Posts

Showing posts from September, 2021

NTSE પરીક્ષા વિષે...

Image
ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોચાડો કોઈ જરુરિયાતમંદ વિદ્યાર્થીને કામ લાગશે. ધો. 10 મા શિષ્યવૃત્તિ માટે લેવાતી પરીક્ષા NTSE નુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે.  પરીક્ષા આપ્યા બાદ મેરીટમા આવતા વિદ્યાર્થીને નીચે મુજબ શિષ્યવૃતિ આપવામા આવે છે. ▪️ધોરણ 11 અને 12 મા વાર્ષિક રુ. 15000 ▪️પોસ્ટ ગ્રેજયુએશન સુધી વાર્ષિક રુ. 24000 ▪️ત્યારબાદ PHD સુધી અભ્યાસ માટે શિષ્યવૃતિ મળે છે. ફોર્મ ભરવાની તારીખ 29-9-2021 થી 22-10-2021 છે. ડીટેઈલ નોટીફીકેશન અને ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી  લીંક પર આપેલ છે. ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોચાડો કોઈ જરુરિયાતમંદ વિદ્યાર્થીને કામ લાગશે.🙏 ધો. 10 મા શિષ્યવૃતિ માટે લેવાતી પરીક્ષા NTSE નુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે.  પરીક્ષા આપ્યા બાદ મેરીટમા આવતા વિદ્યાર્થીને નીચે મુજબ શિષ્યવૃતિ આપવામા આવે છે. ▪️ધોરણ 11 અને 12 મા વાર્ષિક રુ. 15000 ▪️પોસ્ટ ગ્રેજયુએશન સુધી વાર્ષિક રુ. 24000 ▪️ત્યારબાદ PHD સુધી અભ્યાસ માટે શિષ્યવૃતિ મળે છે. ફોર્મ ભરવાની તારીખ 29-9-2021 થી 22-10-2021 છે. ડીટેઈલ નોટીફીકેશન અને ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી  લીંક પર આપેલ છે.

ઈનામ વિતરણ (શિક્ષક દિન ઉજવણી)

Image
          શાળામાં ઉજવાયેલ શિક્ષક દિન ઉજવણી અંતર્ગત વિજેતા બનેલ શિક્ષકો અને ભાગ લેનાર તમામને આશ્વાસન ઈનામ આપવાનો એક નાનો કાર્યક્રમ તા.15.9.21 ના રોજ પ્રાર્થના સભામાં રાખવામાં આવ્યો હતો.જેનું સમગ્ર સંચાલન શાળાના સુપરવાઈઝર શ્રી કિરણભાઈ પટેલિયાએ શ્રીમતી જયાબેન અને શ્રી ડાહ્યાભાઈની સહાયથી ખૂબ જ શાનદાર રીતે કર્યું હતું.આ કાર્યક્રમમાં શિક્ષક દિને આચાર્યથી માંડીને સેવકભાઈઓ સુધીની ફરજો અદા કરનાર સૌ વિદ્યાર્થીઓનું આશ્વાસન ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.કુલ 55 વિદ્યાર્થીઓએ આ ઈનામ મેળવ્યું હતું.આ ઉપરાંત શાળાના ત્રણ અલગ વિભાગો પૈકી માધ્યમિક વિભાગમાંથી બે, ઉચ્ચતર માધ્યમિક વિભાગ( વિજ્ઞાન પ્રવાહ)માંથી બે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ( સામાન્ય પ્રવાહ)માંથી બે એમ મળી કુલ છ વિજેતા શિક્ષકોને ખાસ ઈનામોથી સન્માનવામાં આવ્યા હતાં.           આ પ્રસંગે શાળાના માધ્યમિક વિભાગના અંગ્રેજી શિક્ષક શ્રી પ્રમોદભાઈ જે.પરમાર દ્વારા વિજેતા શિક્ષકોને એમનાં તરફથી ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વિજેતા બનેલ શિક્ષકોના નામ આ મુજબ છે... ● માધ્યમિક વિભાગ  1. કૃષિક દિનેશભાઈ રાણા ધોરણ (10 અ) 2. ધ્રુવ અલ્પેશકુમાર લીમ્બા