ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી ગર્લ્સ ઈન્સ્ટિટયુશનમાં આજે શાળાની બાલિકાઓ માટે કાનૂની શિક્ષણ અને જાગૃતિ અંગેનો એક કાર્યક્રમ યોજાયો હતો. ઉમરેઠની કોર્ટમાંથી એક્ઝિક્યુટિવ જજ સાહેબો શ્રી લીમ્બચિયા સાહેબ અને તથા જાની સાહેબ શાળાની બાળાઓમાં જાગૃતિ માર્ગદર્શન માટે પધાર્યા હતા.બન્ને જજ સાહેબશ્રીઓએ વારાફરતી એમની આગવી શૈલીમાં પ્રવચન દ્વારા સ્ત્રીઓ,યુવતીઓ, મહિલાઓ,બાલિકાઓ માટે કયા કયા કાયદાઓ છે, કઈ કઈ કલમો છે તેમજ શોષણથી કેવી રીતે બચી શકાય, અપરાધથી કેવી રીતે બચી શકાય અને ભોગ બન્યા હોય તો તેની ફરિયાદ ક્યાં કરી શકાય વગેરે મુદ્દાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે બોયઝ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જે.આઈ.પરમાર પણ વિધાર્થીનિઓને પ્રોત્સાહિત કરવાં ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાના આચાર્ય શ્રીમતી ગીતાબેન પરમારે બંને જ મિત્રોનો આભાર માન્યો હતો.