Posts

Showing posts from May, 2023

ડીજીટલ શિક્ષણની શરૂઆત...

Image
     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ ખાતે આજરોજ ટ્રસ્ટ તરફથી કુલ 5 જેટલાં સ્માર્ટ ટીવીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો. ટ્રસ્ટ સંચાલિત બોયઝ હાઈસ્કૂલ અને ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના આચાર્યશ્રીઓએ આ સ્માર્ટ ટીવીના રિમોટ દબાવીને તમામ ટીવી વારાફરતી ચાલુ કરીને વિધાર્થીઓને અર્પણ કરવામાં આવ્યાં હતાં. એ પહેલાં શાળાની વિધાર્થીનિઓ તથા શ્રીમતી ગીતાબેન પરમારના વરદ હસ્તે શુભ ચોઘડિયાંમા કંકુ ચાંદલા અને સ્વસ્તિક દ્વારા ડીજીટલ શિક્ષણ સફળ થાય એ માટે અતિ આધૂનિક ટેકનોલોજી ધરાવતાં આ તમામ ટીવીની વિશ્વનિયંતાની સાક્ષીએ પૂજા અર્ચના કરવામાં આવી હતી.      શિક્ષણ રસપ્રદ બને એ માટે વિધાર્થીઓના વિશાળ હિતમાં આ ટીવી ઉપલબ્ધ કરી આપવા બદલ બન્ને આચાર્યશ્રીઓ ટ્રસ્ટી મંડળનો આભાર માન્યો હતો. ઉપસ્થિત શિક્ષકો અને વિધાર્થીઓએ આ અવસરને તાળીઓથી વધાવી લીધો હતો. 

જ્ઞાન સાધના પ્રખરતા શોધ કસોટી વિષે...

 ધોરણ ૮ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ ૯ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ધોરણ:- ૯ અને ૧૦ ના અભ્યાસ માટે રૂ. ૨૦,૦૦૦ + ૨૦,૦૦૦ = ૪૦,૦૦૦/- તેમજ ધોરણ ૧૧ અને ૧૨ ના અભ્યાસ માટે રૂ. ૨૫,૦૦૦ + ૨૫,૦૦૦ = ૫૦,૦૦૦ એમ કુલ ધોરણ ૯ થી ૧૨ સુધીના અભ્યાસ માટે રૂ. ૯૦,૦૦૦/- ની સ્કોલરશીપ મેળવવા માટેની ઉત્તમ તક...... ________________________ ઉપર મુજબની સ્કોલરશીપ મેળવવા ઇચ્છુક વિધાર્થી ભાઈ બહેનોએ *"જ્ઞાન સાધના પ્રખરતા કસોટી-૨૦૨૩-૨૪"* ની પરીક્ષા પાસ કરવાની રહેશે. જે પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાના આજથી ચાલુ થઈ ગયેલા છે.  પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ ૨૬/૦૫/૨૦૨૩ છે.  આ પરીક્ષાની કોઈ જ ફી નથી. પરીક્ષાની તારીખ- ૧૧/૦૬/'૨૩  પરીક્ષા માટે આવકનો દાખલો ફરજિયાત છે. વાર્ષિક ૧,૨૦,૦૦૦/- કરતાં ઓછી આવક ધરાવતો આવકના દાખલો ચાલુ વર્ષનો હોવો જોઈએ.  બૌદ્ધિક યોગ્યતા કસોટી ૪૦ માર્કસની અને શૈક્ષણિક યોગ્યતા કસોટી ૮૦ માર્કસની એમ કુલ ૧૨૦ માર્કસનું પેપર આવશે.  અને ૧૨૦ પ્રશ્નો માટે પરીક્ષાનો સમયગાળો ૧૫૦ મિનિટનો રહેશે. ૪૦ માર્કસની બૌદ્ધિક યોગ્યતા કસોટીના તાર્કિક, વર્ગીકરણ, છુપાયેલ આકૃતિ, શ્રેણી, પેટર્ન વગેરેનો

*આજના વાલીઓને....*

Image
બાળકો જ્યારે  .. આશોભનીય વર્તન કે વ્યવ્હાર કરે .. ત્યારે  તમારા ..32 દાંત બતાવી હસવાનું ન રાખો. તમારા 32 દાંત જોઈ બાળક વધારે પ્રોત્સાહિત થાય છે.. 50 થી 60 વર્ષ પહેલાં ઘરમાં એક પ્રકારની મમ્મીની કે પપ્પાની ધાક હતી...સ્કૂલ મા શિક્ષકો ની ધાક હતી.. ઘરમાં માઁ બાપનો હાથ અને સ્કૂલમાં ટીચરની લાકડી ઉપડતી જ્યારથી બંધ  થઈ ત્યાર થી પોલીસ ની લાકડીઓનો માર વધી ગયો...ભાષા ઉપર નું નિયંત્રણ જતું રહ્યું... એવું ન વિચારતા એ સમયે વડીલોને બાળકો ઉપર પ્રેમ ન હતો. અરે પ્રેમ તો એટલો હતો કે એ સમયે ઘરડાઘર નું પ્રમાણ નહીવત જેવું હતું હવે દરેક ચાર રસ્તે ઘરડાઘર ખુલવા લાગ્યા છે... કુમાળા મગજ માં બાવળ વાવી કેરી ની અપેક્ષા કેવી રીતે રખાય...? ડિસિપ્લિન ઘરથી અને ઘડતર સ્કૂલ થી ચાલુ થાય છે. જેનો સ્પષ્ટ અભાવ સમાજવ્યવસ્થા ઉપર આજે દેખાઇ રહ્યો છે.... સમય પ્રમાણે ઘરમા આવી જવું. વડીલો સાથે સભ્યતાથી વર્તન વ્યવહાર કરવો.. ઘર ની બહાર નીકળીયે ત્યારે આંખ ના ઈશારાથી કંટ્રોલ કરવાની રીત માઁબાપ ની અનોખી હતી. બહાર તોફાન કરતા બાળકો પણ આંખની ભાષા ઉપર સમજી  લેતા. ઘરે પહોંચ્યા પછી..માર પડવા નો... આજે બાળકોને બોલવાનું કોઈ ભાન નથી હોતું.  નાના મો

પરિણામ પછીની પૃષ્ટિકા...

Image
ખૂબ અગત્યનો મેસેજ..સહેજ લાંબો છે પણ દરેક વિદ્યાર્થી, parents અને Education સાથે સંકળાયેલા દરેકને માટે ખૂબ critical છે. ધ્યાનથી વાંચો અને સમજો.                            મિત્રો... આજરોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતા કેટલીક અગત્યની બાબતો જણાઈ આવી છે. 👉 છેલ્લા 10 વર્ષમાં સૌથી ઝડપથી જાહેર કરવામાં આવેલું પરિણામ. 👉 છેલ્લા 10 વર્ષનું સૌથી ઓછામાં ઓછું પરિણામ. 👉 કોવીડ 19 માં માસ પ્રમોશન આપેલ હતું તે સીધી ધોરણ 12 ની જ બોર્ડ પરીક્ષા આપનાર બેચ.  👉1,10,042 ઉપસ્થિત ઉમેદવારો પૈકી 38,063 નાપાસ થયા. 👉 A ગ્રુપ એટલે કે મેથેમેટિક્સ ગ્રુપ માં ઉપસ્થિત 40,352 પૈકી 11,217 વિદ્યાર્થીઓ નાપાસ થયા, પરિણામ  72.27%. 👉 B ગ્રુપ એટલે કે બાયોલોજી ગ્રુપ માં ઉપસ્થિત 69,820 પૈકી  26,834 વિદ્યાર્થીઓ નાપાસ થયા,પરિણામ 61.71% 👉 પ્રથમ વાર એવું બન્યું કે A ગ્રુપ કરતા B ગ્રુપ નું પરિણામ 10.56 % જેટલું ઓછું આવ્યું. 👉38,063 નાપાસ વિદ્યાર્થીઓ પૈકી, ❌ એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 490. ❌ બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા 9,401. ❌️ ત્રણ વિષય

માર્ચ - 2023 ના પરિણામો...

Image
શાળાનું ગૌરવ વધારતાં તેજસ્વી તારલાં... 1. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ  * પરિણામ ઓનલાઈન જાહેર કર્યા તારીખ  - 2.5.23 * માર્કશીટ આપ્યાં તારીખ  - 13.5.23 * આજે જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આપણી શાળાનું પરિણામ આ મુજબ છે. કુલ વિધાર્થીઓ  - 24 પરીક્ષામાં બેઠાં - 24 ક્વોવિફાઈડ  - 10 નીડસ્ ઈમ્પ્રૃવમેન્ટ -14 શાળાનું પરિણામ  - 41.67 આણંદ જીલ્લાનું પરિણામ  - 60.28 કેન્દ્રનું પરિણામ  -  બોર્ડનું પરિણામ  - 65.58 * વિષયવાર પરિણામ (On grade base) Physics/ફીઝીક્સ     - 45.83 Chemistry/કેમેસ્ટ્રી    - 41.67 Biology/ બાયોલોજી  - 55.00 Maths/ગણિત          - 25.00 English/ અંગ્રેજી       - 91.67 Sanskrit/ સંસ્કૃત     - 88.89 Computer/કોમ્પ્યુટર  - 73.33 પાસ થનાર સૌ વિધાર્થીઓને તથા સરસ પરિણામ લાવનાર સૌ શિક્ષક મિત્રોને શાળા પરિવાર વતી અભિનંદન...👍👏💐 પ્રથમ નંબર - પુવાર દિશાબેન અજીતસિંહ 63.57 % દ્વિતીય નંબર  - રાણા રિયાબેન શશીકાંત 63.38 % તૃતીય નંબર  - સોઢાપરમાર કરણસિંહ રમેશભાઈ 63.08 % 2.ધોરણ 10 એસ.એસ.સી... * પરિણામ ઓનલાઈન જાહેર કર્યા તારીખ  - 25.5.23 * માર્કશીટ આપ્યાં તારીખ  - 6.6.23 થી * આજે જાહેર થયેલ ધ