Posts

Showing posts from June, 2021

સરકારી શાળા V/S ખાનગી શાળા

Image
લેખ - 1... હમણાં હમણાં ખાનગી શાળાઓની ફી ઘટાડવા અથવા ફી માફી માટે વાલીઓ મેદાને પડયા છે. ભાઈ શું કામ ફી ઘટાડે?  લાખો રુપિયા ફી ભરનાર વાલીઓને ત્રણ મહીનાની ફી ભારે પડે છે? સરકાર શા માટે તમારી ફી ભરે? સરકારે તમને સરકારી શાળામાં મફત શિક્ષણની વ્યવસ્થા આપેલી જ છે. ત્યાં તમારા બાળકને દાખલ કરી આવો ચોપડા અને યુનીફોર્મ પણ આપવામાં આવશે. પણ તમારે રુપિયા ખર્ચયાનો આત્મસંતોષ લેવો છે. સમાજમાં બેસીને મારા છોકરાની પોણાં બે લાખ ફી ભરુ છું એવું ગૌરવ લેવું છે. તો એ ગૌરવ લેવાનો ચાર્જ આપવો જ પડશે. તમારા બાળકને સંજવારી કાઢતા કે પોતુ કરતાં નથી શીખવવું અથવા નાનપ અનુભવવી છે તો તેમની સફાઈના પૈસા પણ તમારે ચુકવવા પડશે જ. બગીચામાં પાણી પાવા કે બે ચાર રોપાં વાવવા ગારાવાળા હાથ નથી થવા દેવા તો તેનો પણ ચાર્જ ચુકવવો પડશે. મધ્યાહન ભોજનની ખીચડી તમારાં છોકરાંને નહીં ભાવે તો કેન્ટીનનું બીલ ભરવું પડે. એકાદ કિમી તમારું છોકરું નથી ચાલી શકતું તો વાહન ભાડું ચુકવો. રુપિયાના જોરે શિક્ષકો અને શાળાને ખરીદી શકતા હોય તેવા અહોભાવથી રોફ જમાવનાર મા-બાપ એમના બાળકો પાસે વડીલો પ્રત્યે આદર અને વિનમ્રતાની અપેક્ષા રાખવી અસ્થાને છે. આ આખી પ્રક્રિય

All Photoes/ ફોટાનો સંગ્રહ

Image