Posts

Showing posts from May, 2022

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ એનાલિસીસ

Image
( માર્ચ 2022 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ એનાલિસીસ ) * ઓનલાઈન પરિણામ તા 12.5.22 * ઓફલાઇન પરિણામ તા 21.5.22 * પરિણામ વિતરણ તા 23.5.22 * બોર્ડનું પરિણામ 72.02 % * ગૃપ એ પરિણામ 78.40 % * ગૃપ બી પરિણામ 68.58 % * આણંદ જિલ્લાનું પરિણામ 62.60 % * આણંદ કેન્દ્રનું પરિણામ 59.95 % * શાળાનું પરિણામ 27.27 % કુલ વિદ્યાર્થીઓ 22 પરીક્ષામાં બેઠાં 22 પાસ 6 નાપાસ 16 * ત્રણ વિધાર્થીઓ બે વિષયમાં નાપાસ થયેલ હોવાથી જુલાઈ 2022 ની પૂરક પરીક્ષા આપી શકશે. *પ્રથમ ત્રણ નંબરો* 1. દવે સુનિલકુમાર ગોપાલભાઈ ( 419/650 ) 2. પરમાર મનીષાબેન ભલાભાઈ ( 385/650 ) 3. રાજપૂત મહાવીરસિંહ ભવાનીસિંહ ( 364/650 ) *વિષયવાર પરિણામ* કેમેસ્ટ્રી 22.72 % ફીઝીક્સ 22.27 % બાયોલોજી 36.84 % મેથ્સ્ 66.66 % અંગ્રેજી 90.90 % સંસ્કૃત 75.00 % કૉમ્યુટર 40.00 % * આમ આ વર્ષે શાળાનું પરિણામ ઘણું ઘણું જ નિરાશાજનક અને ચિંતાજનક આવેલ છે. કદાચ શાળાના ઈતિહાસમાં પ્રથમવાર આટલું ઓછું પરિણામ આવેલ છે. * તેમ છતાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને તથા સારું પરિણામ લાવનાર શિક્ષકોને શાળા પરિવાર વતી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. * અને નાપાસ થનાર વિદ્યાર્થીઓ હાર્દિ

વેકેશન અંગે માર્ગદર્શન...

Image
  સુજ્ઞ વાલી તથા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠના આચાર્યશ્રીના નમસ્કાર...🙏 મિત્રો સરકારની સૂચના મુજબ શાળામાં તારીખ 9.5.22 થી ઉનાળાનું વેકેશન શરુ થતું હતું.પરંતુ વિદ્યાર્થીઓને નવીન ધોરણના પાઠય પુસ્તકો, વર્ગો, અભ્યાસક્રમ, શિક્ષકશ્રીઓ અને શાળાના વાતાવરણથી પરિચિત થાય એ હેતુઓ સાથે તારીખ 9.5.22 થી તારીખ 14.5.22 સુધી ધોરણ 10 અને ધોરણ 12 ના વધારાના વર્ગો શાળામાં ગોઠવવામાં આવ્યા હતાં.અને રોજ 8.00 થી 10 30 સુધી 4 તાસનું શૈક્ષણિક કાર્ય થતું હતું. પરંતુ અમારા આ આયોજનને આપના તરફથી જોઈએ એવો પ્રતિભાવ મળ્યો નથી.આશા છે કે જે વિદ્યાર્થીઓએ આ વર્ગોનો લાભ લીધો છે એમને ચોક્કસ લાભ થશે જ. વાત રહી વેકેશનની... આ વેકેશન તારીખ 12.6.22 ના રોજ પૂર્ણ થશે અને શાળાઓ તારીખ 13.6.22 થી પુન: શરૂ થશે.એ દરમિયાન આપના પુત્ર કે પુત્રી માટે કેટલાંક ઉપયોગી સૂચનો મોકલાવું છું.જેનો આપના પાલ્ય માટે યોગ્ય ઉપયોગ કરશો... *વેકેશન ગૃહકાર્ય* આપણું બાળક લગભગ  દસ જેટલા મહિના અમારી શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપની પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેશે. આપણા બાળક મ