણ 9ના વિદ્યાર્થીઓએ અચૂક લેવો.જો કદાચ તમે આવા ગૃપમાંથી નીકળી ગયાં હો તો ફરીથી જોડાઈ જશો.              ધોરણ 10 થી 12 ના વર્ગો નિયમિત રીતે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ચાલુ છે.

શીખવનારને શીખવતી શાળા...

Image
 આણંદ કોલેજ ઓફ એજ્યુકેશન, આણંદના તાલીમાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણનો અનુભવ આપવાનો લ્હાવો...