Posts

Showing posts from January, 2020

ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિટયુશનમાં "સાયબર સિક્યુરિટી અવેરનેસ "કાર્યક્રમનું આયોજન...

Image
          ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિટયુશન, ( બોયઝ હાઇસ્કૂલ ) માં તારીખ ૨૪.૧.૨૦૨૦ ના રોજ વિદ્યાનગરની પ્રખ્યાત IANT સંસ્થા દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે "સાયબર સિક્યુરિટી અવેરનેસ "કાર્યક્રમનું આયોજન  શાળાના હોલમાં શ્રી ભગીરથભાઈ અને શ્રી નુસરતભાઈ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેનો લાભ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં મોબાઈલનો વધારે પડતો ઉપયોગ, સતત અને અસાવધાની પૂર્વકનું સર્ફિંગ કરવાથી થતું નુકશાન,અભ્યાસ પર થતી અસર અને ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચવું વગેરે જેવાં મુદ્દાઓનું  તલસ્પર્શી , ઊંડાણપૂર્વકનું અને ઉપયોગી જ્ઞાન અને માહિતી  વિડીઓ આ કેન્દ્ર દ્વારા આપવામાં આવી હતી.             IANT સંસ્થાના  ટેકનોલોજીકલ અવેરનેસ પ્રોગ્રામ  દ્વારા ઓડિઓ વિસ્યુઅલ માધ્યમથી ઉપરોક્ત બાબતો બહુજ સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ માહિતીથી સૌ પ્રભાવિત થયા હતાં.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ પટેલિયા  સાહેબે સાંભળી હતી. IANT સંસ્થાનો  આભાર શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી કે.સી.ચૌધરીએ માન્યો હતો. શાળાના આચાયશ્રી જે.આ

ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિટયુશનમાં વ્યસનમુક્તિ જાગૃતિનો કાર્યક્રમ...

Image
         ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિટયુશન, ( બોયઝ હાઇસ્કૂલ ) માં તારીખ ૨૪.૧.૨૦૨૦ ના રોજ વ્યસનમુક્તિ કાર્યક્રમના ભાગ રૂપે  શાળાના પટાંગણમાં ગાયત્રી પરીવાર ના શ્રી ડૉ.કિશન દવે અને શ્રી મનુભાઈ પટેલ  દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વ્યસનમુક્તિ માટે જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વ્યસન કરવાથી થતું નુકશાન,અભ્યાસ પર થતી અસર અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરવું તેની માહિતી વિડીઓ કેન્દ્ર દ્વારા આપવામાં આવી.            ગાયત્રી પરિવારના ટેકનોલોજીકલ વાહન દ્વારા ઓડિઓ વિસ્યુઅલ માધ્યમથી સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવેલી માહિતીથી સૌ પ્રભાવિત થયા હતાં.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના માધ્યમિક વિભાગના સુપરવાઈઝરશ્રી બી.આર.બામણીયા સાહેબે સાંભળી હતી. ગાયત્રી પરિવારનો આભારવિધિ શાળાના સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રી કે.સી.ચૌધરીએ કરી હતી.   સંકલન અને રજૂઆત :- આચાર્યશ્રી જે.આઈ.પરમાર

પ્રજાસત્તાક દિવસની ઉજવણી...26.1.2020

Image
ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન, ( બોયઝ હાઇસ્કૂલ ) માં તારીખ ૨૬.૧.૨૦૨૦ ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે  શાળાના પટાંગણમાં  દેશનો ૭૧ મો પ્રજાસત્તાક  દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ તમામ સ્ટાફ કર્મચારીઓ શાળાના વિશાળ મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શાળાના સિનીયર શિક્ષક અને વયનિવૃત્તિને આરે પહોચેલાં માનનીય  શ્રી સી.ડી. લાખાણી ના હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવેએ અતિથી વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. નિશ્ચિત કરેલાં સમય અને કાર્ય સુચિ પ્રમાણે રાષ્ટ્રઘ્વજને આન બાન અને શાનથી સલામી આપવામાં આવી હતી.સ્ટેજ પર બિરાજમાન બંને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ પરમારે મહેમાનોનો બધાને પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ બન્ને મહાનુભાવોનું પુષ્પગુચ્છથી શ્રી આર.એમ.પટેલ તથા શ્રી ડી.જી.પટેલ સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવેએ સમા