શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) ની મીટીંગ...

             ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિટયુશન, ( બોયઝ હાઇસ્કૂલ ) માં તારીખ ૭.૨.૨૦૨૦ ના રોજ સરકારશ્રીના આદેશ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) ની મીટીંગ અને ટેલી કોન્ફરન્સ દ્વારા તાલીમ યોજાઈ ગઈ. જેમાં શાળાના તમામ બારે બાર વર્ગના પ્રતિનિધિઓ, વર્ગ દીઠ એક વાલી પ્રતિનિધિશ્રીઓ , શાળા સંચાલક મંડળના પ્રતિનિધિશ્રીઓ, શિક્ષક પ્રતિનિધિશ્રીઓ, આચાર્ય પ્રતિનિધિ તરીકે શાળાના સુપરવાઈઝરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. બપોરના બાર થી સાંજના ચાર સુધી ચાલેલી આ મીટીંગ કમ તાલીમમાં શાળા સમિતિની રચના, તેના હેતુઓ, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસમાં સૌની ભૂમિકા અને ફાળો વગેરે જેવાં મુદ્દાની ગહન અને તલસ્પર્શી ચર્ચા, નિદર્શન અને અવલોકન થયું હતું. 
          સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ પટેલિયા સાહેબ અને શ્રી ડી.એસ.રોહિતે સાંભળી હતી. ઉપસ્થિત સૌનો આભાર શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી કે.સી.ચૌધરીએ માન્યો હતો. શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌને અભિનંદન આપ્યા હતાં.











Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...