માતૃભાષા દિન...
ગુજરાતી ભાષા નો જન્મ ઈ.સ. ૧૧૩૫ માં થયો.
ગુજરાતી ભાષા નો સર્વ પ્રથમ વ્યાકરણ ગ્રંથ " સિદ્ધ હેમ શબ્દાનુશાસન" હતો જે ઈ.સ. ૧૧૩૫ માં લખાયો.
ગુજરાતી ભાષા ની સર્વ પ્રથમ નવલકથા "ભરતેશ્વર બાહુબલી રાસ" હતી જે ઈ.સ. ૧૧૮૫ માં લખાઈ.
વિસ્તૃત માં ઉત્તર : -
પુર્વાધ (પૂર્વ ભુમિકા) : -
તત્કાલિન સ્વતંત્ર રાજ્ય ગુર્જર પ્રદેશ (પ્રવર્તમાન ગુજરાત રાજ્ય) માં સોલંકી વંશ ના સંસ્થાપક અને પ્રથમ શાસક મુળરાજ સોલંકી (જન્મ : - ઈસવિસન ૯૪૦, મૃત્યુ :- ઈસવિસન ૧૦૦૮), (આયુષ્ય :- ૬૮ વર્ષ) ને તત્કાલિન સ્વતંત્ર રાજ્ય માળવા (પ્રવર્તમાન મધ્ય પ્રદેશ રાજ્ય) ના પરમાર વંશ ના આઠમા શાશક વાકપતિ મુન્જ (પૃથ્વી વલ્લભ) (જન્મ : - ઈસવિસન ૯૪૮ , મૃત્યુ :- ઈસવિસન ૧૦૧૦), (આયુષ્ય :- ૬૨ વર્ષ) ને પોત-પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માટે વિસ્તાર વાર ની નીતિ ને કારણે ઈ.સ. ૯૭૨ થી ઈ.સ. ૯૯૦ વચ્ચે ના ૧૮ વર્ષ માં લગભગ ૮ વાર યુદ્ધ થયાં હતાં. આ શત્રુતા તેમના વંશ ની આઠ-આઠ પેઢી સુધી ચાલતી રહી.
અંતમાં સતત ૪૮ વર્ષ સુધી ગુજરાત રાજ્ય નું સ્થિર શાસન કરનાર, ગુજરાત ના ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખાતાં અને બર્બરીક જીષ્ણુ અને સિધ્ધરાજ એવા અનેક ઉપનામ મેળનાર તથા પ્રત્યેક યુદ્ધ સદા-સર્વદા હિમાલય પર્વતની જેમ અપરાજેય રહેનારા સોલંકી વંશ ના મહાપરાક્રમી અજેય રાજા સિદ્ધરાજ જયસિંહ (જન્મ : - ઈ.સ. ૧૦૮૦, મૃત્યુ :- ઈ.સ. ૧૧૪૪, વિક્રમાદિત્ય સંવત્સર :- ૧૨૦૦, કૃતિકા (કારતક) શુક્લ (સુદ) દ્વિતિયા (બીજ) એટલે કે ભાઈબીજ નો દિવસ), (આયુષ્ય : - ૬૪ વર્ષ) અને પરમાર વંશ ના યશવર્મન/અનંતવર્મન ( શાશન કાળ : - ઈ.સ. ૧૦૩૦ - ઈ.સ. ૧૦૪૨) સમકાલીન શાશકો હતા.
મુળ વિષય વસ્તુ :-
ઈ.સ. ૧૦૯૨ માં સિધ્ધરાજ જયસિંહ ની ઉંમર ૧૨ વર્ષ હતી ત્યારે સતત ૨૮ વર્ષ થી સ્થિર શાસન કરી રહેલાં તેમના પિતા કર્ણ દેવ સોલંકી નું ૫૪ વર્ષ ની ઉંમરે મૃત્યુ થયું. સિધ્ધરાજ જયસિંહ હજું ૧૬ વર્ષ ના થયા ન હતાં તેથી તેમના માતા રાજમાતા મિનળદેવી રાજ્ય નો કારભાર સંભાળતા હતાં.
ઈ.સ. ૧૦૯૬ માં સિધ્ધરાજ જયસિંહ નો રાજ્યાભિષેક થયો અને ૪૮ વર્ષ સુધી અખંડ શાસન કર્યું. આ દરમિયાન અનેક યુધ્ધ થયાં પરંતુ સિધ્ધરાજ જયસિંહ સદા સર્વદા અપરાજિત રાજા રહ્યા.
ઈ.સ. ૧૧૩૫ માં રાજમાતા મિનળદેવી ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી દેવભૂમિ દ્વારિકા ની તિર્થ યાત્રા એ ગયા અને પાછા વળતાં સમયે સિધ્ધરાજ જયસિંહ પોતાની માતા ને સામે થી તેડવા ગયાં.
ધંધુકા નગર માં મા-દિકરા નો સુખદ મેળાપ થયો પરંતુ ત્યાં જ ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા હતા કે રાજા ની ગેરહાજરી હોવાથી રાજધાની "અણહિલવાડ" (પ્રવર્તમાન પાટણ નગર) ઉપર માળવા ના રાજા યશવર્મન/અનંતવર્મન એ સમસ્ત સૈન્ય સહિત પુર્ણ શક્તિ થી આક્રમણ કર્યું હતું.
એક પણ યુદ્ધ ન હારેલા રાજા સિધ્ધરાજ જયસિંહ ફરી એકવાર માળવા ના રાજા યશવર્મન/અનંતવર્મન ને પરાજિત કરે છે. (ઈ.સ. ૧૧૩૫)
હારેલો રાજા જિતેલા રાજા ની આધિનતા સ્વીકારે છે અને પ્રત્યેક વર્ષ ખંડણી ભરવાનું નક્કી કરે છે પરંતુ હારેલો રાજા યશવર્મન/અનંતવર્મન જીતેલા રાજા સિદ્ધરાજ જયસિંહ ને મહેણું મારે છે, " હે રાજન! તારા સમૃદ્ધ ગુર્જર પ્રદેશ માં તમારા રાજ્ય ની કોઈ રાજ ભાષા નથી"
આટલું સાંભળતા જ જલવંત જીત નો નશો ચકનાચૂર થઈ ગયો. સિધ્ધરાજ જયસિંહ આખી રાત સુઈ ન શક્યો.
ગુજરાતી ભાષા ની રચના :-
પ્રભાત થતાં જ સિધ્ધરાજ જયસિંહ એ નવી ભાષા બનાવે તેવા વિદ્વાન મહાપુરુષ જૈનાચાર્ય કલિકાલજ્ઞ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નો ભેટો થયો.
સંસ્કૃત, પ્રાકૃત, આને પાલી એમ ૩ ભાષા ના વ્યાકરણ નો શુક્ષ્મતાપુર્વક ઊંડો અભ્યાસ કરીને હેમચંદ્રાચાર્ય એ ઈ.સ. ૧૧૩૫ માં ગુજરાતી ભાષા ની રચના કરી.
સમાપન :-
તે સમયે હાથી ની અંબાડી ઉપર બેસાડી ને સર્વોચ્ચ સન્માન અપાતું હતું.
હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત વ્યાકરણ ગ્રંથ "સિધ્ધ હેમ શબ્દાનુશાસન" ને હાથી ની અંબાડી ઉપર સ્થાપિત કરીને તે સમયે ૧,૦૦,૦૦૦ ની વસ્તી ધરાવતા "અણહિલવાડ પુર" (પાટણ) માં તેની શોભાયાત્રા કાઢવામાં આવી.
તે સમયે લગભગ ૧૫૦૦ જૈન સાધુ એ આ ભાષા સમગ્ર ગુજરાત રાજ્ય માં શિખવી અને માત્ર ૫૦ વર્ષ પશ્વાત ગુજરાતી ભાષા ની સર્વ પ્રથમ નવલકથા ભરતેશ્વર બાહુબલી રાસ પણ લખાઈ. (ઈ.સ. ૧૧૮૫).
1.
*મેં તારા નામનો ટહૂકો અહીં છાતીમાં રાખ્યો છે,*
*ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે,*
*મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ*
*હજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.*
*વિશ્વ માતૃભાષા દિવસના વધામણાં*
2.
*આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે અહીં મેં થોડા એવા અંગ્રેજી શબ્દો મુક્યા છે જે આપણી રોજબરોજની જીંદગીમાં વણાઈ ગયા છે. આ એવા શબ્દો છે જેને આપણે આપણી માતૃભાષા ગુજરાતી જેમ જ સરળતાથી બોલચાલમાં ઉપયોગ કરીએ છીએ. અહીં આપેલી યાદી સિવાયના પણ આવા બીજા અંગ્રેજી શબ્દો જો તમારા ધ્યાનમાં હોય તો જણાવશો..*
advocate - ધારાશાસ્ત્રી
doctor - તબીબ
two wheeler - દ્વિચક્રી
mobile - હાથ વગુ દુરભાષ યંત્ર
university - મહા વિદ્યાલય
flat - આવાસ
society - વસાહત
professor - પ્રાધ્યાપક
budget - અંદાજપત્ર
pen - કલમ
note book - નોંધ પત્રિકા
comment - ટીપ્પણી
loan - ધિરાણ
pant - પાટલુન
shirt - બુશકોટ
ticket - મૂલ્ય પત્રિકા
cancer - કર્કરોગ
reservation - આરક્ષણ
stall - હાટડી
corporation - નિગમ
airport - હવાઈ મથક
wheel - પૈડું
application - અરજીપત્ર
document - દસ્તાવેજ
picnic - વિહાર
joker - વિદુષક
registration - નોંધણી
cousin - પિતરાઈ
contract - કરારનામું
kiss - ચુંબન
traffic - યાતાયાત
transport - પરિવહન
hospital - આરોગ્યાલય
gym - વ્યાયામ શાળા
social network - સામાજિક માળખું
list - સૂચી
capacity - સામર્થ્ય
capability - સમર્થતા
tooth brush - દાતણ
tooth paste - દંત મંજન
distributor - વિતરક
license - પરવાનો
user busy - ઉપભોક્તા વ્યસ્ત
*હાલો, ત્યારે તમે ય બીજા શબ્દો જણાવો...*
[21/02, 06:08] +91 98240 91101: શુભ સવાર જય ભોલે...
માતૃભાષાને વંદન...
શબ્દ એક છેડો ત્યાં સુર નીકળે..
"ક" ને શોધો ત્યાં બારક્ષરી મળે...
ક કલમનો ક ને ખ ખડીયાનો ખ..
આમ ભણતા અમે સૌ નિશાળે...
અર્થના અનર્થ હર કોઇ કરે..
બંધ બેસતો શબ્દ જ્યાં ભળે...
લખવામાં છે એ સૌથી સહેલી..
ભૂલકાઓના હાથ જેમ વળે...
ગુજરાતી ભાષા હો કે' હો જણ..
'જગત' આખામાં એ ક્યાં ના મળે..?.Jn
જે. એન. પટેલ (જગત)
[21/02, 07:40] +91 94265 45167: *મારી ભાષા મારી વાચા*
માભોમ ભાષા તને સાચવી લઉં ,
સાચવી લઉં તને છું સાક્ષર નિવાસી.
તારાથી ઘડાય છે ઘડતર અમારું,
ઓળખ છે તારાથી અસ્તિત્વ અમારું.
તારા શબ્દોના પારણે ઝુલયા અમે,
તારી જોડણી થી જોડાયા અમે.
તારા છંદે અમ બંધારણ ઘડાયું,
તારા વ્યાકરણ થી જીવન ઘડાયું.
તારા સમાસે સમાયું જીવન,
અવહેલના ન થાય ધ્યાન હું રાખું,
ભાષા છે ગુજરાતી મારી ,
અમર છે ભાષા મુજને પ્યારી.
કરે શુ નક્કી તારું આયખું કોઈ,
તું તો છો માતૃભાષા વ્હાલસોયી.
વસુ છું તું અમ જીહવા આસને,
બોલી અમારી કૃપા છે તારી.
હે માતૃભાષા તું સાક્ષાત સરસ્વતી,
તું છે આરાધ્ય તું છે સાહિત્ય.
હોય લેખક કવિ કે ચારણ,
નથી તું જ સમુ કોઈ તારણ.
મારી માતૃભાષા ગુજરાતી ,
મારી જીવાદોરી ગુજરાતી.
મારુ સાહિત્ય ગુજરાતી,
ગર્વિષ્ઠ છું કે હું છું ગુજરાતી.
મનીષ શાહ 'ફાગણિયો'
વિશ્વ માતૃભાષા દિન ની શુભેચ્છાઓ
જય જય ગરવી ગુજરાત💐💐💐💐
[21/02, 07:41] +91 97257 30497: કલમની તાકાતની હું શરૂઆત કરું છું ,
શબ્દ કાગળ પર ઉપસાવી ચંદન ધરું છું.
એક એક અક્ષર ઘસી હું મોતી કરું છું ,
ગુર્જર ભૂમિ માતૃભાષાને હું વંદન કરું છું .
જનની તુલ્ય માતૃભાષા દિવસના સૌને ...જય જય ગરવી ગુજરાત ...
Ashok solanki ..✒️
[21/02, 07:59] P Dipaksinh Solanki Anand: હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં please આવી ગયું છે,
અને આ શું ??? સાચા સબંધો માં પણ sorry હોય છે ???
ખબર જ નથી પડતી કે ફરજ માં thanks ક્યાંથી ????
માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું
છે, અને અગ્રેજી માં જ માસ્ટર થાવું છે.
પણ શું એના માટે માતૃભાષા નો ભોગ લેવો જરૂરી છે
મારે માત્ર એટલું જ જાણવું છે...
મોટા ને પણ કહેવાનું YOU, અને નાના માટે
પણ YOU ???
તો તો શું મોટાઈ છે આ ભાષાની ????
અરે આની કરતા તો સારી છે માતૃભાષા ગુજરાતી
સાંભળતા જ હૃદય મોજ માં આવી જાય છે.
જ્યાં માન અને સન્માન નો ભેદ તો દેખાય છે,
જ્યાં હૃદય થી આવકાર મળે છે અને,
છુટા પડતી વખતે આવજો નો આવકાર મળે
છે..
મને ગર્વ છે કે હું ગુજરાતી છું.!!
"વિશ્વ માતૃભાષા દિવસ"
[21/02, 07:59] P Dipaksinh Solanki Anand: માતૃભાષા ગૌરવ દિન......
21મી ફેબ્રુઆરી વિશ્ર્વ માતૃભાષા દિન છે. સમગ્ર વિશ્ર્વ પોતાની માતૃભાષાનો ગૌરવ દિન ઉજવી રહી છે. ત્યારે મારી નચિકેતા સ્કૂલના ગુજરાતી મીડીયમના બાળકો માટે લખેલી માતૃભાષા માટેની એક અછાંદસ કવિતા પ્રેમથી સ્વીકારજો.
કયાંક એવું તો નહી બને ને કે વીસ પચ્ચીસ વરસ પછી આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે ?
કમ્પ્યુટરના કાળઝાળ યુગમાં કકાનો સ્વાદ સુકકો થાતો જાય છે. બારખડી રીતસર પોતાના અસ્તિત્વને ટકાવવા માટે લડી રહી છે.
ક – કલમનો ‘ક’ ખરેખર ઘાયલ થઇ ગયો છે કોઇ તો મલમ ચોપડો
ખ – ખડીયાનાં ‘ખ’ ની શ્યાહી ખૂટી ગઈ છે.
ગ – ગણપતિને બદલે ગુગલનો ‘ગ’ ગોખાતો જાય છે.
ઘ – અમે બે અને અમારા એક ઉપર ઘરનો ‘ઘ’ પૂર્ણવિરામ પામી ગયો છે.
ચ – ચકલીનો ‘ચ’ ખોવાઇ ગયો છે મોબાઇલના ટાવરો વચ્ચે....
છ – છત્રીના ‘છ’ ઉપર જ માતૃભાષાને પ્રેમ કરનારા લોકોનો વરસાદ ઓછો થઇ ગયો છે.
જ – જમરૂખનો ‘જ’ જંકફૂડમાં ફુગાઇ ગયેલા ખમણ જેવા બચ્ચાઓ જન્માવી રહ્યો છે.
ટ – ટપાલીનો ‘ટ’ તો ટેબ્લેટ અને ટવીટરના યુગમાં ટીંગાય ગયો છે. એક જમાનામાં ટપાલીની રાહ આખુ ગામ જોતુ હતુ, હવે આખા ગામની રાહ ટપાલી જોવે છે કે કોક તો ટપાલ લખશે હજુ ?
ઠ – ઠળિયા થૂંકી થૂંકીને બોર ખાતી આખી પેઢીને બજારમાંથી કોઇ અપહરણ કરી ગ્યુ છે.
ડ – ડગલા તરફ કોઇએ ધ્યાન નથી દીધુ એટલે ઇ મનોચિકિત્સકની દવા લઇ રહ્યો છે.
ઢ – એ.સી.સ્કૂલોમાં ભણતા આજના બચ્ચાઓને પાણાના ઢગલાના ‘ઢ’ની સ્હેજ પણ કિંમત નથી.
ણ – ની ફેણ લોહી લુહાણ થઇ ગઇ છે પણ કોઇને લૂંછવાનો સમય કયાં?
ત – વીરરસનો લોહી તરસ્યો તલવાનો ‘ત’ હવે માત્ર વાર્ષિકોત્સવના તલવાર રાસમાં કયાંક કયાંક દેખાય છે
થ – થડનો ‘થ’ થપ્પાદામાં રીસાઇને સંતાઇ ગયો છે કારણ કે એ સંતાનો થડ મુકીને કલમની ડાળુએ ચોંટયા છે
દ – દડાનો ‘દ’ માં કોઇએ પંચર પાડી દીધુ છે એટલે બિચાકડો દડો દવાખાનામાં છેલ્લાશ્ર્વાસ પર છે
ધ – ધજાનો ‘ધ’ ધરમની ધંધાદારી દુકાનોથી અને ધર્મના નામે થતા હુલ્લડો જોઇને મોજથી નહી પણ ડરી ડરીને ફફડી રહ્યો છે.
ન – ઇલેકટ્રોનિક આરતીની વચ્ચે નગારાના ‘ન’ નો અવાજ સંભળાય છે કોને ?
પ – પતંગનો ‘પ’ તો બહુ મોટો માણસ થઇ ગયો છે અને હવે પાંચસો કરોડના કાઇટ ફેસ્ટીવલ નામે ઓળખાય છે.
ફ – L.E.D. લાઇટના અજવાળામાં ફાનસનો ‘ફ’ માત્ર ફેસબુક પર દેખાય છે.
બ – બુલફાઇટના ક્રેઝની વચ્ચે બકરીના ‘બ’ ને બધાયે બેન્ડ વાળી દીધો છે.
ભ – મોબાઇલ અને કમ્પ્યુટરની અધતન રમતો, ભમરડાના ‘ભ’ ને ભરખી ગઇ છે.
મ – મરચાનો ‘મ’ હવે કેપ્સીકમ થઇ ગયો છે ને મોબાઇલના સ્ક્રીન સેવર પર ડોકાયા કરે છે.
ય – ગાયને ગાયનો ‘ય’ બંને બિચારા થઇને કત્તલખાને રોજ કપાયા કરે છે.
ર – રમતનો ‘ર’ તો સિમેન્ટના જંગલો જેવા શહેરોની સાંકડી ગલીઓમાં અને ઉંચા ઉંચા ફલેટની સીડીઓ ઉતરતાં ઉતરતાં જ ગુજરી ગયો છે.
લ – લખોટીનો ‘લ’ તો ભેદી રીતે ગુમ છે, કોઇને મળે તો કહેજો.
વ – વહાણના ‘વ’ એ તો કદાચ હાજી કાસમની વીજળી સાથે જ જળ સમાધિ લઇ લીધી છે.
સ – સગડીનો ‘સ’ માં કોલસા ખૂટી જવાની અણી માથે છે.
શ – એટલે જ કદાચ શકોરાના ‘શ’ ને નવી પેઢી પાસે માતૃભાષા બચાવવાની ભીખ માંગવાની નોબત આવી છે.
ષ – ફાડીયા ‘ષ’ એ તો ભાષાવાદ, કોમવાદ અ પ્રદેશવાદના દ્રશ્યો જોઇને છાનો મૂનો આપઘાત કરી લીધો છે.
હ – હળનો ‘હ’ તો વેંચાય ગ્યો છે અને એની જમીન ઉપર મોટા મોટા મોંઘા મોલ ખડકાય ગ્યા છે.
ળ – પહેલા એમ લાગતું હતું કે એક ‘ળ’ જ કોઇનો નથી. પરંતુ હવે એમ લાગે છે કે જાણે આખી બારખડી જ અનાથ થઇ ગઇ છે.
ક્ષ/જ્ઞ – ક્ષાત્રત્વની જેમ માતૃભાષાના રખોપા કરવાનો જ્ઞાનયજ્ઞ કયાં ચોઘડીયે શરૂ કરીશું આપણે સૌ ?
સ્કર્ટ મીડી પહેરેલી અંગ્રેજી માસીએ ઘર પચાવી પાડયું છે. અને સાડી પહેરેલી ગુજરાતી મા ની આંખ્યુ રાતી છે. પોતાના જ ફળિયામાં ઓરમાન થઇને ગુજરાતી મા કણસતા હૈયે રાહ જોવે છે કોઇ દિવ્ય 108ના ઇંતજારમાં....! આવો ઘાયલ થઇ ગયેલી ગુજરાતીને ફરી સજીવન કરીએ, બેઠી કરીએ, પ્રેમથી પોંખીએ. ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, નવી પેઢીને ગુજરાતીમાં ભણાવીએ અને એક સાચા ગુજરાતી તરીકે જીવીએ....!
Jay jay garvi gujarat
[21/02, 07:59] P Dipaksinh Solanki Anand: ગુજરાતી ભાષા ની કમાલ એકજ વાક્ય માં એક જ શબ્દ *"પણ"* ની જગ્યા બદલતાં અર્થ કેટલો બદલી જાય છે
*પણ* હું તને પ્રેમ કરું છું
હું *પણ* તને પ્રેમ કરું છું
હું તને *પણ* પ્રેમ કરું છું
હું તને પ્રેમ *પણ* કરું છું
હું તને પ્રેમ કરું છું *પણ*
[21/02, 10:12] +91 99250 25109: એમ તો કરી જાણું છું,
અભિવ્યક્ત ખુદ ને
કહી-લખી અનેક લીપી એ,
રીઝવવા બધા ને
હકીકત જણાવું છું આજ,
હૃદયસ્થ રણકારે
#માતૃભાષા થકી છવાયો છું,
પૂર્ણતઃ મનમંદિરે
#વિશ્વમાતૃભાષાદિવસ
⚘🌿🍁🍀⚘🌿🍁🍀
⚘"નિમિષ"⚘
[21/02, 10:22] +91 96243 99950: વાહ રે મારી ગુજરાતી!
વાહ રે મારી ગુજરાતી, વાહ રે મારી ગુજરાતી!
દેશ વિદેશ માં ગવાતી, વાહ રે મારી ગુજરાતી!
મધથી એ મીઠી બોલી છે ગુજરાતી,
ખમ્મા ,ખમ્મા વાણી મારી માની ....
વાહ રે મારી ગુજરાતી ,વાહ રે મારી ગુજરાતી!
આવો પધારો, આવકારો મીઠો અપાતો
મોંઘેરા મહેમાનોના હદય જીતનારી ,
વાહ રે મારી ગુજરાતી ,વાહ રે મારી ગુજરાતી !
ખળખળ ખળખળ વહેતી , સૌની છે જીવાદોરી
નર્મદા જળ સિંચનારી , છે જીવન આપનારી
વાહ રે મારી ગુજરાતી ,વાહ રે મારી ગુજરાતી!
નરસૈયો, નર્મદ , સરદાર ,ગાંધીજી મારા ગુજરાતી ,
જીવન કવન ગવાતી ભાષા મારી
વાહ રે મારી ગુજરાતી ,વાહ રે મારી ગુજરાતી!
-ansh khimatvi
[21/02, 11:42] +91 99259 88794: આથમતી છે ચોક્કસ ભૂલો છો તમે
સદા કાળ ઉગતી સવાર છે ગુજરાતી.
...નીલ
[21/02, 11:43] +91 99259 88794: ગુજરાતીમાં છવાયો છું
એટલે જ તો સવાયો છું.
....નીલ.
[21/02, 11:43] +91 99259 88794: આ કાન કદી શબ્દો સાંભળે નહીં કાચાં
મારી માતૃભાષા છે ચોક્કસ મારી વાચા.
...નીલ
માતૃભાષા દિનની હાર્દિક શુભકામના
[21/02, 11:44] +91 99259 88794: મને તો મારી આ ભાષા ખૂબ ગમે છે
ને માટે રજુ થાઉં ત્યારે તાળી પડે છે.
માતૃભાષાને વંદન
નિલેશ બગથરિયા...નીલ.
[21/02, 11:47] +91 98247 63465: *21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ*
*વિષય: આપણી માતૃભાષા*
*નામ: ડો. વિરેન્દ્ર ડોલાસિયા 'નિજ'*
*વિભાગ: પદ્ય*
*શીર્ષક: અમે તો સદાકાળ ગુજરાતી*
અમારી ભાષા છે ગુજરાતી..
અમારી બોલી પણ ગુજરાતી..
અમે તો ભણીએ ભલે અંગ્રેજી..
અમે તો સદાકાળ ગુજરાતી..
ફિકર કરીએ આવતીકાલની..
એવાં નહિ અમે ગુજરાતી..
એવાં નહિ અમે ગુજરાતી..
આજની ઘડી માણે ગુજરાતી..
ચિંતા બધી દૂર રાખી..
ચિંતા બધી દૂર રાખી..
હસતાં રહીએ અમે ગુજરાતી..
ફરતાં રહીએ અમે ગુજરાતી..
અમે તો ભણીએ ભલે અંગ્રેજી..
અમે તો સદાકાળ ગુજરાતી..
બાર ગાઉ છેટે એ બદલાતી..
બોલી અમારી ગુજરાતી..
બોલી અમારી ગુજરાતી..
દુનિયાભરમાં એ વખણાતી..
ભાષા અમારી ગુજરાતી..
ભાષા અમારી ગુજરાતી..
લાગે મીઠી શહદ ગુજરાતી..
જાણે દીઠી કોયલ ટહુકાતી..
અમે તો ભણીએ ભલે અંગ્રેજી..
અમે તો સદાકાળ ગુજરાતી..
છંદ, માત્રા, અલંકારથી શોભતી..
ગરવી ભાષા ગુજરાતી..
ગરવી ભાષા ગુજરાતી..
ગીત, ગઝલ, કવિતાને ઓપતી..
ગરવી ભાષા ગુજરાતી..
ગરવી ભાષા ગુજરાતી..
અલગ અલગ નામે ઓળખાતી..
કચ્છી, કાઠિયાવાડી કે સુરતી..
અમે તો ભણીએ ભલે અંગ્રેજી..
અમે તો સદાકાળ ગુજરાતી..
*"નિજ" ડો. વિરેન્દ્ર ડોલાસિયા રાજકોટ..*
*તારીખ: ૨૧/૦૨/૨૦૨૨..*
[21/02, 12:17] +91 99096 69718: પ્હેલાં લઇ પેન અને પાટી , એમાં થોડી મીઠપ વાટી .
સઘળા રસ નીચોવ્યા ઈશ્વર ,ત્યારે છેક બની ગુજરાતી .
- આશિષ અઘેરાં THE કવિ
વિશ્વ માતૃભાષા દિવસની ખુબ ખુબ શુભકામના .....
[21/02, 13:08] +91 98989 99596: વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ 🌷
જાત ગુજરાતી હતી, માની જશો આજે તમે,
હાથમાં પથ્થર લઇ હું કાચનો ધંધો કરૂ છું
-કલ્પેશ સોલંકી" કલ્પ "
[21/02, 14:13] +91 81405 02272: અંગ્રેજી તો માસી છે,
મા મારી ગુજરાતી છે.
(ધર્મેશ પગી "ધર્મ")
👍વિશ્વ માતૃભાષા દિવસની શુભકામના🙏
[21/02, 14:48] +91 99789 09803: # "વિશ્વ માતૃભાષા દિવસ"ની શુભકામનાઓ..
રાગઃ મહા હેતવાળી દયાળી જ મા તું..
કાવ્ય: મીઠી ગુજરાતી
મળી ગળથૂથીમાં મીઠી ગુજરાતી,
લડ્યો એટલે સામી રાખીને છાતી.
હું હાલરડાંથી પોઢી જાતો નિરાંતે,
પરી સ્વપ્નમાં ભેટતી રોજ રાતે;
પ્રભાતે ભજનમાંય 'મા' એ જ ગાતી..
લડ્યો એટલે સામી રાખીને છાતી.
કલમનું પૂજન સૌ નિશાળોમાં થાતું,
વિના ભાર ભણતર, સહજમાં ભણાતું;
નીતિ કાવ્ય ને વારતામાં વણાતી..
લડ્યો એટલે સામી રાખીને છાતી.
વિદેશી પ્રવાહો મથ્યા એકસાથે,
હરાવી શક્યા ના, ફર્યા ખાલી હાથે;
ખરી વીરતા ઘોડિયામાં ઘૂંટાતી..
લડ્યો એટલે સામી રાખીને છાતી.
દુહા, છંદમાં શાસ્ત્ર આખું સમાતું,
કથા, લોકગીતોથી જીવન ઘડાતું;
મહત્તાથી આખા મલકમાં પૂજાતી..
લડ્યો એટલે સામી રાખીને છાતી..
જીવન-જ્ઞાન હું માતૃભાષામાં પામ્યો,
છતાં વિશ્વમાં કોઈને ક્યાં નમાવ્યો!
'ધીરજ' ને ખુમારીથી થઈ આંખ રાતી..
લડ્યો એટલે સામી રાખીને છાતી.
ડૉ. ધીરજ એસ. બલદાણિયા, અમદાવાદ
[21/02, 16:12] +91 99256 10698: આપણે સહુ ગુજરાતી..!
ફૂલ ફૂલ શી કોમળ ભાષા મારી ગુજરાતી,
ખરલ ખરલમાં ઘૂંટી પછી પીધી ગુજરાતી,
ભાષા મારી ગુજરાતી....
ન્યારી ન્યારી પ્યારી પ્યારી ભાષા મારી ગુજરાતી,
ના જાતિ ના મજહબ જોતી નદીયું સાગર સમાવતી.
ભાષા મારી ગુજરાતી....
શબ્દે શબ્દે ફૂલ ફૂલ થૈ બુલ બુલ થૈ રણકી,
અહો! ઝાકળ ઝાકળ બુંદ બુંદ જાણે કોહિનૂર મોતી.
ભાષા મારી ગુજરાતી, હું પણ ગુજરાતી,
આપણે સહુ ગુજરાતી, ગૌરવ મને ગુજરાતી.
અનિલ સોલંકી"યોગ"પાટણ.
21/02/22
[21/02, 16:31] +91 76220 95747: ઘણી ભાષા શીખી પણ યાદ રહેતી ફકત ગુજરાતી,
નસેનસમાં બનીને લોહી વહેતી ફકત ગુજરાતી
દીપક ઝાલા
[21/02, 16:42] +91 94273 73063: જ્યાં સુધી...,ગુજરાતીઓ *ગેસ સિલિન્ડર*
ને *બાટલો* કહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષા ને
કોઈ આંચ નહિ આવે !!!
માતૃભાષા દિવસ મુબારક😃
[21/02, 09:26] +91 97262 33929: મલક આખ્ખામાં ફરો ,
પણ સાંજે ઘરે જવું જ ગમે.
જગત ભરની ભાષા બોલો,
હાશકારો માતૃભાષામાં ગમે!
...સહુને *માતૃભાષા દિવસ* ની શુભેચ્છાઓ 🙏🏻💐💐💐💐💐
....પન્ના ભટ્ટ પાઠક રંગાનુરાગી.
[21/02, 09:41] +91 97147 20867: મા - 👩🏻🍼
બા - 👵🏻
ગા - 🗣️
કાં - 😳
ખા - 🌚 🍉🍌🍎
ભુ - 🍶
જા - 🚶♀️
હું - 👩🏼
તું - 👨🏻
હા - 😊
ના - ☹️
આ છે આપણી *ગુજરાતી ભાષાની કરામત* એક અક્ષરમાં જ ઘણું બધું કહી જાય.
*નયન* ગમે તેમ વાંચો સરખું જ વંચાય આજે આપણી *ગુજરાતી મધુર ભાષા*
-જાગૃતિ ડી. વ્યાસ 😊🙏🏻
[21/02, 10:02] +91 98797 65651: શીર્ષક: *'છે ગર્વ હું ગુર્જર ભારતીય'*
હેત હાલરડે અમરત ઘોળ્યાં, એ ભાષા છે ગુજરાતી,
આભે ઉડવા સપના આંજ્યાં એ ભાષા છે ગુજરાતી.
જન્મતા જે ભાષા સુણી, જનની જેવી લાગે મીઠી,
ભણતર, ગણતર જેમાં પામ્યાં, એ ભાષા છે ગુજરાતી.
મા, માસી ને માવતર શબ્દો, લાગે સ્નેહની સીડી,
ઉરે સપનાનાં વાવેતર વાવ્યાં એ ભાષા છે ગુજરાતી.
વાર્તા, કવિતા, નાટક, ને વળી ધૂન, ભજન ને દુહા,
અખો, નર્મદ, નરસિંહને પામ્યાં એ ભાષા છે ગુજરાતી.
સદા સૌમ્ય ને મળે માણવા ભરપૂર શબ્દ લાલિત્ય,
છે ગર્વ હું ગુર્જર ભારતીય, મારી ભાષા છે ગુજરાતી.
પીપલીયા જીવતી(શ્રી)
[21/02, 12:04] +91 6351 861 641: ગુજરાતી
શું લખું હું ગુજરાત માટે,
ગર્વ છે મને ગુજરાત માટે.
ગુજરાત ની નદીઓ માં
રમું છું હું.
પર્વત ની તળેટી માં રહું છું હું.
ગુજરાત ને નમુ છું હું
વંદન કરૂં ગુજરાત ને હું
[21/02, 14:17] +91 98673 83672: માતૃભાષા - મારા વિચારો.
અછાંદસ.
પૃથ્વીનાં ગાલ પર લખાયેલા ગુલાબી ગીત સમી મારી માતૃભાષા.
મારી "મા" નાં હાલરડાંમાં ગવાયેલું અમી ભરેલું મધુરમ્ ગીત સમી મારી માતૃભાષા.
ઊભા, પાકેલાં મોલ ભર્યા ખેતરમાં ઝૂલતાં ડોડલાંઓ માંથી લ્હેરાતાં પવનનું સંગીત સમી મારી માતૃભાષા.
કુંવારી કન્યાએ લખેલાં કોડભર્યા પ્રેમ પત્રોમાં, ગુલમહોર જેવાં શબ્દોની ઉભરતી પ્રીત, એ જ મારી માતૃભાષા.
ફાગણમાં હોળીના રંગ થી રંગાયેલા લાલ, પીળા, વાદળી રંગોની અસર સમું સ્મિત એ જ મારી માતૃભાષા.
મારા ગામના પાદરથી વહેતી નદીનાં પાણીની છોળોમાંથી ઉભરતું એક મહાકાવ્ય જેવું સંગીત, એ જ મારી માતૃભાષા.
ગાંધી, સરદાર દ્વારા બોલાયેલી સ્વાતંત્ર્યતાની સ્વર્ણિમ ભાષાની રીત, એ જ મારી માતૃભાષા.
ઝળહળતી, સદાયે ચમકતી આ રૂપેરી આકાશે, એક લિપિ વંચાય અસ્ખલિત, એ જ મારી માતૃભાષા.
મારા ભાગ્યને કંકુવરણાં અક્ષરોથી શણગારતી, નવનીત, એ જ મારી માતૃભાષા.
અંજના ગાંધી "મૌનુ"
વડોદરા
[21/02, 14:18] +91 98248 67788: કવિતા અંતરનાં તેજ આત્માની ભાષા,
જે સપનામાં આવે એ છે માતૃભાષા,
ગુર્જરી મૈં તો ગળથૂથીમાં છે પીધી ,
ગીત ગઝલમાં વંદન થાય એ માતૃભાષા.
~ બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર
[21/02, 14:20] +91 97141 48803: મૂંગા મોઢે ઘણું કહે એ ચહેરો "ગુજરાતી"
શબ્દોમાં ભાવ પ્રગટ કરે એ ભાષા "ગુજરાતી"
ભાવ અને ભાષા નો સંગમ એ વટ. " ગુજરાતી"
લેખક - જેઠવા સોનલ ડી.
[21/02, 14:32] +91 99253 50388: નામ :- અમિતા જાદવ
ઉપનામ :- " અમી "
ગામ :- ભુજ કચ્છ
શીર્ષક :- મારી માતૃભાષા
ગર્ભમાં જ વિકસી મારી માતૃભાષા.
નશે નશ માં ઉમટી મારી માતૃભાષા.
ગળથૂથી માં પીધી મારી માતૃભાષા.
મૌન માં સમજાણી મારી માતૃભાષા.
કાલીઘેલી દરેક બોલીમાં ડોકાતી મારી માતૃભાષા.
સુખ દુઃખમાં હસતી રડતી મારી માતૃભાષા.
લાગણીમાં સમજાતી મારી માતૃભાષા.
સાથે આવી સાથે જ જાસે એ જ મારી માતૃભાષા.
✍️આ રચના મારી સ્વરચિત છે.
[21/02, 14:33] +91 99796 95925: હાલરડે છલકતી
માતૃત્વમાં મલકતી.
લગ્નગીતે રણકતી ને
મરશિયામાં ધબકતી
મારી
માતૃભાષા ગુજરાતી ને
વિશ્વ માતૃભાષા દિને શત શત વંદન 🙏
રમણલાલ જાદવ, ગવાડા.
[21/02, 14:44] +91 79841 51856: મારી માતૃભાષા..
મા જેટલી જ વ્હાલી મને માતૃભાષા.
સઘળી ભાષાઓમાં ગમે માતૃભાષા.
કક્કો, બારાક્ષરી બોલતા હેત વરસે.
અહર્નિશ મારી જીભે રમે માતૃભાષા.
મારી ગુજરાતીની મીઠાશ તો કેવી !
જાણે કે અમૃત કુંભ ઝરે માતૃભાષા.
હું ગુજરાતી અને મારી માતૃભાષા ગુજરાતી.
આશ સેવું છું લોક જીભે વસે માતૃભાષા.
નરસૈયો, નર્મદ, ર.પા.,કલાપી...યાદી લાંબી.
દિલ મારું જેને સતત નમે માતૃભાષા.
ભારતી ત્રિવેદી દવે.
સુરેન્દ્રનગર.
[21/02, 14:45] +91 73596 53634: ॥ રામ ॥
શબ્દોનો સંકુલ પહેલાથી જ હું જેને,
સાચવીને સ્લેટ અને પાટીમાં રાખું છું..
લાગણીથી લચપત લખાણ જેને,
સદાય ચાંપીને મેં છાતીમાં રાખું છું..
અંકુર ભાવનાનો ભેળવીને સદા જેને,
સુગંધીત મારા મર્મની માટીમાં રાખું છું..
બધી જ વહાલી વાતો અલગ જેને,
પોતાના જ દેહની રૂવાતીમાં રાખું છું..
તેથી જ તો કવિત્વનો ક્ષાર હદયથી,
“ધ્રુવ”માતૃભાષા ગુજરાતીમાં રાખું છું..
-ધ્રુવ”મનન”
[21/02, 15:38] +91 94265 19428: મને વ્હાલી છે,મને વ્હાલી છે.
મારી માતૃભાષા મને વ્હાલી છે.
'મોમ ' નહિ હું 'મા ' બોલું,
' ડેડ ' નહિ હું ' બાપા ' બોલું.
મારી માતૃભાષા મને વ્હાલી છે.
હાલારડે ગવાતી,આંખે ઉભરાતી,
નસેનસમાં વહેતી,મૌને મલકાતી.
મારી માતૃભાષા મને વ્હાલી છે.
બાળ મુખમાં છે કાલીઘેલી,
યૌવનમાં ઉરમાં ઉભરાતી.
મારી માતૃભાષા મને વ્હાલી છે.
...મનુભાઈ પટેલ..
[21/02, 15:48] +91 97374 43455: ભાષા ગુજરાતી
તું ગુજરાતી હું ગુજરાતી, આપણા બેની ભાષા ગુજરાતી
તું બોલે ને હું બોલુ, એવા મીઠા શબ્દો ગુજરાતી
ગુર્જર ગૌરવ પિતા આપણુ, માતા છે ગુજરાતની ધરતી
ધન્ય છે ગુજરાત આપણુ, ધન્ય આ ભાષા ગુજરાતી
નર્મદ, મેઘાણી, કાગ,નરસિંહ સૌએ ગાયા ગુણગાન
આપણે પણ ગાવા,એવા આપણા બેના સૂર ગુજરાતી
વિશ્વામિત્રી, સાબરમતી, નર્મદા જૂઓ પાય છે
આપણે પણ પિવા એના,મીઠા એવા નીર ગુજરાતી
ધન્ય તું ને ધન્ય હું, ગુણગાન એના ગાતા થઈએ
તું વાચે ને હું લખું,ગૌરવ આપણું ભાષા ગુજરાતી
રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'
ગુંદીયાળા,સુરેન્દ્રનગર
મો-9016830437
બાંહેધરી-આ મારી લેખિત રચના સ્વરચિત છે એની હું પૂરેપૂરી બાંહેધરી આપું છું.
[21/02, 15:48] +91 97245 56257: "વિશ્ર્વ માતૃભાષા દિવસ"
બસો વર્ષ જુની ગુલામી તો છૂટી,
અંગ્રેજી ભાષાની મોહજાળ ના છૂટી.
પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ,
હિંદુ સંસ્કાર-સંસ્કૃતિનું અકાળે મરણ.
સુટ બુટ પહેરી,
ફાંકડુ અંગ્રેજી બોલતો,
ઠોકર વાગે તો મોંમાંથી,
" ઓહ મા"ને,ડર લાગે તો
"ઓહ બાપ રે" જ બોલતો.
નથી અંગ્રેજી ભાષા વિરુદ્ધ,
છતાં એટલું કહીશ જરૂર,
ગુજરાતી ભાષા સમ નથી,
કોઈપણ ભાષા સમૃદ્ધ.
અંગ્રેજી ભાષાનું કાં અભિમાન?
માતૃભાષાનું જાળવીયે માન.
માતૃભાષાનો ના કોઈ મોલ,
ભાષાઓમાં ગુજરાતી અણમોલ.
અંગ્રેજી ભાષા ભલે પ્રભાવિત કરે,
માતૃભાષા હ્રદયને અભિભૂત કરે.
મા,માતૃભાષા અને મા ભોમ,
'નિજ'નું ગૌરવ,સ્વમાન અને જોમ.
નીના...'નિજ'...
[20/02, 20:57] +91 98247 73726: તમે યાદ કરો રોજબરોજના આપના વ્યવહારમાં આપણે ગુજરાતી ભાષાના ભોગે અંગ્રેજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ.થેંક્યું ,સોરી ,વેલકમ ,બાય. બધા જ અંગ્રેજી શબ્દોનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ.આપનો આભાર હું દિલગીર છું. આવો આવજો ને ભૂલી ગયા છે. ગુડ મોર્નિંગ થી માંડીને ગુડનાઈટને આપણે આપણા જીવનમાં વણી લીધું છે. સુપ્રભાત શુભરાત્રી બોલતા જ નથી.
આપણે ગુજરાતીઓ શા માટે આપણી ગુજરાતી ભાષા માટે અભિમાન ધરાવતા નથી? આપણે આપણી ભાષા પર ગર્વ લેતા ક્યારે શીખીશું? માં ના ભોગે માસીને ક્યાં સુધી વધાવતા રહીશું? આપણા મબલખ અને અઢળક સાહિત્ય વારસાથી નવી પેઢીને ક્યારે પરિચિત કરીશું?
આપણી શાળા કોલેજોમાં ગુજરાતી વિષય ક્યારે ફરજીયાત કરીશું?
ગુજરાત જ કદાચ એક માત્ર એવું રાજ્ય હશે.જ્યાં ગુજરાતી વિષયને અડયા વગર કોલેજ સુધી ભણી શકાય છે.
આપણી ઘણી બધી શાળાઓમાં ગુજરાતી વિષયના શિક્ષકોની જગ્યા ખાલી છે. સરકાર તરત સાક્ષર ગુજરાતી શિક્ષકોની ભરતી કરે
આપણે આપણી રોજબરોજની વાતચીતમાં ગુજરાતી ભાષાનો ભરપૂર ઉપયોગ કરીએ.આપના ઘરોમાં ઑફિસમાં કે દુકાનોમાં બને ત્યાં સુધી ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરીએ. આપણે આપણા ઘરોમાં ગુજરાતી અખબારો મેગેઝીન જ મંગાવીએ. જેથી આપણા બાળકો ગુજરાતી ભાષાથી પરિચિત થાય. ગુજરાતી ભાષા બોલતા લખતા થાય.
આપણે સુરતવાલા નસીબદાર છે કે લગભગ 60 જેટલા કવિ ગઝલકાર સાહિત્યકાર મિત્રો સતત માં ગુજરાતીની અવરીત સેવા કરી રહ્યા છે એ તમામ કવિ ગઝલકાર સાહિત્યકાર મિત્રોને સુપર દુપર સેલ્યુટ.
આપણી સુરતની સાહિત્ય સંગમ શુભ સાહિત્ય જેવી સતત ગુજરાતી માટે કાર્યરત સંસ્થાઓ ખુબ જ સારી બિરદાવવા લાયક કામગીરી કરી રહી છે. આ લોકો દર મહિને સુરતમાં એક પુસ્તકમેળાનું આયોજન કરે.એક જ જગ્યાએ બાળકો વડીલો મહિલાઓ પુરુષો માટે તમામ પુસ્તકો મળી રહે એ પ્રમાણે આયોજન થવું જોઈએ. પુસ્તકોની કિંમતમાં થોડી રાહત પણ આપી શકાય .સુરતના સાહિત્યકાર મિત્રોને આમંત્રિત કરી કોણે કયું પુસ્તક વાંચ્યું ? પુસ્તકમાંથી સવાલ જવાબ કરી શકાય.
પુસ્તકો પ્રેરણાની પરબ છે. પુસ્તકો આપણે સાચા અર્થમાં આપણે જીવન માણતા શીખવે છે.
તમને ખબર છે પેઢી દર પેઢી આપણી ભાષા ઘસાતી જાય છે. ગુજરાતી ભાષા બોલવા અને લખવાવાલા ઘટતા જાય છે.
સરકારી ઓફિસોમાં કાયમ ગુજરાતી અને અંગ્રેજી વચ્ચે પકડદાવ ચાલ્યા જ કરે છે. સરકાર અને પ્રજા જો ભાષાપ્રેમી હોય તો જ ભાષા જીવંત ધબકતી રહે છે.
દરેક કાર્યકમમાં મહેમાનોનું સ્વાગત ફૂલોના બુકેની જગ્યા પર પુસ્તકોથી જ કરવું જોઈએ.ભેટમાં પણ પુસ્તકો જ આપવા જોઈએ.
માં માતૃભાષા અને માતૃભૂમિ ક્યારેય અલગ હોય શકે નહીં.
જે વ્યક્તિ કે સમાજ માતૃભાષાથી અલગ થાય છે એ પોતાની સંસ્કૃતિથી કપાઈ જાય છે.
આપના સુરતી દિગગજ ધુરંધર શાયર મિત્ર રઇશભાઇ મણીયાર સાહેબ સાચું જ કહે છે.
મેં મારા નામનો ટહૂકો અહીં છાતીમાં રાખ્યો છે.
ભૂંસાવા ક્યાં દીધો કક્કો,હજી પાટીમાં રાખ્યો છે.
કેટલા મલક ખૂંદયા ,બધાની ધૂળ ચોટી પણ
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં જ રાખ્યો છે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
[21/02, 09:41] Mordan Bhatt Admn Gandhi Kavita Group: *"અંતર"* ના સંબંધો હોય ને..
તો સંબંધોમાં ક્યારેય *"અંતર"* આવતું નથી..!
માતૃ ભાષા દિવસ ની શુભેચ્છાઓ
प्रार्थना करें
सब का मंगल हो
[21/02, 10:39] Mordan Bhatt Admn Gandhi Kavita Group: શુભ સવાર🌹
આજે માતૃભાષા દિવસે
અનેક શુભેચ્છાઓ .
આજના દિવસે સંકલ્પ કરીએ
ભલે નોકરી નાની મોટી
રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય કંપનીમા કરીએ ,
વ્યવસાય વહેવાર
કરીએ અંગ્રેજીમા
પણ સામાન્ય
વાતચીત વહેવાર કરીએ
આપણી માતૃભાષા
ગુજરાતીમા જ
ભલે ભણાવીએ
બાળકને અંગ્રેજી માધ્યમમા પણ ના ભૂલાવીએ
આપણી માતૃભાષા ગુજરાતી
દંભ અને દેખાડો કરવા
અંગ્રેજીમા ન ફાવતું હોય તોય
પરાણે શાને બોલીએ?
બોલીએ ખુમારીથી
માતૃભાષા ગુજરાતી
અન્ય પ્રાંતના લોકો
પોતાની માતૃભાષા ને
ગમે ત્યાં વળગી રહેશે.
આપણે ત્યાં જઇ પૂછીશું
તો એ એની ભાષા નહી છોડે
એ અહીં આવશે તો
એ બોલશે ભાષા એની
અને આપણે બોલીશું હિન્દી,
શું કામ? બોલો
માતૃભાષા ગુજરાતી
આપણને વહાલી હોય
આપણી માં ,
એમ જ હોવી જોઈએ
આપણી માતૃભાષા
અભ્યાસ નોકરી વ્યવસાયમા
ભલે હોય વહેવાર
કોઈ પણ ભાષામા,
પણ
ઘર પરિવાર મિત્રોમા કે સામાન્ય વાતચીતમા
વહેવાર રાખીએ
માતૃભાષા ગુજરાતીમા
હરેશ ભટ્ટ
[21/02, 10:55] +91 98254 28992: ભવ્ય અને ભાતીગળ ભાત વાળી રંગબેરંગી રંગથી રંગાયેલી મારી માતૃ ભાષા ગુજરાતીનો ઉદભવ અને વિકાસ.
મનહર વાળા "રસનિધિ."
મોબાઈલ, 9664796945.
નોંધ, :
"અહીં મેં જે કંઈ લખ્યું છે એ, મારી h k આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગના પૂજ્ય પ્રાધ્યાપક કાંતિભાઈ પટેલ પાસેથી મળેલું બહુમૂલ્ય જ્ઞાન છે.
હું જન્મથી આંખની દ્રષ્ટિ ધરાવતો નથી એટલે, અહીં હું જે લખું છું એ ટેક્નોલોજીની મદદથી લખું છું. વ્યાકરણની ભૂલ થાય એ માટે મારી મા ગુજરાતી અને તેના વાચક વર્ગની માફી ચાહું છું.
રોબર્ટ હોલના મત મુજબ “ ભાષાએ યાદ્રચ્છીક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની માનવીઓ વડે ઉપયોગમાં લેવાતી વાંચ્ય , શ્રાવ્ય આદતોની વ્યવસ્થા છે .
જે.બી.કેરોલના મત મુજબ “ ભાષાએ પ્રાદેશિક વાચિક ધ્વનીઓ અને ધ્વનિ શ્રખલાની મૃત થયેલી વ્યવસ્થા છે . જે માનવ વ્યક્તિઓનાં કોઈ જૂથ દ્વારા અરસ - પરસના સંદેશાવ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે કે લઇ શકાય છે , અને જે માનવ પરિસ્થિતિમાં જોવા મળતાં પદાર્થો ઘટનાઓ અને પ્રક્રિયાઓને અરોષ પણે નોંધી આપે છે .
સંસ્કૃત મહા કવિ દંડીએ સાચું જ કહ્યું છે કે, :
"જો શબ્દ જ્યોતિ ન હોત તો જગત કેવળ અંધકારમય બની જાત."
આ વાત સર્વથા સત્ય છે.
ક્ષણ બે ક્ષણ વિચારો કે, ભાષા જ ન હોત તો?
આપણે આજે સરળતાથી રોજિંદા જીવનમાં સરળ અને સુમેળ સમાયોજન સાથે વાતચીત કરીએ છીએ એ કેવી રીતે શક્ય બનત?
આ જ સવાલના જવાબ શોધવામાં આપણને ભાષાનું મહત્વ સમજાય જાય છે.
વિશ્વમાં અંદાજે ૭૦૦૦ થી વધુ ભાષાનો ઉપયોગ થાય છે વિશ્વમાં ઉપયોગમાં લેવાતી તમામ ભાષાઓની પોતાની આગવી ઓળખ છે . આ ભાષાઓનો ઉપયોગ કરતા સમુદાયોએ એની ઓળખ અને ગૌરવ કાયમ રહે એવા સંનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ . કોઈ એક ભાષાને સારી લેખાવવા બીજી ભાષાને ઉતારી પાડવાની મનોવૃત્તિ અસ્થાને છે . ભાષા અને બોલી વચ્ચે ફરક છે . સંસ્કૃતમાં “ ભાષ ઉપરથી ગુજરાતીમાં ભાષા ' શબ્દ આવ્યો . એજ રીતે બોલઉપરથી બોલીશબ્દ બન્યો.બોલી અને ભાષા વચ્ચે મુળત : ફરક એટલો જ છે કે , બોલી ભાષાનું અનૌપચારિક પ્રસ્તુતીકરણ કહેવાય છે . જેમકે કોઈ સરકારી અધિકારી એમના વાહન ચાલકને ક્યાંક જવા માટે કહે તો એમ કહેશે ગાડી લગાવો . જ્યારે આ જ અધિકારી ઘરે એમના પુત્રને કહેશે કે “ બેટા , ગાડી લાવ . અધિકારીની ઘરની બોલી એ ભાષાનું અનૌપચારિક સંરકરણ કહી શકાય . સર્જક અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર સક્રીય ધીરુબહેન પટેલ તો ત્યાં સુધી કહે છે કે , બાળકો પાસેથી માતૃભાષા છીનવવી એ આઝાદી છીનવવા જેવી વાત છે . યોગેન્દ્ર વ્યાસ ખૂબ મોટા ગજાના ભાષાવિજ્ઞાની છે . એમના મતે માન્ય ભાષા અને બોલી વચ્ચેનો ફરક એટલે સંસ્કૃતિનો તફાવત છે . આ બન્ને વચ્ચે ભાષાનો તફાવત બિલકુલ નથી.બોલી બળુકી હોય છે કારણકે બોલી જવ્યક્તિના હદય સુધી પહોંચવાનુમહત્વનું કામ કરે છે . માન્ય ભાષા તમામ બોલી વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવવાનું કામ કરતી હોય છે.આ વાત સમજવા જેવી છે . ભાષા અને બોલીનો તફાવત સ્પષ્ટ કરતા નેલ્સન મંડેલાએ એક વાત સરસ કરી હતી કે , “ જે વ્યક્તિ જે ભાષામાં સમજે છે એજ ભાષામાં વાત કરવામાં આવે તો તે તેના મગજ સુધી પહોંચશે . પરંતુ જો તે તેની બોલીની ભાષામાં વાત કરશે તો તેના હૃદય સુધી પહોંચશે . '
કોલંબિયા યુનિર્વસિટીના ભાષા તજજ્ઞ ડૉ . ઝોન હેમિટોન મેકહોર્ટરના મંતવ્ય અનુસાર માનવ સભ્યતામાં આજે આશરે 7૦૦૦ થી વધુ ભાષાનો ઉપયોગ થાય છે . આમાની કેટલીક પ્રાચિન ભાષાઓનો ઉદભવ ઇ.સ પૂર્વે ૩૫૦૦ માં થયો હોવાનું મનાય છે . જો કે ભાષાનો ઉદભવ અને વિકાસ એક ગહન ચર્ચાનો વિષય છે . એનું કારણ પણ છે કે આજ દિન સુધી આ અંગે કોઇ ચોક્કસપ્રમાણ કે આધાર પ્રાપ્ય નથી . ભાષાવિદોના તારતમ્ય અનુંસાર એટલુચોક્કસ કહી શકાય કે , ઉચ્ચારણોના પ્રમાણભુત વ્યાકરણના આધારે જે કાંઇ સન્મુખ આવ્યું એ ભાષા છે . વિશ્વની ભાષાઓ આહ એશિયાટિક , ઑસ્ટ્રોનેશિયન , ઇન્ડો - યુરોપીયન , નાઇજર - કોંગો , સાઇનોતિબેટીયન અને ટ્રાન્સ - ન્યુગુચાના એમ છ વિભાગમાં વહેંચાઇ છે . જે પૈકી ઇન્ડો - યુરોપીયન ( આર્યન ) વિભાગમાંથી ઇ.સ .૧૧૦૦ થી ૧૫૦૦ વચ્ચે રાજસ્થાન બાજુથી અપભ્રંશ થઇને જુની ગુજરાતી અસ્તિત્વમાં આવી હોવાનુ મનાય છે .
ગુજરાતમાં લગભગ ૫૦ જેટલી બોલીઓ જોવા મળે છે . તેમાં મુખ્યત્વે સુરતી , ચરોતરી , મહેસાણી , ઝાલાવાડી , ગામીત , ચૌધરી , વસાવા , ઘોડિયા , કુકણા , પારસી , હોરા કાઠીયાવાડી , કચ્છી અને ભીલી એમ આ ૧૪ બોલીઓનું ગુજરાતમાં ચલણ વધુ જોવા મળ્યું છે . આ પૈકી કાઠીયાવાડી , પટણી , સુરતી અને ચરોતરી બોલી વઘુસાંભળવા મળતી હોય છે . સૌરાષ્ટ્રનાં વિસ્તારમાં કાઠીયાવાડી બોલી પ્રચલિત છે . જેમાં હાલ્યા આવો ' એટલે ચાલ્યા આવી , અટાણે એટલે આ સમયે , મોર થઈ જા ' એટલે આગળ થઈ જાવગેરે બોલચાલની ભાષાના પ્રયોગો છે . જ્યારે ઉત્તર ગુજરાતમાં પટણી બોલીનો ઉપયોગ થતો હોય છે જેમાં ઈમકઉં છું કે..એટલે એમ કહે છે કે , “ વાખએટલે “ બંધ કરવગેરે શબ્દપ્રયોગો બોલવામાં આવે છે . દક્ષિણ ગુજરાતમાં સુરતી બોલીનું ચલણ છે . જેમાં પોયરો એટલે છોકરો ' , ' ખુચોખા એટલે દાળભાત જેવા શબ્દો બોલવામાં આવે છે . મધ્ય ગુજરાતમાં ચરોતરી બોલી હોય છે . ચરોતરીમાં ‘ વઢવુએટલે લડવુ , “ બુહળુ એટલેધોકો ’ જેવા શબ્દો જોવા મળે છે .
ભાષા વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે, ઇસવીસન 800ની સદીમાં ગુજરાતી ભાષાના ઉદ્દભવનો આરંભ થયો હતો. જો કે, ચોક્કસ પુરાવા સાથેની માહિતી મુજબ ઇસવીસન 1100ની સાલથી ગુજરાતી ભાષાનો સમય શરૂ થાય છે. ઇસવીસન 1100મી સદીથી લઈ 1750 52 સુધીના સમય ગાળાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર બાદ 1752થી 1785 સુધીના સમયને સુધારક યુગ, 1785થી 1914 15 સુધીના યુગને પંડિત યુગ, 1915 થી 1948 49 સુધીના સમયને ગાંધી યુગ અને ત્યાર પછીના સમયને આધુનિક યુગ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતી ભાષાના ભાષા વિકાસના આ દરેક તબક્કા જો વિગતે તપાસીએ તો, એ જાણવા મળે છે કે, સમય અનુસાર રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થિતિના બદલાવ સાથે પરિવર્તન પામીને ગુજરાતી ભાષા વિકાસ પામી છે.
1100 મી સદીથી માંડી 1400 સુધીના સમય દરમ્યાન ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્ય ખૂબ વધુ માત્રામાં લખાયું હતું. 1100 મી સદીમાં આચાર્ય હેમચંદ્ર દ્વારા લખાયેલા દુહાઓ ગુજરાતી ભાષામાં લખાયેલા છે. એમણે સિદ્ધરાજ સોલંકીના દરબારમાં રહીને સિદ્ધહેમ નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. આ વાતથી ખુશ થઈને સિદ્ધરાજે આ વ્યાકરણ ગ્રંથની હાથી પર અંબાડી કાઢી હતી.
આ ઉપરાંત 1185 મા શાલીભદ્રસુરી દ્વારા લખાયેલો ભરતેશ્વર બાહુબલી રાસ, તેમ જ પ્રબંધ, વાર, માસ, જેવા સાહિત્ય સ્વરૂપો આ સમયમાં લખાયા હતા. 1400 સુધી સતત જૈન સાહિત્ય જ લખાતું રહ્યું એટલે, આ યુગને જઈન યુગ તરીકે પણ, ઓળખવામાં આવે છે.
આ જૈન સાહિત્યના સમય દરમ્યાન થોડીઘણી જૈનેતર કૃતિઓ લખાય હતી. આ કૃતિમાં અજ્ઞાત કૃત વસંતવિલાસ કૃતિ ખૂબ અદભુત છે. આ કૃતિને ચમકધમકતી ચાંદની તરીકે ઓળખવામાં આવે છે.
1400 પછી જૈન સાહિત્યને બદલે જૈનેતર સાહિત્ય ખૂબ વધુ માત્રામાં લખાવા લાગ્યું અને જૈન યુગનો અંત આવ્યો.
1500 મી સદીમાં થયેલા નરસિંહ મહેતાને ગુજરાતી ભાષા સાહિત્યના આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાએ ઉત્તમ પ્રકારના જ્ઞાન માર્ગી અને પ્રેમ લક્ષણા ભક્તિના પદો આપ્યા છે. નરસિંહ જેમ મીરાના પદ, ભોજાના ચાબખા, અખાના છપ્પા, શામળની પદ વાર્તા, ધીરાની કાફી, પ્રેમાનન્દના આખ્યાન, વલ્લભના ગરબા અને દયારામની ગરબી જેવા સાહિત્ય સ્વરૂપો જૈનેતર યુગમાં ખૂબ વધુ માત્રામાં ખેડાયા છે.
1852 મા દયારામના મૃત્યુ પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક યુગ પૂરો થાય છે અને સુધારક યુગના સૂર્યનો ઉદય થાય છે.
મધ્યકાળમાં લગભગ બધું સાહિત્ય પદ્ રચના સ્વરૂપે જ લખાયું છે. અપવાદ રૂપે થોડી ઘણી ગદ્ય રચનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના પત્ર સ્વરૂપે મળી આવે છે.
સુધારક યુગમાં નર્મદ અને દલપત પશ્ચિમના શિક્ષણના સંપર્કમાં આવ્યા. એમણે મધ્યકાળના સાહિત્ય કરતા બિલકુલ નવી જ ઢબે સાહિત્ય લખવાનું શરૂ કર્યું. આ નવતર પ્રયોગના કારણે ગુજરાતી ભાષામાં સુધારક યુગથી પદ સાહિત્ય સાથે ગદ્ય સાહિત્ય પણ, લખાવા લાગ્યું. નર્મદ અને દલપતે પોતાના સમય કાળમાં જે સાહિત્ય લખ્યું એમાં એમણે સુધારાવાદી દ્રષ્ટિકોણ જ રાખ્યો હતો. એમના સમયમાં લખાયેલા સાહિત્યમાં નર્મદની મારી હકીકત અને દલપતનું મિથ્યાઅભિમાન નાટક ખૂબ પ્રેરક કૃતિ છે.
સુધારક યુગ પછી 1785 થી પંડિત યુગ શરૂ થયો આ યુગમાં ગોવર્ધનરામ, નવલરામ, કાંત, કલાપી, જેવા સાહિત્યકારો થયા. આ સમયમાં જે સાહિત્ય લખાયું એ બધું સાહિત્ય પંડિતાય ભર્યું લખાયું હતું. આ યુગમાં ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ખંડ કાવ્ય, ગઝલ, સોનેટ, જેવા સાહિત્ય સ્વરૂપો લખાવા લાગ્યા.
1814 મા પંડિત યુગના અંત પછી ગુજરાતી સાહિત્યમાં નવો વળઆંક આવ્યો. ગાંધી યુગમાં ગાંધીજીએ એવું કહ્યું કે, :
"કોશિયો સમજી શકે એવું સાહિત્ય લખાવું જોઈએ."
ગાંધી યુગમાં થઈ ગયેલા સાહિત્યકારો પર, ગાંધીનો પ્રભાવ હતો આથી આ યુગમાં સમાજ જીવનને ધ્યાનમાં રાખીને સાહિત્ય લખાયું છે. ટૂંકી વાર્તા, હાઈકુ, જેવા સાહિત્ય સ્વરૂપોનો આ યુગમાં જન્મ થયો.
ગાંધીજીના મૃત્યુ પછી ગાંધી યુગનો અંત આવ્યો અને 1948 50 થી આધુનિક યુગનો આરંભ થયો અને અવનવા પ્રયોગો સાથે પ્રયોગશીલ સાહિત્ય લખાવા લાગ્યું.
આજે આપણી માતૃ ભાષા ગુજરાતીની ભાતીગળ ભાત એટલી હદે મન મોહક બની છે કે, આપણને એમ કહેવાનું મન થાય કે, :
માના ધાવણ જેવું મીઠું કશું નથી."
મને એ વાતનો આનન્દ છે કે, મારી માતૃ ભાષા મારી લાગણી, વ્યક્ત કરવાનું મુખ્ય પરિબળ બની છે.
[21/02, 10:55] +91 98254 28992: 🦋🦋 "માતૃ ભાષા, મારું ગૌરવ " 🦋🦋
✍🏻પ્રદીપ ત્રિવેદી
તારી આંખનો અફીણી, તારા બોલ નો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો.... તારા રૂપની પૂનમનો પાગલ એકલો. ખરેખર....રૂપની પૂનમના પાગલપણામાં કે પ્રેમમાં ઓળઘોળ થતું આ આ ગુજરાતી ગીત એ આપણી 'ગુજરાતી 'ભાષાનું શ્રેષ્ઠ પ્રેમગીત છે.પ્રેમરસના આપણા કવિશ્રી વેણીભાઈ પુરોહિત આ રસને જાળવતા આગળ કહે છે..આજ પીવું દર્શનનું અમૃત, કાલ કસુંબલ કાવો. સાદ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો. તારી મસ્તીનો મતવાલો આશક એકલો. વાહ... વાહ.. શું પ્રેમમાં પાગલ પણાને ગુજરાતી ભાષામાં ઝબોળી છે..! એટલુંજ જ નહિ પણ આપણા દિલીપભાઈ ધોળકિયાએ ખુબ પ્રેમથી તેનો સ્વર -શણગાર કર્યો છે. આ છે.. માતૃભાષાની મતવાલી મસ્તી.! આશિકી!
મારી માતૃભાષા એ મારા વિચારો અને વ્યક્તિત્વ ની જનેતા છે. હું મારી જનેતા અને મારી જન્મભૂમિને જેટલું ચાહું છું એટલુંજ જ હું મારી માતૃભાષા "ગુજરાતી " ને પણ ચાહું છું.
ગુજરાતી ભાષા તો મારું પ્રથમ ગૌરવ છે મારી આગવી ઓળખ છે.મને મારી ગુજરાતી ભાષા પ્રત્યે અનહદ પ્રેમ છે. હું મારી માતૃ ભાષાને મારી માતા જેટલું જ માન -સન્માન આપું છું. ગળથુથીમાં જ ગુજરાતીભાષા પીધી છે.એટલે રગે રગ ગુજરાતી છું.
પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ. માતૃભાષામાં અપાતું પ્રાથમિક શિક્ષણ બાળકોની સમજણ શક્તિ અને તેના વિકાસમાં ખુબ મોટો ભાગ ભજવે છે. બાલ્ય અવસ્થામાંજ માતૃભાષા માં કહેલી વાર્તાઓ, બોધકથાઓ,બાળગીતો, કાવ્યો, વિગેરે તેની કલ્પનાશક્તિઓ અને સામાજિક જીવનને વિક્સવામાં ખુબ મદદરૂપ થાય છે. બાળશિક્ષણવિદ ગિજુભાઈ બધેકા તો પ્રાથમિક શિક્ષણ 'ગુજરાતી 'ભાષા માં જ આપવાના આગ્રહી હતા. સંસ્કાર અને સંસ્કૃતિનુ સિંચન તો માતૃભાષામાં જ ઝડપથી અને સરળતાથી થઇ શકે છે.આજે પણ આપણને...છકો -મકો,અડકો -દડકો, મિયાં ફુસકી,વિક્રમ વેતાળ, બીરબલ ની ચાતુર્યતા,બાલ રામાયણ, નીતિ ઉપદેશ કથાઓ,પરીકથાઓ, વિગેરે યાદ છે... કારણ કે એ આપણી ગુજરાતી ભાષામાં કહેવાયેલી, ગવાયેલી.. વાર્તાઓ છે.આપણી ગુજરાતી ભાષા ના બાળગીતો તો... અદભુત છે. એક બિલાડી જાડી.. તેને પહેરી સાડી, ટમેટું.. ટમેટું.. ગોળ ગોળ ટમેટું..નદી કિનારે નાહવા જાતુંતું.. જાતુંતું., ચકી બેન.. ચકીબેન..મારી સાથે રમવા આવશો કે નહીં.. આવશો કે નહીં?? અરે... આપણા પ્રિય કવિ શ્રી રમેશ પારેખનુ ખુબ લોકપ્રિય બાળગીત.. યાદ છે ને?? "હું ને ચંદુ છાના માના.. કાતરીયામાં પેઠા, લેશન પાડતું મૂકી ફિલ્મ ફિલ્મ રમવા બેઠા."કેવું સરસ બાળગીત.. આવો બાળસહજ ભાવ માતૃભાષાના બાલ ગીત માં જ ઉભરી આવે.
આપણી ગુજરાતી માતૃભાષા એ આપણી સંસ્કારી અને સન્માનિય ભાષા છે. તે એક દિલની... હૃદયના ઉમંગવાળી ભાષા છે. અન્ય ભાષા ભલે શીખો પણ માતૃભાષામાં લીધેલું શિક્ષણ અને મેળવેલ સંસ્કાર આપને આજીવન પ્રફુલ્લિત અને ગૌરવવંતા રાખે છે.
આપણી ગુજરાતીભાષાનો વૈભવ અને ઠઠ્ઠારો કંઈ ઓછો નથી. ગુજરાતીભાષામાં રચયેલી ગઝલો અને કાવ્યોનો રસાસ્વાદ.. ગુજરાતી ગોળકેરીના અથાણાં જેવો રસમધુર છે. જે રસમધુરતા કદાચ બીજી ભાષામાં આવા સાહિત્યનો ના પણ મળે. જેમકે.. જનાબ બરકત વિરાણી યાને 'બેફામ 'ની બેહદ લોકપ્રિય રચના "નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે જોયા છે.'બેફામ'ની આ સુંદર રચનાને ગુજરાતી ગઝલકાર મનહર ઉધસે.. તેના કર્ણપ્રિય કંઠમાં મનોહર બનાવી દીધી છે.ગઝલ ના દોર માં એક ખુબ લોક પ્રિય રચના જોઈએ તો..." પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. જાણે મૌસમ નો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યુંને તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા..ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યા. " આમ.. પિયુ ને તેના પ્રિયતમની યાદ.. ક્યાં ક્યાં આવે છે તેની પ્રકૃતિ સૌદર્ય સભર શ્રેષ્ઠ રચના છે.અહીં ગુજરાતી ભાષા નુ સત્વ ખીલી રહ્યું હોય તેવું લાગે છે.
.તો...આપણા.. ધ્રુવ ભટ્ટની રચનાએ તો ગુજરાતી ભાષાને દરિયા સી મોજ માં મૂકી દીધી છે."ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છો?? આપણે તો કહીયે.. કે દરિયા સી મોજ માં ને ઉપરથી કુદરતની રહેમ છે". અને આ પછી.. એક ગુજજુ શૈલીમાં કહે છે કે.."ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી, મલકાતી.. મોજ! એકલો ઉભો ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ.". છે ને મસ્ત મજાની ફકીરી.. અને તોય.. દરિયા સી મોજ માં ડૂબેલી છે.. ભાષાની મસ્તી.ફાટેલા ખિસ્સાનો ભભકો તો જુઓ.. ત્યાં.. છલકાતી અને મલકાતી.. મોજ મૂકી છે. છલકાતી અને મલકાતી.. એ ગુજરાતી ભાષા નો કેટલો ભર્યો ભર્યો શબ્દ છે.એટલે જ આપણી ગુજરાતી ભાષા જાજરમાન ભાષા છે.
ગુજરાતી ભાષા એ ખુબ જ અસરકારક ભાષા છે. ચોટદાર અને મજેદાર ભાષા છે. આ ચટાકેદાર ભાષા ને આપણા કવિઓ એ.. વિવિધ પ્રયોગોમાં ઢાળી ને વધુ રસદાર બનાવી છે. આપણા લોકપ્રિય કવિ શ્રી તુષાર શુક્લ.. કહે છે..."આંખોમાં બેઠેલા ચાતક કહે છે.. મારું ચોમાસુ ક્યાંક આસ પાસ છે.ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહુ 'ખાસ 'છે.. મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે ". તો અહીં કવિ.. એ.. ચાતક અને ચોમાસા ને સરસ રીતે પ્રયોજ્યું છે. આ જ કવિની બીજી રચના જોઈ તો.."દરિયાના મોજા કાંઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ?.. એમ પૂછી ને થાય નહીં પ્રેમ. એમ પૂછી ને થાય નહિ પ્રેમ"... અહીં પ્રેમ એ તો.. દરિયાના મોજા જેવો છે.. જે... તમોને ભીંજવી ને જ રહે છે! એ માટે .. કાંઈ પૂછવાનું.. હોતું હશે??..
કાવ્ય કલા અને સંગીત કલા નુ અદભુત પ્રયોજન એટલે.." રાધાનું નામ તમે વાંસળીના સુર મહી વહેતું ના મેલો ઘનશ્યામ... "કવિ શ્રી સુરેશ દલાલ ની સુંદર રચના ને.. અદભુત રીતે સ્વરાકન કર્યું છે ક્ષેમું દિવેટિયા એ.
ગુજરાતી ભાષા ના ગીતો પણ એટલા બધા રસીલા જોવા મળે છે કે..સ્વ. સ્વર કિન્નરી લતાજી પણ..ખુશ થઇ ઉઠ્યા હતા.એમણે ગાયેલા ગીતો માં... મારાં તે ચિત્તનો ચોર.. રે.. મારો સાંવરિયો..., માને તો માનવી લે જો..., પાંદડું લીલું ને રંગ રાતો... રૂપલે મઢી છે રાત... આ બધી રચનાઓ એ ગુજરાતી ભાષાને વધુ દેદિપ્યમાંન કરી છે... અને તેમાં સ્વર કિન્નરી લતાજી નો સ્વર મળતા તે... રચનાઓ અણમોલ બની ઉઠી. આશાજી એ ગાયેલ..."માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો.. જગ માથે જાણે પ્રભુતા એ પગ મુક્યો..." કેટલી સરસ રચના છે.
માં એટલે માં.માં માટે કવિ શ્રી બોટાદકરે ખુબ સરસ કવિતા લખી છે.. "જનની ની જોડ સખી નહીં જડે રે લોલ.. મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે... એથી મીઠી તે મોરી માત રે.. જનની ની જોડ સખી નહીં જડે રે લોલ".. આમાં માં ની મીઠાશ અને માં તે માં.. બસ તેની સરખામણી કોઈ સાથે થાય નહીં તેવી.. માતૃ પ્રેમની મીઠાશ આપણી ભાષાને વધુ મીઠડી બનાવે છે.
આપણી ગુજરાતી ભાષામાં ગવાતા ગરબાઓ, આરતી અને પ્રાર્થનાઓ માં પણ શ્રેષ્ઠ ભક્તિ રસ જોવા મળે છે જે બીજી કોઈ ભાષામાં અનુભવાતો નથી.'ચપટી ભરી ચોખાની અને ઘી નો છે દીવડો, ઘોર અંધારી રે.. રાતલડી માં નીકળ્યા ચાર અસવાર,આવા અનેક ગરબાઓ, રાસ.. ભજન, કીર્તન.. વિગેરે ભક્તિભાવ રજૂ કરે છે.
જયારે જ્યારે ગુજરાતી ભાષાની વાત નીકળે ત્યારે ત્યારે.. કહેવાતા તેજજ્ઞો આ ભાષાના ભવિષ્યની ચિંતા કરતા હોય છે... પણ... આ ભાષાનુ ભવિષ્ય હું તો ખુબ જ ઉજ્જળું જોઈ રહ્યો છું. કારણ કે.. ગુજરાતી ભાષાને પ્રાચીન સાહિત્યકારો,સંગીતકારો અને કલાકારોએ વિવિધ માધ્યમો દ્વારા મજબૂત બનાવી, અર્વાચીન માં એ ગુજરાતી ભાષા.. વિવિધ સ્વરૂપે.. સોળે કળાએ ખીલી ઉઠી.. છે. અર્વાચીન કવિ, લેખકો, સંગીતકારો અને કલાકારોએ.. ગુજરાતી ભાષાને... ખુશ્બુદાર બનાવી છે.. જેના કારણે આજે આપણ ને ગુજરાતી કવિતાઓ, ગઝલો, નાટકો, ચલચિત્રો, ગીતો,ડાયરાઓ વિગેરે માણવા ગમે છે.એટલુંજ નહીં પણ આવનારા સમય માં નવોદિત કલાકારો આપણી ભાષાને વધુ રસપ્રદ અને ગૌરવવંતી બનાવશે તેમાં કોઈ શંકા નથી.
આજે વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસ્યો છે ત્યાં ત્યાં.. તેમણે 'ગુજરાતી બેઠકો ' 'ગુજરાતી ઓટલાઓ ''પુસ્તક પરબો ' વિગેરે બનાવી ને ગુજરાતી ભાષાને લીલી છમ્મ રાખવા પ્રયત્નો કર્યા છે.તેમણે ગુજરાતી અખબારો, ગુજરાતી સામયિકો, ગુજરાતી ડાયરાઓ, ગુજરાતી જલ્સાઓ દ્વારા ગુજરાતી ભાષાનો વધુ.. વિકાસ અને વિસ્તાર,મજબૂત અને લોકપ્રિય બનાવ્યો છે.
આમ ભાષાના ભવિષ્ય ની ચિંતા કર્યા વગર બસ.. તમે તેને "પ્રેમ " કરો, તેને બોલવામાં નાનપ ના અનુભવો બલ્કે.. માતૃભાષાનુ સન્માન કરો ગૌરવ અનુભવો.તમે ઘર માં ગુજરાતી ભાષા બોલો, ગુજરાતી અખબાર,સામયિક.. મંગાવો અને.. પુસ્તકો વસાવો. બાળકો, ગુજરાતી સાહિત્ય, સંગીત, નાટક અને કલામાં માં રસ લેતા થાય તેવું ઘરમાં વાતાવરણ ઉભું કરો. બાળકો ને તમારા પ્રિય લેખક, કવિ, કલાકાર ના વિશે વાતો કરો..તો આપો આપ ગુજરાતી ભાષા પેઢી દર પેઢી જીવંત રહેશે અને મહેંકતી રહેશે તેમાં કોઈ બે મત નથી.
મને ગુજરાતી હોવાનુ ગૌરવ છે અને હું મારી માતૃભાષા ગુજરાતી ને અનહદ ચાહું છું. જય ગરવી ગુજરાત.
✍🏻પ્રદીપ ત્રિવેદી
(+919998335488)
[21/02, 10:55] +91 98254 28992: *વૈવિધ્યસભર વારસો છે જેનો અને સાહિત્ય ક્ષેત્રે સદાય ઝળહળતી*
*એ છે મારી માતૃભાષા ગુજરાતી*
.
*સંસ્કૃતિ ભલે ભાતી ભાતી હોય પરંતુ સહજતાથી એકરૂપ થઇને સૌને જોડતી*
*એ છે મારી માતૃભાષા ગુજરાતી*
*મીઠાશ ભરેલી વાણી થકી સરળતાથી સૌના હૈયે અને વિશ્વાસથી બોલાતી*
*એ છે મારી માતૃભાષા ગુજરાતી*
*વિશ્વના ખૂણે ખૂણે વખણાતી અને હાલરડા ભજન લોક સંગીત આમ સંગીત ના જુદા જુદા રંગો થકી શોર્ય ગાથા રૂપે ગવાતી,*
*એ છે મારી માતૃભાષા ગુજરાતી*
*ઘણું કહી શકાય ઘણું લખી શકાય છતાંય થાકી જવાય આમ સૌના હૃદયમાં ઉષ્ણતા થકી ઉભરાતી*
*એ છે મારી માતૃભાષા ગુજરાતી*
*ગુજરાતની માટીની સુગંધ લઈનેવૈશ્વિક સ્તરે મહેકતી*
*એ છે મારી માતૃભાષા ગુજરાતી*
*ગર્વ છે મને મારી માતૃભાષા ઉપર અને એ વાત મને નથી પરવડતી કે કોઇના બોલે મારી સામે મારી માતૃભાષા ગુજરાતી*
**૨૧મી ફેબ્રુઆરી એટલે માતૃભાષા દિવસ મારા સૌ ગુજરાતી બંધુઓ ને માતૃભાષા દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ*
✍️ *નિલેશ સોલંકી* ✍️
[21/02, 10:55] +91 98254 28992: *૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ*
લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,
બે ગઝલ, બે ગીતના પુષ્પો ચડાવી, માતૃભાષાને પ્રથમ વંદન કરું છું.”
મને ગર્વ છે કે “ગુજરાતી” મારી માતૃભાષા છે,
આપ સહુ ને વિશ્વ માતૃ ભાષા દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.
[21/02, 11:49] +91 90229 15872: જન્મતાની સાથે હિંચોળી મુજ ને એ પ્યારી માતૃભાષા મારી હિંચકે રેશમ ડોરી બની એજ માતૃભાષા મારી.
બોલચાલ શિખવી મુજ ને
એ જ માતૃભાષા મારી.
પગલે પગલે બોલી હુ
એ માતૃભાષા મારી.
લખી રસિક.કવિ કવિયત્રી ઓએ
એ જ માતૃભાષા મારી.નરસિંહ, મીરા,ઉમશંકરે શોભાવી એ માતૃભાષા મારી..
જ્ઞાનની અવિરત ગંગા
અસ્ખલિત વહેતી..મુજ
સાફ્લ્ય જીવને
એ જ માતૃભાષા મારી.
પરોઢનુ પ્રભાતિયુ કે વેદનાની વાણી
એ માતૃભાષા મારી.
લાડલી ગોવધઁન,ઉમાશંકર,
નરસિંહ મીરાની
એ માતૃભાષા મારી.
અધિકાધિક પ્રેમાળ મારી
માવડી અને માતૃભાષા મારી.
વંદન માવડી અને માતૃભાષા ને ...દિસે ચોમેર અદકેરી
એ જ માતૃભાષા મારી.
પરેશા ભટૃ.
🙏🌷
[21/02, 11:51] +91 90229 15872: યાદ ના હોય યાદ કરો
આજે સંકલ્પ કરો
કડ કડાટ મોઢે કરો.....
*ક*-કલબલાટ કરતી આવી કાબર
*ખ*-ખડ ખડખડાટ હસી કોયલ
*ગ*-ગણનાયક ગીત મધુર ગાય
*ઘ*-ઘારી જમો ઘર સજાવો
*ચ*-ચક ચક ચકલી ચકા રાણા ચકોર
*છ*-છતર ચડાવો છબી સુધારો
*જ*-જપ તપ કરો જનહિત કાર્ય કરો
*ઝ*-ઝટપટ ઝટપટ દુઃખ ભાગશે દૂર
*ટ*-ટકોર કરો પણ વિવેક રાખો
*ઠ*-ઠપકો આપો થપ્પડ ન મારો
*ડ*-ડહાપણ ન ડોળો અહીં તહીં
*ઢ*-ઢસરડો નહીં ખંતથી મહેનત કરો
*ણ*-હમણાં નહીં ત્વરિત કરો, હણો નહીં,
*ત*-તપ કરો તપસ્વી બનો
*થ*-થપથપાવી પીઠ થાકેલાને સંભાળો
*દ*-દગો ન કરો ડરો કુદરતથી
*ધ*-ઘરમના નેજામાં રહી ધોરી ધજામાં શ્રધા રાખો
*ન*-નફરત નહીં પ્રેમ બાંટો
*પ*-પરમાર્થ કરો પુરુસાર્થ કરો
*ફ*-ફરેબ ન કરો ફંદા ન કરો
*બ*-બચાવો અન્ન બકવાસ ન કરો
*ભ*-ભરોસો કરો ભૂલ ઓછી કરો
*મ*-મનમાં ન લાવો ખોટું ખોટું
*ય*-યશસ્વી બનો યારોના યાર થઈ
*ર*-રમત ન રમો(છેતરો નહીં) રમતિયાળ બનો
*લ*-લંપટ ન બનો લક્ષ બનાવો
*વ*-વચનબદ્ધ બનો વિકારી ન બનો
*સ*-સત્કાર કરો સતકર્મ કરો
*શ*-શહનશીલ બનો સાચા શંગાથી બનો
*ષ*-શેષ રાખો છેદ ન રાખો
*હ*-હળવા બનો હલકા ન બનો
*ળ*-બળવાન બનો બુદ્ધિવાન બનો
*ક્ષ*-ક્ષમા કરો ક્ષતિ ન કરો
*જ્ઞ*-જ્ઞાની બનો,યજ્ઞ કરો જ્ઞાન વહેંચતા ફરો
હું ગુજરાતી મારી ભાષા ગુજરાતી !!
આજે ૨૧ ફેબ્રુઆરી...
"વિશ્વ માતૃભાષા દિવસ"
યોગેશ વ્યાસ (આજ મંડવી કચ્છ)
૨૧.૨.૨૨
[21/02, 13:28] +91 90229 15872: *21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી*
*વિષય: આપણી માતૃભાષા*
*નામ:-લક્ષ્મણભાઈ કાપડીયા
*વિભાગ:-પદ્ય*
*પ્રકાર:-કવિતા*
*શીર્ષક:- મારી માતૃભાષા ગુજરાતી*
*મારી સ્વરચિત કૃતિ .
માતૃભાષા .
મારી માની ભાષા ગુજરાતી તેથી મારી માતૃભાષા ગુજરાતી!
મારા કાને પડ્યો પ્રથમ શબ્દ જે ભાષાનો તે મારી માતૃભાષા ગુજરાતી!
માના ઉદરમાં રહી સાંભળ્યું ઘણું ઘણું ને સંઘર્યુ જે મનમાં તે માતૃભાષા ગુજરાતી!
હાલરડાં ને વાર્તાઓ
લોકગીતો ને દોહા છંદ
વળી નરસિંહના પ્રભાતિયાંથી શોભે માતૃભાષા ગુજરાતી!
થયો પરિચય અન્ય ભાષાઓ તણો, બહુ થયું આકર્ષણ પણ ના જોટો જડ્યો માતૃભાષા ગુજરાતી !
બહુ રૂપાળી લાગી ભાષાઓ વિશ્વ આખાની, એ બધી માસી સરીખી,મા તો માતૃભાષા ગુજરાતી !
મને વ્હાલી મારી ગુજરાતી, બોલું અસ્ખલિત ગુજરાતી,
વિચારું, વીહરુ મનોઆકાશે જેમાં એ માતૃભાષા ગુજરાતી!
આકર્ષણ રહ્યું સદાએ મને મારી નાની સંસ્કૃત માટે ને ગર્વ કરું હમેશા એની છે અપત્ય મારી માતૃભાષા ગુજરાતી!
21/02/2022.
લક્ષ્મણભાઈ કાપડીયા .
[21/02, 13:28] +91 90229 15872: *21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ*
*વિષય: આપણી માતૃભાષા*
*નામ: ડો. વિરેન્દ્ર ડોલાસિયા 'નિજ'*
*વિભાગ: પદ્ય*
*શીર્ષક: અમે તો સદાકાળ ગુજરાતી*
અમારી ભાષા છે ગુજરાતી..
અમારી બોલી પણ ગુજરાતી..
અમે તો ભણીએ ભલે અંગ્રેજી..
અમે તો સદાકાળ ગુજરાતી..
ફિકર કરીએ આવતીકાલની..
એવાં નહિ અમે ગુજરાતી..
એવાં નહિ અમે ગુજરાતી..
આજની ઘડી માણે ગુજરાતી..
ચિંતા બધી દૂર રાખી..
ચિંતા બધી દૂર રાખી..
હસતાં રહીએ અમે ગુજરાતી..
ફરતાં રહીએ અમે ગુજરાતી..
અમે તો ભણીએ ભલે અંગ્રેજી..
અમે તો સદાકાળ ગુજરાતી..
બાર ગાઉ છેટે એ બદલાતી..
બોલી અમારી ગુજરાતી..
બોલી અમારી ગુજરાતી..
દુનિયાભરમાં એ વખણાતી..
ભાષા અમારી ગુજરાતી..
ભાષા અમારી ગુજરાતી..
લાગે મીઠી શહદ ગુજરાતી..
જાણે દીઠી કોયલ ટહુકાતી..
અમે તો ભણીએ ભલે અંગ્રેજી..
અમે તો સદાકાળ ગુજરાતી..
છંદ, માત્રા, અલંકારથી શોભતી..
ગરવી ભાષા ગુજરાતી..
ગરવી ભાષા ગુજરાતી..
ગીત, ગઝલ, કવિતાને ઓપતી..
ગરવી ભાષા ગુજરાતી..
ગરવી ભાષા ગુજરાતી..
અલગ અલગ નામે ઓળખાતી..
કચ્છી, કાઠિયાવાડી કે સુરતી..
અમે તો ભણીએ ભલે અંગ્રેજી..
અમે તો સદાકાળ ગુજરાતી..
*"નિજ" ડો. વિરેન્દ્ર ડોલાસિયા રાજકોટ..*
*તારીખ: ૨૧/૦૨/૨૦૨૨..*
[21/02, 13:29] +91 90229 15872: ૨૧.૨.૨૦૨૨ માતૃભાષા દિન નિમિત્તે માટે ની રચના..
'માતૃભાષા ને વંદન'
મને ગર્વ છે હું છું ગુજરાતી,
સૌ સંગાથે સાજે એવી ભાષા ગુજરાતી...
અંગ અંગમાં વહે નર્મદા, શ્વાંસોમાં મહીસાગર...
મીરા ની કરતાલ, નરસૈં ની પરભાતી,
સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી
એવી ભાષા ગુજરાતી...
નવરાત્રિ નો ગર્ભદીપ, શત્રુંજય -શૃંગ
પ્રાર્થના હોય કે, હોય રાષ્ટ્રગાન
સૌ સંગાથે સાજે એવી ભાષા ગુજરાતી...
મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર
અંતરમાં એકતાનાં છંદ
એવી ભાષા ગુજરાતી...
'મને ગર્વ છે હું છું ગુજરાતી...!
🌹🌹🌹🌹🌹🌹
✍️ કિરણ ચોનકર
"દિવાની"
[21/02, 13:30] +91 90229 15872: " માતૃભાષા દિવસ "
હું ગુજરાતી,છું ગુજરાતી,
માતૃભાષા મારી, છે ગુજરાતી.
મોંઘેરું ઘરેણું છે ગુજરાતી.
મીઠી,મધુરી ભાષા ગુજરાતી.
છંદ, માત્રાને લયવાળી,
અલંકારોથી શણગારેલી,
ગર્વ મને છે મારી ભાષા ગુજરાતી.
મીઠી, મધુરી ભાષા ગુજરાતી.
નો, ની, નું, નાં પ્રત્યયવાળી,
હસ્વ, દીર્ઘની સાચી ઓળખવાળી,
સીધી, સાદી, સરળ ભાષા ગુજરાતી.
મીઠી, મધુરી ભાષા ગુજરાતી.
અનુસ્વાર ને અર્ધબિંદીવાળી,
વિરામચિન્હો ની ચોટવાળી,
કાકા,મામાના ભેદ સમજાવે ગુજરાતી,
મીઠી, મધુરી ભાષા ગુજરાતી.
ક,ખ,ગ, ઘ ના અક્ષરવાળી,
એક, બે, ત્રણ ના અંકવાળી,
લખું, વાંચું ને બોલું હું ગુજરાતી.
મીઠી,મધુરી ભાષા ગુજરાતી.
પ્રાંતે પ્રાંતે અલગ લહેકાવાળી,
અલગ-અલગ ઉચ્ચારોવાળી,
સૌના મુખે શોભે ગુજરાતી.
મીઠી, મધુરી ભાષા ગુજરાતી.
અંગ્રેજીના વા-વંટોળ સામે,
અડીખમ ઉભી છે ગુજરાતી,
શાનથી બોલું હું ગુજરાતી.
મીઠી, મધુરી ભાષા ગુજરાતી.
-ભારતી ભંડેરી " *અંશુ* ", અમદાવાદ.
[21/02, 13:30] +91 90229 15872: *માતૃભાષાની ભેળસેળ*
બાપુજીનું પપ્પાને,
પપ્પાનું થયું ડેડી.
ડેડીને વળી ડેડ કર્યો ને,
મા નું કર્યું મમ્મી,
મમ્મીને પાછી મોમ કરી.
આજકાલની જનરેશને તો,
માતૃભાષાની ભો ખોદી…
મમી તો પિરામિડમાં સૂતા,
આને કોણ સમજાવે ?
બાપને ડેડ કરીને,
જીવતી મા ને મમી બનાવે,
આજકાલની પેઢી,
માતૃભાષાનું ઢીમ ઢાળે...
અંગ્રેજોએ આઝાદ કર્યા ને
માથે અંગ્રેજી ગયા ઠઠાડી.
આ અંગ્રેજીથી આઝાદી મળશે ક્યારેય ?
લેજો બધા વિચારી…
ભાષાની ભેળસેળની આ તો કેવી ,
ભૂંડી થઈ ગઈ છે ભવાઈ !
ભેળસેળવાળી ભાષા લાગે સૌને ઓકે,
એમને તો કોણ રોકે ને વળી ટોકે ?
મમ્મીઓનું ગુજલીશ ,
રોજ રોજ કોમેડી કરે ભારી,
ભેળસેળિયું ઈંગ્લીશ ઠોકી,
ફાંકા મોટા ફાડે....
હવે,
માતૃભાષાને કોણ બચાવે ?
કોણ બચાવે ? ? ?
-ભારતી ભંડેરી " *અંશુ* ", અમદાવાદ.
(૨૧/૦૨/૨૨)
[21/02, 13:30] +91 90229 15872: ❣️મારી માતૃભાષા
મારું ગૌરવ❣️
હું ગુજરાતી વ્હાલું મારી ભાષા આ ગુજરાતી!
આત્મા બોધી, વ્હાલું મારી ભાષા આ ગુજરાતી!
.
શબ્દે, અદબે, વાક્યો મીઠા શણગારી હું લાંચું!
વાંચી લખતી, વ્હાલું મારી ભાષા આ ગુજરાતી!
કવિ નર્મદ નાં જન્મોત્સવથી દિન ઉજવાતો આજે!
નાચી, ગાતી વ્હાલું મારી ભાષા આ ગુજરાતી!
નૂતન શૈલી સાથેજીવ્યા એજ સમાજ સુધારક!
વંદન કરતી, વ્હાલું મારી ભાષા આ ગુજરાતી!
નોખાં ચીલે ચાલી લખતાં કવિતા નવલી ભાતે!
હું હરખાતી, વ્હાલું મારી ભાષા આ ગુજરાતી!
વદતી વાતો આદર સાથે સમરણ કરતી કોયલ!
યુગપુરુષ પ્રતિ, વ્હાલું મારી ભાષા આ ગુજરાતી!
કોકિલા રાજગોર
ભીવંડી થાના મુંબઈ
[21/02, 13:30] +91 90229 15872: માતૃભાષા દિવસની શુભેચ્છા.
હાઈકુ
ગુજરાતી છું
ગુજરાતી હોવાનો
ગર્વ છે મને.
સાઈજીકી.
મારી માતૃભાષા
ગુજરાતી
પ્રેમ
કરીશ હું આજીવન.
નોતરી વિનાશ
ગુજરાતી
કેરો
અંગ્રેજોએ આપ્યું રાજ.
યાદ આવી ગઈ
મારી શાળા
શીખી
જ્યાં હું મારી માતૃભાષા.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[21/02, 13:31] +91 90229 15872: માતૃભાષા....
માના ધાવણ સમી
મારી ભાષા,લાગણીઓ,
વિચારોને વાચા આપતું માધ્યમ છે,મારી માતૃભાષા,હૈયાના ધબકાર સરળતાથી સમજાવે એ મારી મા સમાન ભાષા,
બીજી ભાષા
મારે મન કાકી,માસીને ભાભી,મા શારદાનુ વરદાન છે,મારી માતૃભાષા,દરેક ભાષા નિરાળી આગવી શૈલીવાળી છે,મારી માતૃભાષા મારી આરાધનાને પૂજા છે.
વિચારોની રજુઆતનું માધ્યમ એ મારી માં સમાન
ભાષા,દરેક ભાષાઓથી અવગત કરાવતી કળી એ મારી માતૃભાષા,મારી સંસ્કૃતિ,ને મારા વારસાથી અવગત કરાવે તે મારી માતૃભાષા,જય ગુજરાતી વાણી,તને વંદન તારા થકી તો હું સઘળું સમજી શકી છું.
શૈમી ઓઝા "લફ્ઝ"
[21/02, 13:32] +91 90229 15872: પ્રિય માતૃભાષા
મારા જીવનનો પહેલો અવાજ તારો હતો
ને આખરી અવાજ પણ તારો જ હશે
મારા જીવનનું પેહલું સોપાન તારું હતું
મારા જીવનનો આખરી પાઠ પણ તું જ હશે
મારા જીવનનો પેહલો વિચાર તું જ હતી
મારા જીવનનો છેલ્લો શબ્દ પણ તું જ હશે
મારો પેહલો પ્રેમ તે જ તો વ્યક્ત કર્યો હતો
હવે મારો છેલ્લો શ્વાસ પણ તું જ કંડારજે
હાર્દિક ગાળિયા
[21/02, 14:24] +91 98254 28992: *શીર્ષક: 'ગુજરાતી મારી ભાષા, મારૂં ગૌરવ'*
૨૧ ફેબ્રુઆરી એ 'વિશ્વ માતૃભાષા દિવસ' તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. આપણી માતૃભાષા ગુજરાતીને પણ આ દિવસે ખાસ યાદ કરીને આપણે તેના પ્રત્યે આપણો અહોભાવ ચોક્કસ દર્શાવવો જોઈએ.
આપણા જન્મ પછી આપણે 'મા' પછી તુરંત બીજા કોઈને પ્રાધાન્ય આપ્યું હોય તો તે માતૃભાષા ગુજરાતીને. વાચા આવ્યા પછી કાલીઘેલી ભાષામાં સૌથી પહેલું સંબોધન કર્યું હોય તો આપણી માતૃભાષા ગુજરાતીમાં. આપણે બોલવાનું શરૂ કર્યું ગુજરાતીમાં, હસ્યા ગુજરાતીમાં, રડ્યા ગુજરાતીમાં, ભાઈ બહેન અને મિત્રો સાથે લડ્યા-ઝગડયા પણ ગુજરાતીમાં. આપણી દરેક વિચાર પ્રક્રિયા આજે પણ માતૃભાષા ગુજરાતીમાં જ શરૂ થાય છે. સંવાદનું માધ્યમ ભલે ગમે તે ભાષા હોય પરંતુ તે સંવાદના મુળિયા તો માતૃભાષા ગુજરાતીમાં જ હોય છે.
જેમ દરેક ભાષા સાથે તે પ્રદેશની ભવ્યતા જોડાયેલી હોય છે તેમ આપણી ગુજરાતી ભાષા સાથે ગુજરાતની અસ્મિતા જોડાયેલી છે. માતૃભાષા ગુજરાતી એ આપણી ઓળખાણ છે, આપણી સંસ્કૃતિનો વારસો છે. ગુજરાતી ભાષા તો આપણા વ્યક્તિત્વનું ઘરેણું છે. આપણી પાસે ગુજરાતી ભાષાનો ભવ્ય સાહિત્ય વારસો છે. એકથી એક ચડિયાતા લેખકો અને કવિઓએ ગુજરાતી સાહિત્ય અને સંગીતને શણગાર્યું છે.
અંગ્રેજી એ વિશ્વની પ્રમુખ ભાષા છે પરંતુ તે જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે. તેને આપણા ઘરમાં, ભણતરમાં અને લાગણીના વ્યવહારોમાં સ્થાન ન આપી શકાય કારણ આપણી દરેક વિચાર પ્રક્રિયા માતૃભાષા ગુજરાતીથી શરૂ થાય છે. માતૃભાષા સિવાયની બીજી કોઈ પણ ભાષા આપણી વિચાર પ્રક્રિયા ને નબળી અને મંદ બનાવી દે છે. અંગ્રેજીનો વિરોધ નથી પરંતુ આપણી માતૃભાષા ગુજરાતીની ઉપેક્ષા કોઈ પ્રકારે સ્વીકાર્ય ન હોવી જોઈએ. ૧૮મી અને ૧૯મી સદીમાં અંગ્રેજોએ ભારતની શિક્ષણ વ્યવસ્થા ઉપર કાબુ લઇ લીધો અને આપણે અંગ્રેજી ભાષાના પ્રભુત્વ હેઠળ આવી ગયા. ધણા દેશોમાં તેમની માતૃભાષા સિવાય બીજી કોઇ ભાષામાં પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ સ્વિકાર્ય નથી. એક અભ્યાસમાં એ દર્શાવાયું છે કે મહદ્અંશે માતૃભાષામાં શિક્ષણ લેનારની ગ્રહણશક્તિ અને બુધ્ધિશક્તિ બીજી ભાષામાં શિક્ષણ લેનાર કરતાં અનેકગણી ચડિયાતી સાબિત થઈ છે. છતાં અંગ્રેજીના આંધળા પ્રભાવ હેઠળ આપણે આપણા બાળકોને માતૃભાષામાં શિક્ષણથી વંચિત કરી અજાણતાં જ અક્ષમ્ય નુકશાન કરીએ છીએ.
હું તો મારી માતૃભાષા ગુજરાતીના પ્રેમમાં છું. મને મારી ગુજરાતી ભાષા ઉપર ગર્વ છે. ગુજરાતી ભાષાની મીઠાશ મને હંમેશા અભિભૂત કરે છે. ગુજરાતી સાહિત્ય અને સંગીતની ભવ્યતા મને હંમેશા આકર્ષિત કરતી રહી છે. મારી માતૃભાષા ગુજરાતી હંમેશા મારૂં ગૌરવ રહેશે.
*નામ :- નિખિલ કિનારીવાળા, અમદાવાદ.* ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨
[21/02, 14:35] Mordan Bhatt Admn Gandhi Kavita Group: *ચાલો ખરેખર ગુજરાતી ભાષાને યાદજ કરી લઈએ તો કેવું*
🌹🙏🌹
જો યાદ ના હોય તો આજે સંકલ્પ કરો ને મોઢે કરો.....
*ક ખ ગ ઘ*
*ચ છ જ ઝ*
*ટ ઠ ડ ઢ ણ*
*ત થ દ ધ ન*
*પ ફ બ ભ મ*
*ય ર લ વ સ શ ષ હ*
*ળ ક્ષ જ્ઞ*
એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
આજે ૨૧ ફેબ્રુઆરી...
*"વિશ્વ માતૃભાષા દિવસ"*
ની હાર્દિક શુભેચ્છાઓ....
🙏🏻💐
[21/02, 15:01] +91 90229 15872: ભારત વર્ષની ધન્ય ધરા ગુર્જર ભૂમિ ગુજરાતી,
હા, ગર્વ છે હું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી.
પાનબાઈ, નરસિંહના ભજનિયે ખીલતી પરોઢ અમારી,
વૈષ્ણવજન તો વિશ્વ વખાણે શબદ હતા ગુજરાતી,
હા, ગર્વ છે હું ગુજરાતી મારી માતૃભાષા ગુજરાતી.
પ્રેમાનંદજી એ પાઘ ઉતારી, ભાષા કેમ નકારી?
ભગોમંડલ શબદ સમૂહ સાડા પાચ લાખ ગુજરાતી,
હા, ગર્વ છે હું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી.
સ્વામી, સુદામા, શ્યામ, દત્રાત્રૈય નાથ અલખ ગિરનારી,
દાનગીગેવ, જલિયાજોગી બગદાણે બાવો ગુજરાતી,
હા, ગર્વ છે હું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી.
સોમનાથ, શેત્રુંજય, દ્વારકા, ગબ્બર ગઢ અંબાજી,
જતી સતી ને દેવમુની પીર, તપો ભૂમિ ગુજરાતી,
હા, ગર્વ છે હું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી.
દયાનંદ, શ્રીમદ્દ, સરદાર, તાતા, વિરચંદ, મો.ગાંધી,
અખંડ રાષ્ટ્રની સૌ વિભૂતિ, છે પાક્કા ગુજરાતી,
હા, ગર્વ છે હું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી.
ત્રિલોક એમ કંડોળીયા 'ખાખી' સૂરત
[21/02, 15:01] +91 90229 15872: ગુજરાતી
બંગાળી જેવી,
મદમાતી નથી.
મરાઠી જેવી ,
કરામતી નથી.
ફારસી જેવી,
શરારતી નથી.
સંસ્કૃત જેવી,
કિફાયતી નથી.
મારી ગુજરાતી
તોફાની નથી.
શાંત, ગુણિયલ,
શું ગુજરાતી નથી??
સંસ્કાર-સંસ્કૃતિની
રક્ષાર્થે કેટલું મથી!!
ગુજરાતી એ ગુજરાતી
ભરત ભાયાતી નથી.
ભરત વૈષ્ણવ
માતૃભાષા દિવસ
૨૧.૨.૨૦૨૨.
[21/02, 15:06] +91 90229 15872: *'સ્નેહના સગપણ જોડે ગુજરાતી'*
આવો આવજોના લહેંકા વદી, વાત કરે ગુજરાતી,
ઉરમાં ગર્વ ધરજો વહાલા કહી, વાત કરે ગુજરાતી.
શબ્દોનાં લીલા પાલવ થકી લાગણીની સરિતા વહે,
સ્નેહના સગપણને જોડતા રહી, વાત કરે ગુજરાતી.
કેમ છો? મજામાં ને ? મીઠા ટહુકા કાયમ રહે છે ગુંજતાં,
અતિથિને દેવ તુલ્ય માનતા જઈ વાત કરે ગુજરાતી.
વેદ વારસાનું વહન કરનારી તે જ્ઞાનની જ્યોતિ થઈ,
અંધશ્રદ્ધાને વહેમ નાંખતા દળી, વાત કરે ગુજરાતી.
હેત ભર્યા હાલરડા ને ભજન કીર્તનની રમઝટ જામે,
જાત-પાત ના ભેદ ભૂલવા મળી વાત કરી ગુજરાતી.
પીપલીયા જીવતી(શ્રી)
ટંકારા, મોરબી
[21/02, 15:07] +91 90229 15872: ચાહુ હું તેથી જ મારી *મા* ને,
જેના શબ્દોમાં વહાલ ઉભરાય.
મમતાના પાલવમાં છાનું હેત જો,
જેની બોલીમાં આંસુ છલકાય.
🌹🌹🌹🌹🌹🌹🌹
✍️✍️✍️ ભૂષિત શુકલ
માતૃભાષા દિવસ નિમિત્તે શુભકામના🙏
[21/02, 15:08] +91 90229 15872: માતૃભાષા દિવસની શુભેચ્છાઓ...
એ વિચારે ફૂલે ગજ ગજ મારી છાતી
હું ને મારી માતૃભાષા બંને છે ગુજરાતી
*કવિ નર્મદ*
ગુર્જરી! તુજથી જીવનરસ જોઈએ!
આવ મારા લોહીમાં વસ! જોઈએ..
ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ!
*રઈશ મનીઆર*
અંગ્રેજીમાં નખરા કરતી જીભ પર ,
ગુર્જરી મૂકી શકે તો આવજે
*મેહુલ પટેલ 'ઈશ'*
જીભ ગુજરાતી મળી
એટલે ખ્યાતી મળી!
*મેહુલ પટેલ 'ઈશ'*
વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય, ગુજરાતી નથી.
*ખલીલ ધનતેજવી*
ઈશ્વર તું હોય તો તારી ભાષા બોલ, લખ !
મેં ગુર્જરી બોલી અને ગુર્જરી લખી
*સંજુ વાળા*
આડે-અવળે નહીં, સીધા સામા મળો,
દિલ સુધી પહોંચો એ આશામાં મળો;
‘હાય-હેલ્લો’ છોડો, પૂછો- ‘કેમ છો?’
મળવું છે? તો માતૃભાષામાં મળો.
*વિવેક મનહર ટેલર*
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
*અરદેશર ખબરદાર 'અદલ'*
કાગળ ઉપર એવો નાચે થાય કમરના કટકા
મા ગુજરાતી લાડ લડાવે શબ્દ કરે છે લટકા
*પારુલ ખખ્ખર*
રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
*સંજુ વાળા*
નામ નરસિંહનું પડે કે ઓ મૂલકની પારના
સૌ ફરિશ્તા વેશ બદલી સદ્ય ગુજરાતી બને
*હરીશ મિનાશ્રુ*
નોંધ એના બેસણાની આવશે ગુજરાતીમાં
'માતૃભાષાને બચાવો'ના કરે જે તાયફા
*ભાવેશ ભટ્ટ*
જીવ પેઠે સાચવે એને ‘અદમ’
ને ‘અદમ’ને સાચવે છે ગુર્જરી.
*અદમ ટંકારવી*
અંકલ નથી, છે કાકા મામા ફૂઆ ને માસા!
ફીક્કા છે એની પાસે સાકર અને પતાસા!
બોલી છે સાંભળી છે, જાણું છે એ બધી, પણ
ગુજરાતી જેવી મીઠ્ઠી લાગી ન કોઈ ભાષા!
*સંદીપ પૂજારા*
[21/02, 15:10] +91 90229 15872: બોલતા શીખ્યો સૌથી પહેલા *મા*,
કદમ માંડ્યા ધરા પર થઈ ગયું *પા*
ચાલતા ચાલતા પડ્યો કેવો થયો *ઘા*..!!
ભૂખ લાગે એ પહેલાં મા કહે તું *ખા*,
બા કહે તું મારી સાથે બેસીને ભજન *ગા*
કોઈ પૂછે ચોકલેટ ખાવી છે માથું ધુણાવીને કહું *હા*
હું *નાનું બાળક* કશું ન બોલું જાજુ સમજુ બસ એક અક્ષરમાં એવી છે *ગુજરાતી ભાષા મારી મા*
- જાગૃતિ ડી. વ્યાસ
[21/02, 16:05] +91 90229 15872: 🙏 મારી માતૃભાષા 🙏
મારાં કોટી, કોટી વંદન માતૃભાષા🙏
મારી ભાષા માતૃભાષા
ગુજરાતી હું ગુજરાતી ભાષા
મારી ઓળખ મારી માતૃભાષા
મને ગળથૂથી થી મળેલ શબ્દ માતૃભાષા
અભિવ્યક્તિનું માધ્યમ માતૃભાષા
આપણાં વિચારો, વાણી, જાતિમાં માતૃભાષા
*મા*,*માતૃભાષા*અને *માતૃભૂમિનો* વિકલ્પ બસ *માતૃભાષા*
મારાં કોટી, કોટી વંદન માતૃભાષા 🙏
બીના શાહ.
મુંબઈ.
[21/02, 16:30] +91 98247 73726: ભાષા ને માતૃભાષા જ કેમ કહેવામાં આવે છે, પિતૃભાષા કેમ નહિ ?
કોઈ પણ વ્યક્તિ માતા ના ઉદર માં હોય છે ત્યારે સૌ પ્રથમ વાર તેની ભાષા ને સાંભળે છે...માટે માતા પાસે થી શીખવા મળેલી પ્રથમ ભાષા એટલે આપણી *માતૃભાષા*
સૌને માતૃભાષા દિવસ ની શુભેચ્છા🌹
આ લખાણ મારું મૌલિક છે એની હું બાહેધરી આપૂ છુ.
Smita Maru-80806 64767 (Dombiwali)
*વિશ્વ માતૃભાષા દિન*:
થોડા દિવસ પહેલાં મારા બૉસે મને પૃચ્છા કરી, મિ. બક્ષી, Captive નો અર્થ શું થાય, જાણો છો? મેં નમ્રતાપૂર્વક ના પાડી.
એમણે બીજા એક શબ્દ Viscosity નો અર્થ પૂછ્યો. મેં કહ્યું, સાંભળ્યો તો છે, પણ યાદ નથી આવતું.... શું બક્ષીજી, ઇંગ્લિશ નું knowledge તો હોવું જ જોઈએ.
ખેર એક છેલ્લો શબ્દ. Jeopardy એટલે શું? મેં ફરી કહ્યું, સૉરી, નો આઈડિયા....
સર નિરાશ થયા હોય એમ લાગ્યું. મેં થોડી હિંમત કરીને સરને કહ્યું, જો તમને વાંધો ન હોય, તો બે ત્રણ શબ્દો હું આપને પૂછી શકું ? હા, હા Sure.. હું મુંબઈ ઈંગ્લીશ મીડીયમમાં ભણ્યો છું એટલે કોઈ પણ વર્ડ પૂછો.
મેં કહ્યું, હું વર્ડ નહીં, પણ શબ્દનો અર્થ પૂછીશ. તેમને ખાસ સમજાયું નહીં હોય એમ લાગ્યું. મેં પુછ્યું, "સ્નિગ્ધતા" એટલે શું એ જણાવશો? એમના દિદાર ફરી ગયા. અરે, ગુજરાતી શબ્દ ? I can't. કદાચ હું પહેલી વાર સાંભળું છું...
મેં કહ્યું, OK, બીજો શબ્દ. "વિપદા" નો અર્થ કહી શકશો ? તેમને હવે લાગ્યું કે તેઓ ચોકખી ના પાડશે, તો આબરૂ જશે. એટલે એમણે કહ્યું, હા, મેં સાંભળ્યો તો છે પણ....
મેં ત્રીજો શબ્દ "બંદીવાન" પૂછ્યો. એ કહે, બાંદી એટલે દાસી એ ખબર છે, પણ....
મેં ગર્વ સાથે કહ્યું, સાહેબ,
જે ત્રણ શબ્દો આપે મને પૂછ્યા, એના જ ગુજરાતી અર્થવાળા શબ્દો, મેં આપને પૂછ્યા છે.
Captive એટલે બંદીવાન. Viscosity એટલે સ્નિગ્ધતા અને Jeopardy એટલે જ વિપદા.
સાહેબ આભા બનીને જોઈ રહ્યા.
******-------******--------********
મને સાહેબે પૂછેલા અંગ્રેજી શબ્દો આવડતા જ હતા, પણ મારે તેમને પાઠ ભણાવવો હતો, એટલે મેં આ કારસો રચ્યો...
English ભાષા આવડે એ સારું જ છે, પણ કદાચ કોઈ શબ્દનો અર્થ ન આવડે તો કોઈ નાનમ રાખવાની જરૂર નહીં.
હા, ગુજરાતી ભાષા ન આવડે તો ચોક્કસ શરમાવું જોઈએ, જેમની એ માતૃભાષા હોય, એમણે....
*******--------*******--------*********
વિશ્વ માતૃભાષા દિને એક ગુજરાતીના, વિશ્વમાં રહેતા સર્વ ગુજરાતીઓને હાર્દિક વંદન.
😊🙏🌹
[21/02, 06:09] +91 98240 91101: શુભ સવાર જય ભોલે...
માતૃભાષાને વંદન...
શબ્દ એક છેડો ત્યાં સુર નીકળે..
"ક" ને શોધો ત્યાં બારક્ષરી મળે...
ક કલમનો ક ને ખ ખડીયાનો ખ..
આમ ભણતા અમે સૌ નિશાળે...
અર્થના અનર્થ હર કોઇ કરે..
બંધ બેસતો શબ્દ જ્યાં ભળે...
લખવામાં છે એ સૌથી સહેલી..
ભૂલકાઓના હાથ જેમ વળે...
ગુજરાતી ભાષા હો કે' હો જણ..
'જગત' આખામાં એ ક્યાં ના મળે..?.Jn
જે. એન. પટેલ (જગત)
[21/02, 07:26] +91 98339 12402: મા બોલીજો થાન
મિલે મિણી ભેગો થાન,જ઼ંખા મા બોલીજો થાન
મિલે મિણી ભેગો માન,જ઼ંખા મા બોલીજો થાન
ભાસા જગમેં બરૂંકી, જેંતે થીણૂપે કૂલભાન
હર ગ઼ાલમેં આય જાન, જ઼ંખા મા બોલીજો થાન
નૅરયો સવાલ જભાભ કિતરા, હિકડ઼ે અખર સમાજે
ઈ મિઠી ભાસાજી સાન, જ઼ંખા મા બોલીજો થાન
અજ માતૃભાસા જો ડી,લગે વલો પરભ ઈ કીં
કાંત ગાએ કચ્છીજા ગાન, જ઼ંખા મા બોલીજો થાન
કાંતિલાલ કુંવરજી સાવલા "કાંત "તુમડ઼ો ✍️
[21/02, 07:30] +91 99250 22959: મારી મા : ગુજરાતી....
નદી સમ ઉછળતી-ગાતી, બે કાંઠે છલકાતી...,
પરદેશે પણ શ્રવણસુખ દઈ પાથરે મનમાં શાંતિ.
માતા જેમ જ શબદગુટી જે ગળથુથીમાં પાતી
હ્દયસોંસરી ઉતરે વાતોવાતોમાં મદમાતી.....,
ગર્વ ઘણોયે મુજને છે મારી ભાષા ગુજરાતી.
-પ્રકાશ પરમાર
[21/02, 08:06] +91 99981 39381: દિલમાં વસેલી છે અને સૌને ગમતી, મધુર રસ ફેલાવતી મને ગમે મારી ગુજરાતી ભાષા..... હું છું ગુજરાતી, મારી ભાષા ગુજરાતી, વટથી કહું છું, હું ગુજરાતી.....
વર્ષા ભટ્ટ વૃંદા
💞💞💞💞💞💞💞💞
[21/02, 08:16] +91 99981 39381: શીર્ષક: હું છું ગુજરાતી
જન્મ લીધો જયારથી આ ધરા પર સાંભળતી, બોલતી એવી ભાષા જે છે મારી માતૃભાષા.
જયારે પહેલીવાર બોલી " મા" અને સાંભળેલી દાદી પાસેથી જે કહાનીઓ એ તો હતી ગુજરાતી ભાષા.
હૃદયમાં વસેલી છે અને સૌનૈ ગમતી મધુર રસ ફેલાવતી મને
ગમે મારી ગુજરાતી ભાષા.
બોલવી, સાંભળવી મને ગમે મારી ગુજરાતી ભાષા જેના પર મને છે ગર્વ એવી મીઠડી ભાષા.
લાગે મને પોતીકી અને દિલનાં ઉંડાણથી લાગે પ્યારી. બોલુ હું ગૌરવવંતી ગુજરાતી ભાષા.
હું છું ગુજરાતી, મારી ભાષા ગુજરાતી, વટથી કહું હું છું ગુજરાતી.
વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર
આ રચના સ્વરચિત અને અપ્રકાશિત છે...
[21/02, 08:36] +91 99787 35736: 💥💥💥💥💥
ગુજરાતીએ ગણિતનાં હાજાં
ગગડાવી નાખ્યાં,
હોળી પહેલાં
દિવાળીનાં વાજાં
વગડાવી નાખ્યાં !
💥💥💥💥
માતૃભાષા દિન
💥💥💥💥
-- ખ્વાબ.
[21/02, 09:04] +91 75679 93311: *ગુજરાતી વંદના*
હૈયેથી ગુજરાતી હોવાનું ગર્વ છે,
બસ, મારા માટે તો આ જ સર્વ છે.
ભાષા માથે અમોને હેત ઘણો છે,
રખે આ આશિષ ગુજરાતી તણો છે.
માના ધાવણમાં હું તો પામ્યો આને,
ના બોલું તો મુખ કેમ બતાવીશ બાને!
વટથી બોલું નિત્ય ગરવી ગુજરાતી,
ઝીણાં-ઝીણાં સ્મિતે ઘણું હરખાતી!
ભાષેશ્વરી,ભાષારાણી તું સુજ્ઞમાતા,
નમું 'ગુજરાતી' દેવી શબ્દવિધાતા.
માતૃભાષા દિવસે જ નહીં અંતિમશ્વાસ સુધી ગુજરાતીને નતમસ્તક વંદન.
*_કવિ'સુજ્ઞ'_*
*ભૂમિત પિઠડિયા(દરજી)*
*માંડવી કચ્છ*
*૭૫૬૭૯૯૩૩૧૧*
[21/02, 09:18] +91 99091 97868: ગર્વથી કહું
"હું ગુજરાતી ને ભાષા મારી ગુજરાતી
અક્ષરની અખિલાઈ ભાષા મારી ગુજરાતી
આગંતુકનો આવકારો ભાષા મારી ગુજરાતી
ઇતિહાસનું ઇંધણ ભાષા મારી ગુજરાતી
ઈશ્વરનો ઈશારો ભાષા મારી ગુજરાતી
ઉરનો ઉદયાચળ ભાષા મારી ગુજરાતી
ઊર્મિઓની ઊછળકૂદ ભાષા મારી ગુજરાતી
ઋતુઓનો ઋણ સ્વીકાર ભાષા મારી ગુજરાતી
એકતાનો એકરાર ભાષા મારી ગુજરાતી
ઐરાવતકુળના અરિ સમી ભાષા મારી ગુજરાતી
ઓચ્છવનું આભરણ ભાષા મારી ગુજરાતી
ઔચિત્યનો ઓડકાર ભાષા મારી ગુજરાતી
અંતરનો ઉમળકો ભાષા મારી ગુજરાતી
કોકિલાનો કુંજારવ ભાષા મારી ગુજરાતી
ખટમીઠી ખુમારી ભાષા મારી ગુજરાતી
ગમતાનો ગુલાલ ભાષા મારી ગુજરાતી
ઘમ્મર વલોણાનો નાદ ભાષા મારી ગુજરાતી
ચંચળ નયનોનો ચળકાટ ભાષા મારી ગુજરાતી
છલકાતી સંવેદનાઓની છાલક ભાષા મારી ગુજરાતી
જગથી જુદેરી જાત ભાષા મારી ગુજરાતી
ઝાંઝેરા ઝાંઝરનો ઝણકાર ભાષા મારી ગુજરાતી
ટમટમતા તારલિયાની ભાત ભાષા મારી ગુજરાતી
ઠાવકાઈની ઠેકેદાર ભાષા મારી ગુજરાતી
ડગલું ભર્યું કે ના હઠવુંનો હોંકાર ભાષા મારી ગુજરાતી
ઢગલીમાં ઢેલની ઢમધમ ભાષા મારી ગુજરાતી
તાલથી તાલ મિલાવે ભાષા મારી ગુજરાતી
થાપણનો થનગનાટ ભાષા મારી ગુજરાતી
દરજ્જાનો દર્પણ ભાષા મારી ગુજરાતી
ધડકનનો ધબકાર ભાષા મારી ગુજરાતી
નયનની નૈયાની ધાર ભાષા મારી ગુજરાતી
પ્રીતનો પલકારો ભાષા મારી ગુજરાતી
ફતેહની ફલશ્રુતિ ભાષા મારી ગુજરાતી
બક્ષિશનો બગીચો ભાષા મારી ગુજરાતી
ભણતરનો ભંડોળ ભાષા મારી ગુજરાતી
મધમીઠી મલકાતી ભાષા મારી ગુજરાતી
યાદોની યુદ્ધભૂમિ ભાષા મારી ગુજરાતી
રત્નોનો રણકાર ભાષા મારી ગુજરાતી
લાગણીથી લહેરાતી ભાષા મારી ગુજરાતી
વિદાયવેળા વિરહિણી ભાષા મારી ગુજરાતી
શબનમનો શણગાર ભાષા મારી ગુજરાતી
ષટકોણીય સંઘર્ષ ભાષા મારી ગુજરાતી
સ્નેહની સંગિની ભાષા મારી ગુજરાતી
હૈયાની હરખિણી ભાષા મારી ગુજરાતી
જ્ઞાનની ગંગા ભાષા મારી ગુજરાતી
ક્ષમાનો શૃંગાર ભાષા મારી ગુજરાતી
ગર્વથી કહું ભાષા મારી ગુજરાતી..!!"
✍️ શબીના આઇ.પટેલ
કાવી
[21/02, 09:50] +91 98252 55620: ગુજરાતી ભાષા..
-----------------------------------------------------
ધબકે છે હદય મારૂ ગુજરાતીમાં,
ચમકે છે વદન મારૂ ગુજરાતીમાં.
પ્રેમ કેમ ના હોય માતૃભાષા ઉપર,
ફરકે છે નયન મારૂ ગુજરાતીમાં.
ગૌરવ છે ગુજરાતી હોવાનો મને,
ભળે છે ચિંતન મારૂ ગુજરાતીમાં.
ભાવ પોતાપણાંનો આવે આમાં,
વહે છે રુંદન મારૂ ગુજરાતીમાં.
મુઝાઈ જઈએ બહાર જઈને કદી,
ઝળકે છે વર્તન મારૂ ગુજરાતીમાં.
અનુભવ આનંદનો છે ઘણો એમાં,
પ્રસરે છે મનન મારૂ ગુજરાતીમાં.
લગાવ બેહદ માતૃભાષા પર 'દિન',
કહે છે કથન મારૂ ગુજરાતીમાં.
-----------------------------------------------------
✍️ દિનેશ સોની,દિન,રાપર-કચ્છ,
તા.૨૧/૦૨/૨૨.
માતૃભાષા દિવસની સૌને
શુભકામનાઓ...💐💐
[21/02, 10:04] +91 86904 81999: આજે વિશ્વ માતૃભાષા દિવસ : મને મારી ભાષા ગમે છે, કારણ બાને હું બા કહી શકું છું
મને મારી ભાષા ગમે છે,
કારણ બાને હું બા કહી્ શકું છું.
મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી-
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે લાયન્સ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ડીશ શીખવા ‘કૂકીન્ગ ક્લાસ’ માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડ્કયા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
[21/02, 11:26] +91 98339 12402: 🪴માતૃભાષા દિને🪴
ગુજરાતી મારી ન્યારી
કેમ છો ? મજામાં કહેતા, વાત લાગે પ્યારી
માતૃભાષા દિને કહેતા, ગુજરાતી મારી ન્યારી
સુરતી ના સટાકા હોય, ઈડરની શું વાતું
સંજાણમાં પારસી રહેતા,ગુજરાતી મારી ન્યારી
મીઠી મધુરી મધ જેવી, વિશ્ર્વ ફલકે ગુંજે
અમી ભરેલ હોઠે લહેતા, ગુજરાતી મારી ન્યારી
સરળતાના ભાથા ભર્યા, કચ્છ કાઠી ના હારે
એ..આવજો શબ્દો વહેતા,ગુજરાતી મારી ન્યારી
શીતલતા સરિતા જેવી, હૈયે હેત ઉપજાવે
ભાષા ગુલે કાંત મહેકતા, ગુજરાતી મારી ન્યારી
કાંતિલાલ કુંવરજી સાવલા "કાંત" તુંબડી/મુલુંડ ✍️
[21/02, 12:20] +91 94270 37942: વિષય: આપણી માતૃભાષા
નામ : વીણા કુલદીપસિંહ ડોડીયા
વિભાગ: પદ્ય
પ્રકાર: મૌલિક
શીર્ષક: મારી મીઠી ભાષા
રચના:
ગુજરાતી હોવાનો આપણે,
ગર્વ સૌ લઈએ છીએ.
તો પછી, કેમ વિદેશી ભાષાને મહત્વ આપીએ છીએ?
આપણી સંસ્કૃતિ અને ભાષાને ભૂલતા જઈએ છીએ.
બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકવા જઈએ છીએ.
ઇંગ્લિશમાં બોલીએ તો,
સૌને ઇન્ટેલિજન્ટ લાગીએ છીએ.
અને જો, ગુજરાતી બોલ્યાં તો અભણમાં ગણાઈએ છીએ!
મધ નીતરતી મારી ગુજરાતી ભાષા,
માતાના ધાવણમાં મળી છે મને મારી ભાષા.
ગુજરાતી ગર્વથી બોલો કારણ કે,
તે છે આપણી માતૃભાષા.
ભણો, ગણો ભલે અંગ્રેજીમાં,
પણ ન ભૂલો તમે આપણી ભાષા.
વારસો આગળ વધારવા જરૂરી છે ભાષાનું જ્ઞાન,
સમજી જજો ગુજરાતી,
ખોટાં મોહમાં તમે ભૂલ્યા ભાન.
ઝઘડો કરો ગુજરાતીમાં,
સપનાં દેખો ગુજરાતીમાં,
તો પછી કેમ બોલતાં ખચકાઓ ગુજરાતીમાં.
હું કવિ છું,
હું કવિતા જ્યારે,
અંગ્રજીમાં લખું ત્યારે મગજ કસવું પડે છે.
હિન્દીમાં લખું ત્યારે મનને ઢંઢોળવું પડે છે.
પણ,
જ્યારે ગુજરાતીમાં લખું છું,
ત્યારે આપોઆપ આત્મામાંથી શબ્દો નીસરી પડે છે કારણ કે ગુજરાતી છે મારી આત્માની ભાષા.
વીણા કુલદીપસિંહ ડોડીયા
રાહી
[21/02, 14:35] +91 96195 06878: 🙏🏼 *ધન્ય મારી ભાષા ને ધન્ય મારું માતૃત્વ;*
*કાયમ રહે બન્ને સંગે આદર્શોનો પ્રભુત્વ.*😇
[21/02, 16:06] +91 97260 10568: આજે વિશ્વ માતૃભાષા દિવસ_'22 અંતર્ગત મારું એક...હાઇકુ
______
દીન થ્યો આજે
માતૃભાષા દિ'; જાણે
મા વિણ છોરું.
કનુભાઈ લિંબાસિયા
'કનવર'
ચિત્તલ અમરેલી
મો. 9428707728
ગુજરાત માં ભલે બધા પાટીયા ગુજરાતી માં ના હોય પણ રાજસ્થાન માં 🤣🤣🤣
*અગ્રેજી શરાબ ની દુકાન*
અને
*ઠંડી બીયર મળશે* નુ પાટીયુ હમેંશા ગુજરાતીમાં જ હોય.
🙏 *માતૃભાષા દિવસ મુબારક* 🙏
આ ગીત મારી ભાષા પ્રત્યે મારો પ્રેમ અને ભાષાનું અપમાન કરનારા ઉપર કટાક્ષ દર્શાવે છે.કોઇએ ખોટું મન ઉપર ન લેવું.😀
ગીત~
મારી ભાષાનો સાવ આમ ભુક્કો કરીને,તું બીજી ભાષાથી ના તોલને!
તને પેટમાં જે દુઃખ'તું હોય બોલને?
સુંદર છે મારા આ ક,કા,બારાખડી ને,સુંદર છે ક,કા,કી,કુ,
એબીસીડી જો તમે શીખીને બેઠા છો,ક્યાંથી ભૈ આવડે કશું?
હવે વાત બધી ખોટી તું છોડને?
તને પેટમાં જે દુઃખ'તું હોય બોલને?
ગુજરાતી ભાષા તો સોળે શણગાર સજી લાગે છે સૌને એ મીઠ્ઠી,
નાનાને મોટાને માનથી બોલાવે જો એવી છે ગુજરાતી લિપિ,
તું ગુજરાતી પાના ભૈ ખોલને!
તને પેટમાં જે દુઃખ'તું હોય બોલને?
-આશિત ધામેચા
Comments
Post a Comment