Posts

Showing posts from October, 2019

દિવાળીની ભેટ...

https://drive.google.com/open?id=1e_41iPZIanJRivBqPPWi2sMu5NJ68B29 👆 ઉપરની લીન્ક પર અડશો...તમારા માટે દિવાળી ગીફ્ટ મોકલી હાજર છે.

મોરારી બાપુ ના સુંદર વાક્યો...

▪તમારો સૌથી પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે અને તમારો સૌથી મોટો શત્રુ તમારી જ જ્ઞાતિ નો હશે. ▪દૂનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે, બાકી પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપી ને જતાં રહે છે....     ▪લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરેછે. પણ ટેકા ની જરૂરીયાત વાળા જીવતા લોકો માટે આવુ કરે તો દુનિયા મા કોઈ દુખી જ ન રહે... ▪વ્યર્થ બોલવા કરતા મૌન રહેવું એ, વાણીની પ્રથમ વિશેષતા છે... ▪હસતો ચેહરો અને રોતી આંખો જીવનની  વાસ્તવિકતાનો સાચો પરિચય આપે છે           ▪ગમો અણગમો એ તો આપણા મનનો છે. બાકી ઈશ્વર તો હંમેશા આપણાં લાયક જ આપે છે. ▪જયારે લખાણ ના 'વખાણ' થાય...ત્યારે,સમજવું કે-શબ્દો 'આંખ' થકી...'દીલ' સુધી પહોંચ્યા છે ▪માત્ર ભીંતો થી ઘર ઠંડુ નથી થતુ ... ઘર માં રહેનાર માં ભેજ હોવો જોઇએ. ▪જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ. જે તમારી સાથે થવું નહીં જોઈએ એ તમે બીજા સાથે ના કરો. ▪મતલબ બહુ વજનદાર છે વ્હાલાં નીકળી જાય પછી સંબંધ હલકો કરી નાંખે છે ▪જિંદગી સાથે કોઈ ઝઘડો નથી, બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી. ▪મેં કોઈની પરવાહ કરી જ નથ

જોડણીના સામાન્ય નિયમો...

સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર. આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે. 1)   ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.  દા.ત. ત્રિફળા, ત્રિશૂળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે... 2)  ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.  દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે... 3)   બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં  દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ 'ઇ'– િ ની માત્ર કરવી. દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે... 4)   ‘ઇત' પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી દા.ત.  પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે....    પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા  શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ' –િ ની માત્ર કરવી. દા.ત.

ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ દ્ધારા વિદાયમાનનું સન્માન...

Image
   ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ ઉમરેઠ સંચાલિત ધી જ્યુબીલી ઇન્સ્ટિટ્યુશન (બોઇઝ હાઈસ્કૂલ)ના આચાર્યશ્રી, શિક્ષકગણ અને બિન શૈક્ષણિક કર્મચારી મિત્રોના સહયોગથી તથા શાળાના ઓફીસ સુપ્રિટેન્ડન્ટશ્રી મગનભાઈ પટેલિયાના આયોજન હેઠળ ધી ઉષાબેન રશિકલાલ કાન્તિલાલ દોશી સાંસ્કૃતિક હોલ, ઉમરેઠ ખાતે  ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ, ઉમરેઠના માનાર્હ મંત્રીશ્રી રશ્મિભાઈ જે.શાહ, સહમંત્રો શ્રી રાજભાઈ આર.વકીલ, ખજાનચીશ્રી ભરતભાઈ લાધાવાળાની હાજરીમાં અને શ્રી કિરીટભાઈ શેલતના  પ્રમુખપણાં હેઠળ તારીખ 28.9.2019ના રોજ ટ્રસ્ટની    AGM=Annual General Meeting યોજાઈ ગઈ. જેમાં ઉપસ્થિત ટ્રસ્ટના સૌ સભ્યોની હાજરીમાં એજન્ડા મુજબના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતાં.            જેમાં ટ્રસ્ટના મોભી અને વડીલ માર્ગદર્શક એવાં મુરબ્બીશ્રી કિરીટ આર.શેલત કાકાને સરકારશ્રી દ્ધારા સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રની આગવી અને બહુમૂલી સેવાઓ બદલ મળેલાં પુરસ્કાર બદલ... તથા           છેલ્લાં 35 વર્ષથી શાળામાં લેબ-કોર્ડીનેટર તરીકે સેવા બજાવતાં શ્રી કનુભાઈ પી.રોહિત સાહેબની 31.10.2019ના રોજ વય નિવૃતિ હોવાથી... આ બન્ને મહાનુભાવોનું સન્માન રાખવામાં

લેબ-કૉઓર્ડીનેટર શ્રી કે.પી.રોહિત સાહેબની વિદાય...

Image
     ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ ઉમરેઠ સંચાલિત ધી જ્યુબીલી ઇન્સ્ટિટ્યુશન (બોઇઝ હાઈસ્કૂલ)ના આચાર્યશ્રી, શિક્ષકગણ અને બિન શૈક્ષણિક કર્મચારી મિત્રોના સહયોગથી શાળાની સાંસ્કૃતિક સમિતિના નેજાં હેઠળ ધી ઉષાબેન રશિકલાલ કાન્તિલાલ દોશી સાંસ્કૃતિક હોલ, ઉમરેઠ ખાતે  ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ, ઉમરેઠના માનાર્હ મંત્રીશ્રી રશ્મિભાઈ જે.શાહ,  આચાર્યશ્રી જયંતીભાઈ આઈ. પરમાર, સૌ શિક્ષકગણ, બિન શૈક્ષણિક કર્મચારી મિત્રો અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓંની ઉપસ્થિતિમાં શાળામાં છેલ્લાં 35 વર્ષથી લેબ-કોર્ડીનેટરશ્રી કનુભાઈ પી.રોહિત સાહેબનો 31.10.2019ના રોજ વય નિવૃતિ થતાં વિદાય-શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો.           શાળાની બાલિકાઓએ પ્રાર્થના કરાવ્યાં બાદ મહેમાનોનું પુષ્પ-ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શુભેચ્છા પ્રવચનો :-           શાળાના સંનિષ્ઠ શિક્ષક અને ભૂતપૂર્વ ઈન્ચાર્જ આચાર્યશ્રી આર.એમ.પટેલે શ્રી કે.પી.રોહિત સાથે ગાળેલાં ત્રીસ વર્ષોની સ્મૃતિઓને તાજી કરીને, વિદાયમાનશ્રીના સ્વભાવ અને ગુણોની કદર કર્યા બાદ એમના નિવૃત જીવન માટે સૌ વતી શુભેચ્છાઓ આપી હતી.           આચાર્યશ્રીએ તેમના શુભેચ