Posts

Showing posts from November, 2020

ઈન્ટરવ્યુ અંગે માર્ગદર્શન શિબિર

Image
આપણી શાળાના ધોરણ 11 અને ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને આ શિબિરમાં ભાગ લેવાની ભલામણ કરવામાં આવે છે.  *સુવર્ણ તક* આણંદ જિલ્લાનાં યુવાનો તથા યુવતીઓ માટે રોજગારલક્ષી, *ઈન્ટરવ્યુ અંગે માર્ગદર્શન શિબિર* ૧૦ દિવસીય નિશુલ્ક તાલીમ (ઓનલાઇન વેબીનાર) સરકાર આયોજિત ઇન્ટરવ્યૂ માર્ગદર્શન તાલીમ વર્ગ, કે જેમાં ઉચ્ચ કક્ષાના ટ્રેનરો દ્વારા ઇન્ટરવ્યૂ કેવી રીતે પાસ કરવું તેની તાલીમ આપવામાં આવશે. [વય મર્યાદા: ૧૮થી૩૦ વર્ષ] *કોણ જોડાઈ શકે?* ધોરણ 8.10,12, સ્નાતક,અનુસ્નાતક યુવક-યુવતીઓ.. *ટ્રેનિંગ ની અવધિ :-*  ૨૮/૧૧ થી ૦૭/૧૨/૨૦૨૦, સમય સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦  (દૈનિક ૧ કલાક) *તાલીમમાં કેવી રીતે જોડાઈ શકાય?* *7016879498*  નંબર ઉપર ફોન કરીને નીચેની માહિતી આપીને રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે.  【 નામ,ફોન નંબર(વોટ્સાપ નંબર),અભ્યાસ ,ઉંમર ,સરનામું.】 *રજિસ્ટ્રેશન ની અંતિમ તારીખ ૨૬/૧૧/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી* રજિસ્ટ્રેશન કરાવનારને whatsapp દ્વારા link અને પાસવર્ડ આપવામાં આવશે.

MYSY Scholarship...

 🚨 *MYSY Scholarship*🚨 *Jain Minority Help Desk - An Initiative of Jain Alert Group of India* *એન્જીનીયરીંગ અને મેડિકલ ના વિધાર્થી ખાસ ધ્યાન આપે.* મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજના ( MYSY ) ના ફોર્મ તા. 12.10.2020 થી ભરાવવાના શરૂ થઈ રહ્યા છે.  વહેલા માં વહેલી તકે ફોર્મ ભરી દેશો જે જૈન વિદ્યાર્થી ના 10 અને 12 ધોરણ માં 80 %(percentile) થી વધારે માર્ક્સ આવ્યા હોય અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સિવાયની સ્કૂલ કે કોલેજ માં એડમિશન મળ્યું હોય તેમને ગુજરાત સરકારની મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજના માં સ્કોલરશીપ મળી શકે છે.  ગત વર્ષે આ યોજના માં ઘણા વિદ્યાર્થી લાભ લઇ શક્યા હતા. *1.  મેડિકલ અને સંલગ્ન વિદ્યા શાખા માં* રૂ. 2.00 લાખ અથવા ફીના 50% બે માંથી જે ઓછું હોય તે ઉપરાંત 10,000  રૂ. પુસ્તક માટે મળી શકે છે. છોકરીઓ માટે આ ઉપરાંત કન્યા કેળવણી યોજના માંથી બાકીની ફી મળી શકશે. *2. એન્જીનીયરીંગ ને લગતી અન્ય શાખા માટે* રૂ. 50,000 અથવા ભરેલી ફીના 50 % બેમાંથી જે ઓછું હોય તે ઉપરાંત પુસ્તક માટે રૂ.5,000  *3. કોમર્સ ની વિવિધ શાખા જેવી કે BCA, BBA, BCOM,BSC વી.* માટે રૂ. 25,000 અથવા ભરેલી ફી ના 50 % બેમાંથી જે ઓછું હોય

SOP પ્રમાણે શાળા ખોલવાની જાહેરાત...

Image
 =>>>  ટીવીમાંથી...👇 =>>> ABP Asmita Gujarati News 👇 ગાંધીનગર ગુજરાતમાં દિવાળી પછી ખુલશે સ્કૂલો, પણ વિદ્યાર્થીઓને સરકારે શું આપી મોટી રાહત? શાળાએ કઈ પ્રોસિઝર કરવી પડશે? સ્કૂલોએ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા માટે વાલીઓની લેખિત મંજૂરી લેવી પડશે. આ માટે ગુજરાત સરકાર સ્કૂલોને ફોર્મ આપશે. જે વાલીઓ પાસે ભરાવવાનું રહેશે. ગાંધીનગરઃ ગુજરાત સરકારે દિવાળી પછી 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં શિક્ષણ કાર્ય ચાલુ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ની સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યોની તમામ કોલેજોમાં પણ શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજો ઉપરાંત અંતિમ વર્ષના વર્ગો શરૂ કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કૂલોએ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા માટે વાલીઓની લેખિત મંજૂરી લેવી પડશે. આ માટે ગુજરાત સરકાર સ્કૂલોને ફોર્મ આપશે. જે વાલીઓ પાસે ભરાવવાનું રહેશે. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓ

દિવાળી પછી શાળા ખુલવા અંગે અનિશ્ચિતતા

Image