Posts

Showing posts from November, 2019

ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશન,ઉમરેઠમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર...

Image
          ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશન,ઉમરેઠના સભાખંડમાં તારીખ 28.11.19 ના રોજ આણંદની વી કેર ફાઉન્ડેશન, NGO દ્ધારા કો-ઑર્ડીનેટરશ્રી રૂબીનાબેન વહોરાની નિશ્રામાં ધોરણ-10 અને 12ના વિધ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું છેલ્લા બે તાસમાં આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે તાસમાં યોજાયેલ આ સેમિનારની શરૂઆત સૌએ સામૂહિક શ્લોક ગાનથી કરી હતી. શ્રી કમલેશભાઈ ગાંવિતે સેમિનારના આયોજક અને સંચાલિકા શ્રી રૂબીનાબેન વહોરાનો પરિચય આપ્યો હતો. બાદમાં શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે તેમનું શાબ્દિક તેમ જ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. શ્રી રૂબીનાબેને એમની આગવી શૈલીમાં, રસપ્રદ રીતે વિધ્યાર્થીઓને કેરીયર એટલે શું ? થી શરૂ કરીને ઉપલબ્ધ કેરીયરમાંથી કયું પસંદ કરવુ એની પાંચ મુદ્દાની ફોર્મ્યુલા બતાવી હતી. અંત્યત રસપ્રદ સેશન બાદ વિધ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ પણ બતાવ્યો હતો.           આ વર્ગોના વિષય શિક્ષકો સહિત ફ્રી હોય એ તમામ શિક્ષકો આયોજન અને વ્યવસ્થા માટે ઉપસ્થિત રહ્યા હતાં.એન્કરીંગ અને આજના કાર્યક્રમનો અહેવાલ શ્રી કમલેશભાઈ બી.ગાંવિતે તૈયાર કર્યો હતો. આભારવિધિ શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ આઈ.પટેલિ

પ્રેરણાદાયી વાતો-1 જીવનનું રહસ્ય...

તમે એકલા આવ્યા છો? ડૉક્ટરે પૂછયું. "સમજી ગયો, મારો બ્રેઈન રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, એ જે હોય તે તમે મને કહી શકો છો, મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું." ભાવેશે જવાબ આપ્યો. ભાવેશ મારો પડોશી હતો.બાજુની સોસાયટીમાં રહેતો હતો.પણ અમારી કમ્પાઉન્ડ વોલની દિવાલ એક જ. 'ભલે ત્યારે. તમને બ્રેઈન ટ્યૂમર છે. યોર ટ્યૂમર ઈઝ ઈનઓપરેબલ. સાંભળીને ભાવેશને આંચકો લાગ્યો. જિંદગીનાં કીમતી વર્ષો બિઝનેસ જમાવવામાં જ ખર્ચી નાખ્યાં હતાં. સારો સમય આવ્યો ત્યારે જ માઠા સમાચાર મળ્યા. 'ડોક્ટર, મારી પાસે કેટલાં વર્ષો છે?’ ડૉક્ટર: વર્ષો નહીં, માત્ર થોડાક મહિ‌ના જ બચ્યા છે. વધુમાં વધુ છ... ભાવેશ શાહ ભાંગી પડયા. હાથમાં રિપોર્ટ લઈ ધીમે ડગલે બહાર નીકળ્યા. એક પળમાં તો વીતેલું આખું જીવન આંખો સામેથી પસાર થઈ ગયું. એમની નજરમાં પોતાની જે તસવીર ઊભરી એ કંઈ ખાસ વખાણવા લાયક ન હતી. કમાવાની લાયમાં ખાસ મિત્રો બનાવ્યા જ ન હતા. સંબંધો બધા પ્રોફેશનલ. સ્મિત પણ આલબમિયું. મનમાં હતું કે... એક વાર પચીસ-પચાસ કરોડ કમાઈ લઈશું પછી જિંદગીને સારી રીતે માણીશું. મહેફિલો જમાવીશું,

પરિણામ દિવસ ...

Image
            પરિણામ આપણા પરિશ્રમનો આયનો છે .અને આપણા કરેલાં કાર્યોના  પરિણામ ની આપણને આશા અને ઉત્સુકતા રહે છે.દિવાળીવેકેશન પહેલાં  આપણી શાળામાં લેવાયેલી ધોરણ નવ થી બાર ની અર્ધ વાર્ષિક પરીક્ષા  એ વિદ્યાર્થીઓએ કરેલ પરિશ્રમ હતો . અને આ પરિશ્રમ ના પરિણામની એમની આશા અને ઉત્સુકતાનો અંત તારીખ ૧૮.૧૧.૨૦૧૯ ના રોજ આવ્યો. આ દિવસે શાળામાં એમને એમની ઉત્તરવહીઓ બતાવવામાં આવી. સાથે સાથે તેમની ખામીઓ અને ઉણપો પ્રત્યે સભાન બનાવવાના આશયથી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું. આજ દિવસે ઐતિહાસિક કહી શકાય એ રીતે એક જ દિવસમાં શાળાના શિક્ષકોએ  પરિણામ બનાવીને બીજે દિવસે વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું. પ્રસ્તુત છે કેટલીક ઝલક...... સંકલન અને રજૂઆત :- આચાર્યશ્રી જે.આઈ.પરમાર