સરકારી શાળા V/S ખાનગી શાળા
લેખ - 1...
હમણાં હમણાં ખાનગી શાળાઓની ફી ઘટાડવા અથવા ફી માફી માટે વાલીઓ મેદાને પડયા છે. ભાઈ શું કામ ફી ઘટાડે? લાખો રુપિયા ફી ભરનાર વાલીઓને ત્રણ મહીનાની ફી ભારે પડે છે? સરકાર શા માટે તમારી ફી ભરે? સરકારે તમને સરકારી શાળામાં મફત શિક્ષણની વ્યવસ્થા આપેલી જ છે. ત્યાં તમારા બાળકને દાખલ કરી આવો ચોપડા અને યુનીફોર્મ પણ આપવામાં આવશે. પણ તમારે રુપિયા ખર્ચયાનો આત્મસંતોષ લેવો છે. સમાજમાં બેસીને મારા છોકરાની પોણાં બે લાખ ફી ભરુ છું એવું ગૌરવ લેવું છે. તો એ ગૌરવ લેવાનો ચાર્જ આપવો જ પડશે. તમારા બાળકને સંજવારી કાઢતા કે પોતુ કરતાં નથી શીખવવું અથવા નાનપ અનુભવવી છે તો તેમની સફાઈના પૈસા પણ તમારે ચુકવવા પડશે જ. બગીચામાં પાણી પાવા કે બે ચાર રોપાં વાવવા ગારાવાળા હાથ નથી થવા દેવા તો તેનો પણ ચાર્જ ચુકવવો પડશે. મધ્યાહન ભોજનની ખીચડી તમારાં છોકરાંને નહીં ભાવે તો કેન્ટીનનું બીલ ભરવું પડે. એકાદ કિમી તમારું છોકરું નથી ચાલી શકતું તો વાહન ભાડું ચુકવો. રુપિયાના જોરે શિક્ષકો અને શાળાને ખરીદી શકતા હોય તેવા અહોભાવથી રોફ જમાવનાર મા-બાપ એમના બાળકો પાસે વડીલો પ્રત્યે આદર અને વિનમ્રતાની અપેક્ષા રાખવી અસ્થાને છે. આ આખી પ્રક્રિયામાંથી પસાર થયેલ બાળકને આત્મનિર્ભર બનાવવું શકય બનશે ખરુ?
આજના સમયમાં શિક્ષણ એટલે શું? બસ બે ચાર અંગ્રેજીના વાકયો ફાડે. બે ત્રણ ઈંગ્લીશની પોએમ બોલે! યાદ શકિત અને જ્ઞાન બે વચ્ચે ભેદ ખબર નથી રહયો. અરે ભલા જેમને અંગ્રેજીના બે વાકય નથી આવડતાં એ પદમશ્રી ભીખુદાનભાઈ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવાની છ જણાંની સમિતીમાં હતા. બારમા ધોરણના પરિણામના બીજા દિવસે આપણે છાપાં વાંચીએ જ છીએ. એક રીક્ષાવાળાનો છોકરો બોર્ડમાં ત્રીજો. ઘરકામ કરતી વિધવાનો દિકરો બોર્ડમાં બીજા ક્રમે ઉતિર્ણ, ડ્રાઈવરની દિકરી ટોપટેનમાં, ખેતી કામની સાથે સાથે ખેડુત પુત્રએ મેળવ્યુ બોર્ડમાં ચોથું સ્થાન, સામાન્યત: માતા-પિતાને બાળકના શિક્ષણ કરતા પોતાનું સ્ટેટસ અને પોતાના અધુરા સપના હધારે અગત્યના હોય છે. ખાસ વર્તમાન સમયમાં મારો દિકરો અને રાયદે રિક્ષાવાળાનો દિકરો એક શાળામાં કેવી રીતે ભણે? અમારા પૈસાદારના બાળકો મોંઘી શાળામાં જાય એ માનસિકતાએ શિક્ષણમાં વ્યાપાર પેદા કર્યો. અને સરકારે પણ હવે આ ખુલ્લા વ્યાપાર પર ટેક્ષ નાખી અને વ્યાપારની વ્યાખ્યામાં સમાવી લેવો જોઈએ. ટેક્ષની આવક થાય.
અત્યારના મા-બાપ બાળકને એક પણ સંઘર્ષ કરવો પડે એ પરિસ્થિતિ સર્જાવા જ નથી દેતાં. જો સો શિક્ષિત અને સો અભણ મા-બાપનો સર્વે કરવામાં આવે તો અભણ મા-બાપના બોળકોની સફળતાનો રેસીયો ઉચો મળશે. કારણ શિક્ષિત માણસો બાળકને શું ભણવું શું ન ભણવું બાળકના બદલે પોતે નકકી કરે છે.
શિક્ષણએ જીવન જીવવાની કળા શીખવે છે. નહી કે ખાલી પૈસા કમાતાં! ખાલી પૈસાથી ચાલતું હોય તો સુશાંત રાજપુત વરસે એકસો સાઈઠ કરોડ કમાતો હતો. તમારુ બાળક બીજા બાળક કરતા બે માર્ક ઓછા આવતાં ડીપ્રેશનમાં આવે છે તો સમજો આપણે શિક્ષણ અપવામાં સરેઆમ નિષ્ફળ છીએ. શિક્ષણ સફળતાને પચાવતાં અને નિષ્ફળતાને સહન કરતાં શીખવે છે. એ ત્યારે જ શકય બનશે જયારે એક લાદીના કારખાનાવાળાના દિકરાના લંચબોક્ષમાંથી મજુરનો છોકરો પાસ્તા ખાતો હોય. મજુરના છોકરાની કોથળીમાંથી કારખાનાવાળાનો છોકરો બે ચાર રાવણાં ખાતો હોય. દરેક પરિસ્થિતિમાં કેમ ટકી રહેવું એ એક બીજા ભિન્નતા ધરાવતા વિદ્યાર્થી સાથે ભણતા હોય ત્યારે જ શીખવા મળે. નહી કે એક જ સરખી કેડરના વિદ્યાર્થીઓ વચ્ચે ભણવાથી. ટકા આવવા જરુરી છે પણ બીજા બાળક સાથે હરીફાઈમાં ઉતારવાની જરુર નથી. નવ્વાણું ટકા લાવનારને મેમાન સાથે બેસી બે વાતો નથી આવડતી. દસ બારમાં નિષ્ફળ ગયેલા અને ડોકટર નથી બન્યાએ અત્યારે કલાસ વન ટુ અધિકારીઓ બની ગયા છે અને આ નવ્વાણું ટકા વાળાના દવાખાના પર રેઈડ પાડી શકે છે.
ખાનગી શાળામાં આપણે જેટલા રુપિયા ભરીએ છીએ અને જેટલો સમય આપીએ છીએ એનાથી અડધા રુપિયા અને અડધો સમય આપણાં ગામની શાળામાં આપીએ તો, આપણાં બાળકો તો ભણશે પણ આપણાં ગામના ગરીબ બાળકો પણ ભણી શકશે. પણ જો એ ઈર્ષાથી જ ખાનગીમાં ભણાવતા હોય તો અલગ વાત છે.
ચિંટીયો: અમેરીકામાં સાબુની કંપનીમાં સાબુ પેકીંગ દરમ્યાન સાબુ વગરના ખાલી ખોખા અલગ તારવવા દોઢ કરોડનું લેઝર મશીન બનાવ્યું. અમારા રઘાએ મંડપ સર્વીસનો જુનો પંખો લાવી રાખી દીધો ખાલી હતા એ ઉડી ગયાં.
--જય જ્યુબિલી...🙏
લેખ - 2...
*મને એ જોઈ હસવું*
*હજાર વાર આવે છે*
*આ પ્રાઇવેટ વાળા કેવા*
*ઉઠા ભણાવે છે!!*
*પચરંગી યુનિફોર્મ ને*
*પીળા રંગની ગાડી!*
*ગામડે ગામડેથી છોકરા*
*વીણી લાવે છે.*
*ભાડું વસુલે મસમોટુને વળી એને*
*ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ગણાવેછે*
*કોમ્પ્લેક્ષમાં સ્કૂલો ચલાવી*
*સર્વાંગી વિકાસ બતાવે છે*
*આ પ્રાઇવેટ વાળા કેવા*
*ઉઠા ભણાવે છે!!!*
*બે જોડી યુનિફોર્મ, બુટ મોજા ટાઈથી*
*ટેણીયાં ને ટનાટન બનાવે છે*
*ગણિતમાં "સો" એતો સમજ્યા ભાઈ*
*ને વળી ગુજરાતીમાંય સો!!*
*આઈન્સ્ટાઈન ને અખો એક*
*સાથે બનાવે છે*
*કે.જી નું બાળક, ચિત્રમાં*
*અઠ્ઠાણું ને સંગીતમાં સત્તાણું!!*
*પિકાસોને રોવડાવી*
*મારા રહેમાનને શરમાવે છે*
*આ પ્રાઇવેટ વાળા*
*કેવા ઉઠા ભણાવે છે!!!*
*ઇંગલિશ મીડિયમનું ગૌરવ*
*ને ગુજરાતીની સુગ!*
*ગુજરાતમા જ રહીને*
*મેઘાણી,કલાપી કે પછી*
*તુષાર શુક્લની સામે જ*
*રોલેટ એકટ" ચલાવે છે*
*આ પ્રાઇવેટ વાળા*
*કેવા ઉઠા ભણાવે છે !!!*
*નોન ક્વોલિફાઇડ સ્ટાફ ને*
*વળી ગુણવત્તા વાળું શિક્ષણ?*
*નેવુંનો કલાસ ને નેવુંયે બાળકોને*
*નેવું ઉપર ટકા આવે છે!!*
*આ પ્રાઇવેટ વાળા*
*કેવા ઉઠા ભણાવે છે!!!!*
*આ પ્રાઇવેટ વાળા*
*હાટડી ચલાવે છે!!*
*પૈસા કમાવા માટે,*
*કેવા ઉઠા ભણાવે છે!!!!*
*છતાંય 🥵 આશ્ચર્ય અને સત્યની વાત એ છેકે ૬૦૦૦૦ ને ૮૦૦૦૦ વાળા સરકારી શાળાના શિક્ષકો પોતાના બાળકોને ૬-૭ હજાર વાળા પગારદાર શિક્ષકો પાસે પ્રાય વેટ મા જ ભણાવે છે... .. 😱🥱બોલો ....આમ કેમ ?? એમાં હું પણ આવી ગ્યો..*😃😁🥱🥱🥱
લેખ - 3...
એક મેસેજ આવ્યો હતો, એના વિષે હળવી શૈલીમાં ગંભીર વાત કરું છું.
ભલે થોડુ હસવું આવે પણ,વિચારીશું તો વાસ્તવિક્તા છે અને તે પણ વરવી..!👇
* હોર્ડિંગ્સ ઉપર “ખાનગી શાળા” ની જાહેરાતોની વસંત માર્ચ મહિનાની આસપાસ શરૂ થઈ જાય છે...મોટાં મોટાં હોર્ડીંગ્સનો ખર્ચ કોના માથે હોય છે ? ઊંડાણપૂર્વક વિચારજો.
* "હનીમૂન” અને “હનુમાન” શબ્દ વચ્ચેનો ભેદ ન પારખી શકનારા સંચાલકો જાહેર ખબરો માટે નાણાં કોથળી છૂટી મૂકી દેશે.
* પ્રોફેશનલ્સ કેમેરામેનો પાસે સ્ટુડિયોમાં બાળકોને ગોઠવી
* નાઈસ નાઈસ ઈમેજીસ બનાવી છટકા ગોઠવશે.
* જાહેરાતમાં બધું જ લખશે, સિવાય કે “ફીની વિગત” !?!
* મગજને લીલુંછમ કરી, હ્રદયને ઉજ્જડ બનાવી દેતી
કેટલીક સ્કૂલો છે !
👉 વેદના તો જુઓ...😴😗
* બાળકની છાતીએ આઈકાર્ડ લટકે છે પણ તેની પોતાની “ ઓળખ” ગુમાવી ચૂક્યો છે.
* તે સ્ટુડન્ટ નથી રહ્યો, રનર બની ગયો છે, રનર. “લીટલ યુસેન બોલ્ટ”...! ઓફ એજ્યુકેશન સિસ્ટમ્સ.
* ૧૫ કી.મી.નું અપડાઉન કરીને થાકી જતાં વડીલો બાળકને ઘરથી ૨૦, 30 કી.મી. દૂરની શાળામાં ભણવા મોકલે છે ! ?
* પેલા પાંડવોને મૂર્છીત કરી દેનાર યક્ષને કહો કે આને પૃથ્વી પરનું સૌથી મોટું આશ્ચર્ય કહેવાય !
* વળી, પેલા જાહેરાતના બોર્ડ પર પણ ક્યાં લખે છે કે દફતરનું વજન કેટલાં કિલો હશે ???
👉 ગુજરાતનો એક સર્વે કહે છે કે...શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં પ્રતિ બાળક ભણાવવાના ખર્ચમાં ૧૫૦% નો વધારો થયો છે...😴
* દેશના મધ્યમ વર્ગમાં “નસબંધી” કરતાં “શિક્ષણખર્ચ” ના કારણે
વસ્તી વધારાનો દર ઘટ્યો છે !!!
* ગુજરાતની કહેવાતી ઈન્ટરનેશનલ શાળા (?!) માં “રિબોક”ના શૂઝ કમ્પલસરી છે. કિંમત માત્ર ૩૫૦૦=૦૦ રૂ. !?!
* (આપણી સરકારી શાળાઓમાં દાતાશ્રીએ બાળકોને ચંપલો આપ્યાના ન્યૂઝ પેપરોમાં આવે છે)
* નાસ્તામાં રોજ શું લાવવું તેનું મેનુ શાળા નક્કી કરે છે.
* અઠવાડિયાના અમુક દિવસ માટે જુદાં-જુદાં રંગ/ડીઝાઈનના
યુનિફોર્મ નક્કી કર્યા છે.
* વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને જ એડમિશન આપવામાં આવે છે.
👉 ઈન શોર્ટ એટલું જ કે “આર્થિક રીતે નબળા” અને “માનસિક રીતે નબળા” માટે આ શાળાઓ નથી...!!!
* ખાનગી શાળામાં ભણતાં બાળકોની માતાશ્રીઓ બાળકને મળતા હોમવર્કના પ્રમાણમાપને આધારે “આજે રસોઈમાં ફલાણી વસ્તુ જ બનશે” એમ જાહેર કરે છે.
* લેશન વધારે હોય તો “એક ડીશ બટાકાપૌંઆ” અને લેશન ઓછું હોય તો “દાળ-ભાત, શાક, રોટલી અનલિમિટેડ” મળે છે !!
* આખા ઘરના મેનેજમેન્ટનું કેંદ્રબિંદુ સ્કૂલ બની ગઈ છે.
* એ દિવસ પણ દૂર નથી કે પ્રાથમિક શિક્ષણની ફી ભરવા માટે
વાલીઓએ જી.પી.ફંડ ઉપાડવા પડશે કે બેંક લોન લેવી પડશે.
* હાલ માત્ર ઉચ્ચ શિક્ષણ માટે લોન આપતી બેંકો પ્રાથમિક શિક્ષણ માટેની ફી ભરવાય લોનો આપશે.
* પેલી જાહેરાતોમાં પાછું લખશે કે અમારે ફલાણી-ઢીંકણી બેંક સાથે ટાઈ-અપ છે...!લોન પેપર ઉપલબ્ધ છે.
* બાળકના દફતર પર લખેલું જોવા મળશે “ બેંક ના સહયોગથી”..
👉 બીજી એક ખોડ છે...તેઓની શિક્ષણ પધ્ધતિ.
* એક “છત્રપતિ શિવાજી” નો પાઠ હોય અને બીજો “અમેરિકા ખંડ” નામનો પાઠ હોય.
* જે પાઠમાંથી પરીક્ષામાં વધારે ગુણનું પૂછાવાનું હોય તેના આધારે જે-તે પાઠને મહત્વ આપવામાં આવે છે. “છત્રપતિ શિવાજી” ના કોઈ ગુણ બાળકમાં ન આવે તો ચાલે...!
* વાર્ષિક પરીક્ષામાં પાસ થવાં પૂરતાં ગુણ આવવા જોઈએ.
👉 અને ચાલો, છેલ્લે છેલ્લે ઈન્ટરનેશનલ લેવલે પણ આપણી શિક્ષણની ગરીબાઈ જોઈ લઈએ...
* ભારતમાં પાંચ-છ આંકડામાં ફી લઈને ઉચ્ચ ક્વોલિટીના શિક્ષણની વાતો કરનાર એક પણ સ્કૂલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ૫૦૦ માં પણ નથી.કે એ શાળાઓના વિધાર્થીઓ તાલુકા કે જીલ્લા કક્ષાએ સારા પરિણામો માટે ઝળહળતાં જોવાં મળતાં નથી.
* મારી વાત સાથે કોઈ સંમત થાય કે ન થાય એ અલગ વાત છે પણ હું “પ્રામાણિક અભણ મજૂર” અને “અપ્રામાણિક સાક્ષર અધિકારી” માં પ્રથમ વિકલ્પને પસંદ કરીશ.
* જો નજરમાં દમ હશે તો થાંભલા અને પેન્સિલ વચ્ચેનો આ તફાવત સમજાઈ જશે.
* આ કોઈ નકારાત્મકતા નથી. ઘણી સારી શાળાઓ સરકારી છે જ.
*આ તો એવી શાળાઓની વાત હતી જે શિક્ષણનો “વ્યાપાર” કરે છે !!!*
* તેના શિક્ષકોની લાયકાત તથા ચૂકવતા પગાર ની હજુ વાત કરવી નથી.. !!!!
મિત્રો સમજાય તો સારું, ન સમજાય તો અતિ સારુ...
👉 હવે આપ જ નિર્ણય લો કે આપના સંતાનોને કઈ શાળામાં ભણાવવા છે ?
લેખ - ૪...
😮🤔🫣🫢🤫
*_એક સ્કૂલ ની મુલાકાત લીધી (મીનીમમ ફીસ ગણતરીમાં લીધી છે.)_*
ધો. 1 વર્ગ ABCD 200 વિધાર્થી
ફી.15000*200=30 લાખ
ધો. 2 વર્ગ ABCD 200 વિધાર્થી
ફી.15000*200=30 લાખ
ધો. 3 વર્ગ ABCD 200 વિધાર્થી
ફી.15000*200=30 લાખ
ધો. 4 વર્ગ ABCD 200 વિધાર્થી
ફી.15000*200=30 લાખ
ધો. 5 વર્ગ ABCD 200 વિધાર્થી
ફી.15000*200=30 લાખ
ધો. 6 વર્ગ ABCD 200 વિધાર્થી
ફી.15000*200=30 લાખ
ધો.7 વર્ગ ABCD 200 વિધાર્થી
ફી.15000*200=30 લાખ
ધો. 8 વર્ગ ABCD 200 વિધાર્થી
ફી.15000*200=30 લાખ
ધો. 10 વર્ગ ABCD 200 વિધાર્થી
ફી.15000*200=30 લાખ
ધો. 11 વર્ગ ABCD 200 વિધાર્થી
ફી.15000*200=30 લાખ
ધો. 12 વર્ગ ABCD 200 વિધાર્થી
ફી.15000*200=30 લાખ
30 લાખ રૂપિયા * 12 મહિના = 3 કરોડ 60 લાખ
એક ધોરણ ના 4 શિક્ષક
ધો.12*4=48
1શિક્ષક નો પગાર 12000 જો સ્કૂલ આપે તો
12000*48=576000
576000*12=6912000
2 ક્લાર્ક
24000*12=288000
1પ્રિન્સિપાલ
20000*12=240000
લાઈટ બીલ
10000*12=120000
1પટ્ટાવાળા
8000*12=96000
1ચોકીદાર
8000*12=96000
વધારા નો ખર્ચ
100000 જો થાય તો
કુલ ખર્ચ . 8752000
આવક = 3 6000000
જાવક = - 8752000
કુલ નફો 2 કરોડ 72લાખ 48000 હજાર
માત્ર વિધાર્થી ની ફી માંથી આવક છે
બીજી આવક તો અલગ
ચોપડા ! બેગ ! ડ્રેસ ! ટેક્ષનરી
તોય સ્કૂલ ખોટ માં જાય છે
ક્યારેય ઈન્કમ ટેક્સના દરોડા નથી પડતાં ?
😮🤔🫣🫢🤫
👉 અને આપ જો સરકારી શાળાનો નિર્ણય લેતાં જ હો, તો આવો અમારી ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓ આપને મૂલ્ય નિષ્ઠ શિક્ષણ આપવા તત્પર છે.
Comments
Post a Comment