Posts

Showing posts from December, 2023

આનંદ મેળો

 તારીખ 30.12.23

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની SVIT ની મુલાકાત...

તારીખ 23.12.23 ના રોજ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ ના ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિધાર્થીઓએ વાસદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, SVIT ની 

બી.એડ.તાલીમાર્થીઓનો કેમ્પ

Image
* ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ ખાતે કે.જી.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા 20 તાલીમાર્થીઓની એક ટીમ દ્વારા તારીખ 12.12.23 થી તારીખ 22.12.23 સુધી બ્લોક ટીચીંગનો એક તબક્કો યોજાઈ ગયો . * પ્રથમ દિવસે શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે આ ટીમ લઈને આવેલા પ્રાધ્યાપિકા મેડમશ્રી ખુશ્બુબેન બોબડા સહિત સૌ તાલીમાર્થીઓનું સ્વાગત કર્યું હતું અને સૌને કોઈ પણ પ્રકારની અગવડ નહીં પડવા દઈએ એવી હૈયાધારણ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. * પ્રથમ દિવસે સૌ તાલીમાર્થી મિત્રોએ શાળાની પ્રાર્થના સભા, એનું સંચાલન, શાળાના સમય પત્રક અને વ્યવસ્થાપન વગેરેનો અભ્યાસ કર્યો હતો અને શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોનો પરિચય કેળવ્યો હતો. * આ સમગ્ર ગાળા દરમ્યાન તમામ તાલીમાર્થી મિત્રોએ દરરોજ ધોરણ 9,10 અને 11 માં જરૂરિયાત મુજબ 1 થી 6 તાસ સુધી શૈક્ષણિક કાર્ય કરીને શિક્ષણકાર્યની પ્રત્યક્ષ તાલીમ મેળવી હતી. * શૈક્ષણિક કાર્ય ઉપરાંત દરરોજની પ્રાર્થના સભાનું સંચાલન પણ એમણે પોતાના હસ્તક લઈને લાઈવ પ્રાર્થના ગાઈને, જાણવા જેવું, બોધકથા, ભજનો, ગીતો, વાર્તા કથન, સમાચાર વાંચન, પ્રતિજ્ઞાપત્ર વાંચન અને રાષ્ટ્ર ગીત ગાન જેવી તમામ પ્રવૃત્તિઓનું સરસ, સરલ અને સફ