Posts

Showing posts from January, 2022

ત્રીજી લહેર-ધોરણ 1 થી 9ના વર્ગો...

 *રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે*  *પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય* ....... *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે*.  *મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે*.  *રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે*.  તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.  આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિ

શાળાનો વિધાર્થી જીલ્લા કક્ષાની ક્રિકેટ ટીમમાં

Image
અમારી શાળા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ )માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થીનું ખેડા જિલ્લા અંન્ડર ૧૯ ટીમમાં પસંદગી થયેલ છે. જે અમારી સ્કૂલમાં ધોરણ ૧૧ A માં અત્યારે અભ્યાસ કરે છે .જેનું નામ પ્રિયાંશું નરેન્દ્રભાઇ પરમાર છે. શાળા પરિવાર વતી પ્રિયાંશુને ખૂબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ...👏✌👍👌🌹🌹🌹

રાજ્ય કક્ષાએ પહોંચનાર દિવ્યરાજસિંહના અનુભવો...

Image
          તારીખ 25/12/2021 ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમત - ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના કમિશ્નર શ્રી તથા યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર ના ઉપક્રમે શ્રીમતી એસ. કે.મહેતા. હાઇસ્કૂલ, જગાણાના સહયોગથી જિલ્લા રમત ગમત કચેરી બનાસકાંઠા દ્વારા આયોજિત ઉત્તર ગુજરાત રાજ્ય કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધામાં મે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ તાલુકા તથા જિલ્લા ની સ્પર્ધાઓ માં સફળ થયા પછી હું રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પાલનપુર ખાતે ગયો હતો. જ્યાં 10 જિલ્લા ના 387 સ્પર્ધકો આવ્યા હતા.આ ઉત્સવ માં 60 જેટલા કલા,સાહિત્યના તજજ્ઞો એ સેવા આપી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી એ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ કરીને કરી હતી.તથા એસ.કે.મહેતા હાઈસ્કૂલ, જગાણાના પ્રિન્સીપાલ શ્રી કરસનભાઈ જરમોલે આભારવિધી કરી હતી. જિલ્લા રમતગમતની કચેરી બનાસકાંઠાના સમગ્ર સ્ટાફ હાઈસ્કૂલ, જગાણાના સમગ્ર સ્ટાફે તેમજ વ્યાયામ શિક્ષક હરેશભાઈ એ ભારે જહેમત ઉઠાવીને પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવને સફળ બનાવ્યો હતો. તેમાં સૌ પ્રથમ સવારે 11 વાગ્યે સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ હતી

73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી...

Image
          તારીખ 26 મી જાન્યુઆરી 2022. આ દિવસ એટલે અખંડ ભારત દેશનો પ્રજાસત્તાક દિવસ. અમારી શાળા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ) માં આ દિવસે ભારત દેશના 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધી જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત તમામ સંસ્થાઓના તમામ શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોયઝ હાઈસ્કૂલના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. ધ્વજ વંદનની મુખ્ય વિધી માટે ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવે સાહેબ અને માનાર્હ મંત્રીશ્રી રશ્મિકાંત શાહ પધારવાના હતા.પરંતુ શ્રી રશ્મિકાંતભાઈ નાદુરસ્ત તબિયતને કારણે પધારી શક્યા ન હતા.નક્કી કરેલ કાર્યસૂચિ મુજબ કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો હતો. ધોરણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનિઓએ પ્રાર્થના કરાવી હતી. બાદમાં શ્રી જે. આઈ. પરમાર ( આચાર્યશ્રી,ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન) સાહેબે ઉપસ્થિત તમામ મહેમાનો અને શ્રોતાગણનું હાર્દિક સ્વાગત કર્યું હતું. બાદમાં એમણે ઉપસ્થિત મહેમાનોનો પરિચય પણ કરાવ્યો હતો. એ પછી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળાના વ્યાયામ શિક્ષકશ્રી મુકેશભાઈ એ

માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ...

Image
          આજ રોજ અમારી શાળા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ ) ખાતે એસ.એસ.હોસ્પિટલ પેટલાદથી સાયકોલોજીસ્ટસ્ ની એક ટીમ પધારી હતી.રાષ્ટ્રીય માનસિક આરોગ્ય જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જન જાગૃતિ માટે આ ટીમમાં શ્રી પીન્કેશભાઈ સોલંકી, શ્રી ઈમદાદઅલી અને શ્રીમતી દિવ્યાબેન પધાર્યા હતા.આ લોકો અમારા વિદ્યાર્થીઓને માનસિક આરોગ્ય કેવી રીતે સાચવી શકાય અને માનસિક તનાવથી મુક્ત રહીને માનસિક ક્ષમતા કેવી રીતે વધારી શકાય એનાં વિશે પ્રવચન આપવાના હતા. એમની વિનંતીને ધ્યાનમાં રાખીને આચાર્ય તરીકે મેં એમને ધોરણ ૧૧ અને ધોરણ 12 ના વર્ગોમાં આ કાર્યક્રમ ગોઠવી આપ્યો હતો. લગભગ ૫૦ જેટલા વિધાર્થીઓની હાજરીમાં આ ત્રણેય મિત્રોએ સરસ રીતે વિદ્યાર્થીઓને માનસિક આરોગ્ય સાચવવું અને માનસિક નબળાઈઓથી કેવી રીતે મુક્ત થવું એના વિશે સુંદર માહિતી આપી હતી.એમના પ્રવચન બાદ એમણે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી પણ રાખી હતી. પ્રશ્નોત્તરીનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો અને તેમને લાગુ પડતા પ્રશ્ન પૂછ્યાં હતાં.જેનાં આ મિત્રોએ ખૂબ જ સુંદર રીતે જવાબ આપ્યા હતા. આમ અમારી શાળાના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમથી માનસિક આરોગ્ય સાચવવું અને માનસિક ક્ષમતા ક