Posts

Showing posts from August, 2023

નિબંધ સ્પર્ધકોનું સન્માન...

     ચરોતર પ્રદેશ આર્ય સમાજ, આણંદના ઉપક્રમે તારીખ 31.8.23 ને બુધવારે સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતી નિમિત્તે તથા આર્ય સમાજના 150 વર્ષ પૂર્ણ થવાં પ્રસંગે શ્રાવણી ઉપાક્રમ વિધિ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની શાળાઓમાં એક નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેનો વિષય હતો " મહર્ષિ દયાનંદજીની દ્રષ્ટિએ ભારતીય સંસ્કૃતિ " આ સ્પર્ધામાં શાળા કક્ષાએ પ્રથમ આવેલ ત્રણ વિધાર્થીઓને એન.કે.સોલંકી સભા ખંડમાં બોલાવીને ઉપાક્રમ વિધિ યજ્ઞમાં હાજરી, રોજડ નિવાસી સ્વામીશ્રી આચાર્ય દિનેશકુમારજીનું પ્રેરણાત્મક પ્રવચન અને ઈનામ વિતરણ સમારંભમાં સન્માન કરવામાં આવ્યું હતું.  ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ)ના ત્રણ વિધાર્થીઓ  1. સૈયદ અલ્લાઉદીન જે. ધોરણ 9 અ 2. કાજી મહંમદસિફાન આઈ. ધોરણ 10 અ 3. પુવાર સત્યજીતસિંહ એ. 10 અ

ચિત્ર પ્રદર્શન

 તારીખ 

સ્માર્ટ ક્લાસ ઉદ્ઘાટન

 તારીખ 

અંગ કસરત

 તારીખ 

ચિત્ર સ્પર્ધા

Image
     પ્રાચીન નગરી ઉમરેઠ અને એટલી જ પ્રાચીન ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન સ્કૂલ એની સ્થાપનાના 125 વર્ષ (શત રજત જયંતિ) ઉજવી રહી છે ત્યારે આખું વર્ષ ચાલનારા વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ પૈકી ચરણમાં તારીખ 26.8.2023 ના રોજ ઉમરેઠ શહેરની તમામ સ્કૂલોને આમંત્રણ આપીને એક ભવ્ય ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.      જેમાં ઉમરેઠમાં ભવિષ્યના આર્ટિસ્ટો તૈયાર થાય એ ઉદ્દેશથી યોજવામાં આવેલી આ સ્પર્ધામાં 125 બાળ કલાકારોને એકત્ર કરવાની સંભાવના સામે 12 સ્કૂલોમાંથી કુલ 77 વિધાર્થીઓ એમના સલાહકાર શિક્ષકો સહિત પધાર્યા હતાં.       નિર્ણાયક તરીકે તારાપૂર હાઈસ્કૂલના આચાર્ય, ગુજરાત રાજ્ય માધ્યમિક કલા શિક્ષક સંઘના પ્રમુખ અને ચિત્રકાર શ્રી પરેશભાઈ સેવક તેમજ ના ભૂતપૂર્વ કલા શિક્ષક શ્રી એ સેવાઓ આપી હતી.  સ્પર્ધાના ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન પદેથી બોલતાં શ્રી પરેશભાઈએ સંસ્થાના 125 વર્ષ ને ગૌરવશાળી સમય ગણાવીને સ્થાપકોની દીર્ઘ દ્રષ્ટિ, સંચાલકોના વ્યવસ્થાપન અને આચાર્યો સહિત તમામ કર્મચારીઓની નિષ્ઠાને બિરદાવતા એ પોતે પણ આ ગૌરવશાળી સમયના સહભાગી બન્યાં એનો આનંદ વ્યક્ત કર્યો હતો. સમાપન સમારોહમાં શ્રી સાહેબે તમામ સ્પર્ધકોના ચિત્ર