Posts

Showing posts from March, 2022

SSC/ HSC માર્ચ 22 પરીક્ષાઓનો પ્રારંભ...

Image
 

પરીક્ષાની પૂર્વ સંધ્યાએ...

Image
( ગયા વર્ષે તારીખ 28.3.2022 સોમવારથી) ( ગયા વર્ષે તારીખ 14.03.2023 મંગળવારથી ) તારીખ 11.3.2024 સોમવારથી આપ સૌની બોર્ડ એકઝામ શરૂ થઈ રહી છે, ત્યારે આપ સૌને પરીક્ષાની શુભેચ્છાઓ સહ શુભસંદેશ... Best of luck બધા જ દીકરા - દીકરીઓને ખુબ ખુબ શુભેચ્છા... આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે.  માતાપિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ... 💐💐💐💐💐💐                                  •••1••• કેટલીક ટિપ્સ... ૧. તમારો વિશ્વાસ દ્રઢ રાખો. ૨. પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો.એની એક વેરીફાઈડ ઝેરોક્ષ કોપી કઢાવીને ઘરે રાખો. ૩. કાંડા ઘડિયાળ અચૂક લઈ જાઓ. ૪. પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો. ૫. પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો. ૬. હોલ ટિકિટની સાચવણી રાખો. ૭. પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો. ૮. Exam પેડ સાથે રાખો. ૯.કમ્પાસમાં પૂરતાં અને સારા સાધનો રાખો.. બુઠ્ઠા અને જૂના સાધનો તકલીફ કરશે.  ૧૦. OMR શીટ ભરવાની હોય તો એમાં ઉતાવળ કરશો નહિ. ૧૧. Superviser સાહેબ તમને OMR શીટ ભરવામાં મદદ કરવાં તૈયાર

કાનૂની શિક્ષણ શિબિર...

Image
  ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી ગર્લ્સ ઈન્સ્ટિટયુશનમાં આજે શાળાની બાલિકાઓ માટે કાનૂની શિક્ષણ અને જાગૃતિ અંગેનો એક કાર્યક્રમ યોજાયો હતો. ઉમરેઠની કોર્ટમાંથી એક્ઝિક્યુટિવ જજ સાહેબો શ્રી લીમ્બચિયા સાહેબ અને તથા જાની સાહેબ શાળાની બાળાઓમાં જાગૃતિ માર્ગદર્શન માટે પધાર્યા હતા.બન્ને જજ સાહેબશ્રીઓએ વારાફરતી એમની આગવી શૈલીમાં પ્રવચન દ્વારા સ્ત્રીઓ,યુવતીઓ, મહિલાઓ,બાલિકાઓ માટે કયા કયા કાયદાઓ છે, કઈ કઈ કલમો છે તેમજ શોષણથી કેવી રીતે બચી શકાય, અપરાધથી કેવી રીતે બચી શકાય અને ભોગ બન્યા હોય તો તેની ફરિયાદ ક્યાં કરી શકાય વગેરે મુદ્દાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે બોયઝ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જે.આઈ.પરમાર પણ વિધાર્થીનિઓને પ્રોત્સાહિત કરવાં ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાના આચાર્ય શ્રીમતી ગીતાબેન પરમારે બંને જ મિત્રોનો આભાર માન્યો હતો.