Posts

Showing posts from September, 2022

એક પ્રસંગ 108 નો...

Image
રોજની જેમ આજે તારીખ 29.9.22 ના રોજ પ્રથમ રીશેષ પછી શાળાના તમામ વર્ગો, સ્ટાફ રૂમો અને ગ્રાઉન્ડની ચહલપહલ અને સઘળાં સળવળાટ શમી ગયો હતો. સૌ પોત પોતાના કાર્યમાં તલ્લીન થઈ ગયાં હતાં. હું મારા નિત્ય ક્રમ મુજબ હાથ ધોઈને મારું લંચ લેવા ખુરશીમાં બેસીને ટીફીનનું ઢાંકણું ખોલું એ પહેલાં જ એક ચિંતાજનક બૂમ સાંભળી, " કિરીટકાકા, ચાલો...કોક છોકરો મૂતરડીમાં પડ્યો છે અને માથામાંથી લોહી નીકળે છે..." આ બૂમને પગલે કિરીટભાઈ હિતેશની પાછળ દોડીને સીધાં મૂતરડીએ પહોંચ્યા.હું પણ ટીફીન ખોલવાનું રહેવા દઈ લોબીમાં દેખાયેલ જય સરને ઈશારા વડે બોલાવી એ તરફ દોડ્યો... અમે બધાંએ જોયું તો ઉચ્ચતર માધ્યમિક વિભાગનો એટલે કે ધોરણ 11 કે 12 નો એક વિધાર્થી ટોઈલેટ બ્લોકના વચ્ચેના ભાગમાં બેભાન ચત્તાપાટ પડ્યો હતો.એની છાતી ધમણની જેમ ફુલતી હતી અને શ્વાસોશ્વાસ ઝડપી બની ગયો હતો. એનું શરીર થોડું ઉછાળા પણ મારતું હતું. મોંમાથી ફીણ પણ નીકળી ચૂક્યું હતું. હિતેશ, કિરીટભાઈ અને જય એને ઊંચકીને ટોઈલેટ બ્લોકના દરવાજા સુધી લઈ આવ્યા. હું હાંફળો ફાંફળો થઈ સ્ટાફ રૂમમાં હાજર મિત્રોને મદદ માટે બોલાવી લાવ્યો. છ સાત શિક્ષકો ભેગાં મળીને એની સેવા સુશ્ર

અભિભાવક દિન (વિજ્ઞાન પ્રવાહ)

Image
     ઉમરેઠની જૂની અને જાણિતી શૈક્ષણિક સંસ્થા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ ) ખાતે આજરોજ તારીખ 24.9.22 શનિવારે ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓના વાલીઓ માટે એક અભિભાવક સંમેલનનું ( વાલી મીટિંગ ) આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ ચાલીસેક જેટલાં ઉપસ્થિત વાલીઓનું વેલકમ ડ્રિન્ક ટી થી સ્વાગત કર્યા બાદ સૌનું હોલમાં સ્વાગત કરીને એક નાનકડી પ્રાર્થના તથા શાબ્દિક સ્વાગત અને અભિવાદન કરીને આજના કાર્યક્રમનો હેતુ શ્રીમતી જયાબેન એન. પટેલે સ્પષ્ટ કર્યો હતો.       બાદમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહના હેડ અને સંનિષ્ઠ શિક્ષક શ્રી વસંતભાઈ બી.ભરવાડે શાળામાં વિધાર્થીઓ માટે કરવામાં આવતી વિવિધ શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ, યુનિટ ટેસ્ટ, મોટીવેશ્નલ સ્પીચના કાર્યક્રમો, ઈજનેરી કોલેજો અને યુનિવર્સિટીની મુલાકાતો, અલગ અલગ ફેકલ્ટીમાંથી કારકિર્દીલક્ષી વક્તાઓના વક્તવ્યો વગેરેના થતાં આયોજનો અને અને દરેક વિધાર્થીઓની રખાતી પર્સનલ કેર અંગે વાલીશ્રીઓને માહિતગાર કર્યા હતાં. બાદમાં એમણે સૌ વાલીઓને એમના સંતાનો માટે આ બે વર્ષ ટેલિવિઝન અને મોબાઈલથી જાતે દૂર રહી એમને પણ દૂર રાખવા અપીલ કરી હતી.

हिन्दी दिवस मनाया गया

 १४ सितम्बरको पूरे भारतमें

એન.એસ.એસ. વિભાગની એક દિવસીય શિબિર

Image
     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ) ખાતે શાળાના એન.એસ.એસ વિભાગ દ્વારા આજે તારીખ 10.9.22 ના રોજ એકદિવસીય કેમ્પનું આયોજન આ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી એન.એચ.જાદવ વડપણ હેઠળ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.      એન.એસ.એસ.માં જોડાયેલાં વિધાર્થી સ્વયં સેવકો પૈકી 35 વિધાર્થીઓ તથા શાળાનો સમગ્ર સ્ટાફ આ શિબિરમાં સ્વયંભૂ રીતે જોડાયાં હતાં. પ્રારંભમાં પ્રાસંગિક ઉદબોધન અને સૂચનાઓ આપ્યા બાદ વિધાર્થીઓની પાંચ અલગ અલગ ટીમો બનાવીને હાજર રહેલ શિક્ષકોના માર્ગદર્શન મુજબ શાળા કમ્પાઉન્ડમાં ચોમાસા દરમિયાન ઊગી નીકળેલ ઘાસ, છોડોને દૂર કરવાની સફાઈ કામગીરી તથા અન્ય કચરો ઉઠાવી લેવાની કામગીરીઓ કરવામાં આવી હતી.      તમામ વિદ્યાથીઓએ શાળા સફાઈની આ કામગીરી ખૂબ જ ઉત્સાહ અને ધગશથી કરી હતી. શિબિરના અંતે આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓને આ સુંદર કામગીરીમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. શિબિરને અંતે સૌ અલ્પાહાર લઈને છૂટાં પડ્યાં હતાં. આ પ્રસંગે શાળાના કમ્પાઉન્ડમાં એક બોરસલ્લીનું ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના વ્યાયામ શિક્ષક શ્રી દક્ષેશભાઈ એમ.પટેલ દ્વારા અને બીજી