Posts

Showing posts from February, 2022

માતૃભાષા દિન...

 ગુજરાતી ભાષા નો જન્મ ઈ.સ. ૧૧૩૫ માં થયો. ગુજરાતી ભાષા નો સર્વ પ્રથમ વ્યાકરણ ગ્રંથ " સિદ્ધ હેમ શબ્દાનુશાસન" હતો જે ઈ.સ. ૧૧૩૫ માં લખાયો. ગુજરાતી ભાષા ની સર્વ પ્રથમ નવલકથા "ભરતેશ્વર બાહુબલી રાસ" હતી જે ઈ.સ. ૧૧૮૫ માં લખાઈ. વિસ્તૃત માં ઉત્તર : - પુર્વાધ (પૂર્વ ભુમિકા) : - તત્કાલિન સ્વતંત્ર રાજ્ય ગુર્જર પ્રદેશ (પ્રવર્તમાન ગુજરાત રાજ્ય) માં સોલંકી વંશ ના સંસ્થાપક અને પ્રથમ શાસક મુળરાજ સોલંકી (જન્મ : - ઈસવિસન ૯૪૦, મૃત્યુ :- ઈસવિસન ૧૦૦૮), (આયુષ્ય :- ૬૮ વર્ષ) ને તત્કાલિન સ્વતંત્ર રાજ્ય માળવા (પ્રવર્તમાન મધ્ય પ્રદેશ રાજ્ય) ના પરમાર વંશ ના આઠમા શાશક વાકપતિ મુન્જ (પૃથ્વી વલ્લભ) (જન્મ : - ઈસવિસન ૯૪૮ , મૃત્યુ :- ઈસવિસન ૧૦૧૦), (આયુષ્ય :- ૬૨ વર્ષ) ને પોત-પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માટે વિસ્તાર વાર ની નીતિ ને કારણે ઈ.સ. ૯૭૨ થી ઈ.સ. ૯૯૦ વચ્ચે ના ૧૮ વર્ષ માં લગભગ ૮ વાર યુદ્ધ થયાં હતાં. આ શત્રુતા તેમના વંશ ની આઠ-આઠ પેઢી સુધી ચાલતી રહી. અંતમાં સતત ૪૮ વર્ષ સુધી ગુજરાત રાજ્ય નું સ્થિર શાસન કરનાર, ગુજરાત ના ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખાતાં અને બર્બરીક જીષ્ણુ અને સિધ્ધરાજ એવા અનેક ઉપનામ

આજની પ્રેરણાત્મક વાર્તા...

                                  *સોબત* આલ્બર્ટ આઇન્સ્ટાઇનની "Theory of Relativity" ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો. એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે.  ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.  એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.  એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા.  છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.  ડ્રાઈવરે

સદગતની શાંતિ માટે શાળામાં પુણ્ય દાન

Image