Posts

Showing posts from October, 2021

No Plastic please...

પ્લાસ્ટિક આપણા જીવનમાં એટલું વણાઈ ગયું છે કે આજના સમયમાં એને જુદું કરવું લગભગ અશક્ય છે. પાણીની બોટલોથી લઇ ઘર વપરાશની લગભગ બધીજ આઇટમો પ્લાસ્ટિકની બની ગઈ છે.  વિદેશોમાં તો રીતસર પ્લાસ્ટિકના ઉપયોગ પર રિસર્ચ થતાં રહે છે અને એમના રિપોર્ટ્સ પણ પ્રકાશિત થાય છે. એટલુંજ નહીં ઘણીબધી જગ્યાએ તો લોકોને પ્લાસ્ટિકની વસ્તુઓ કયા સંજોગોમાં  કેવી રીતે વાપરવી એના ક્લાસ લેવાય છે અને લોકો, ખાસ કરી ગૃહિણીઓ, પૈસા ભરી આ ક્લાસીસ કરે છે. ભારતમાં ક્યાંક આવું થાય છે કે નહીં એની મને ખબર નથી. પ્લાસ્ટિક ઘણા બધા કેમીકલોના મિશ્રણથી બને છે. પ્લાસ્ટિકના બનેલા કોઈ વાસણ, કપ, ગ્લાસમાં અગર કોઈ ખાવા, પીવાની વસ્તુ ગરમ કરવામાં આવે, ખાસ કરી માઇક્રોમાં તો એમાં રહેલાં કેમીકલો પીઘળીને આપણી ખાવા, પીવાની વાનગીઓમાં મિક્સ થાય છે. આ કેમિકલના પાર્ટિકલ્સ આપણા શરીરમાં જઈને લાંબે ગળે અલગ, અલગ પ્રકારના કેન્સરની બીમારીઓ કરે છે છે આ વાત ઈન્વાઇરોમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી નામક એક જર્નલમાં પ્રકાશિત લેખમાં કરવામાં આવી છે. આ લેખમાં એ પણ જણાવાયું છે કે આની સૌથી મોટી અને ખરાબ અસર મહિલાઓ અને નાના બાળકો પર થાય છે. ખાસ કરી ગર્ભવતી મહિલાઓ પર અને જન્મ

બે દિગ્ગજોનો વિદાય સમારંભ

Image
 ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ ) ખાતે આજરોજ શાળાના ઑફિસ સુપ્રરિટેન્ડન્ટ શ્રી મગનભાઈ પટેલિયા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાનના શિક્ષક અને ભૂતપૂર્વ ઈન્ચાર્જ આચાર્યશ્રી આર.એમ.પટેલ સાહેબનો વિદાય સમારંભ યોજાયો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી

Image
         ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ખાતે સરકારશ્રીના આદેશ મુજબ તા. 10.10.21 થી તા. 23.10.21 સુધી "આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ શાળા કક્ષાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ પ્રમાણે નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, કાવ્ય ગાન અને ચિત્ર સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.તેમાં 53 જેટલાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.પ્રથમ નંબરના વિજેતાઓને QDC લેવલની સ્પર્ધાઓ માટે તા. 11.10.21ના રોજ થામણા મુકામે શાળાના શિક્ષકશ્રીઓ શ્રીમતી જે.એન.પટેલ અને શ્રી કે.બી.ગાંવિત લઈ ગયા હતાં. જ્યાં પંડ્યા દિવ્યતા મનુભાઈનો ચિત્રકલા સ્પર્ધામાં અને વણઝારા જોરાભાઈ ધનાભાઈનો કાવ્ય ગાન સ્પર્ધામાં પ્રથમ નંબર આવતાં એસ વી એસ/તાલુકા કક્ષાની સ્પર્ધાઓ માટે લાયક બન્યા હતાં. બાદમાં તારીખ 16.10.21 ના રોજ યોજાયેલ સ્પર્ધાઓમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની પંડ્યા દિવ્યતા મનુભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરતાં, જીલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે ક્વોલીફાઈ થઈ હતી. આ ઉપરાંત પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ હોવાથી પસંદગીના વિધાર્થીઓને પ્લાસ્ટિક મુક્ત અભિયાન વિષે તથા સ્વચ્છતા વિષે શ્રી ડી.સી.રોહિત દ્વારા મા