પરીક્ષાની પૂર્વ સંધ્યાએ...
( ગયા વર્ષે તારીખ 28.3.2022 સોમવારથી)
( ગયા વર્ષે તારીખ 14.03.2023 મંગળવારથી )
તારીખ 11.3.2024 સોમવારથી આપ સૌની બોર્ડ એકઝામ શરૂ થઈ રહી છે, ત્યારે આપ સૌને પરીક્ષાની શુભેચ્છાઓ સહ શુભસંદેશ...
Best of luck
બધા જ દીકરા - દીકરીઓને ખુબ ખુબ શુભેચ્છા...
આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે.
માતાપિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ...
💐💐💐💐💐💐
•••1•••
કેટલીક ટિપ્સ...
૧. તમારો વિશ્વાસ દ્રઢ રાખો.
૨. પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો.એની એક વેરીફાઈડ ઝેરોક્ષ કોપી કઢાવીને ઘરે રાખો.
૩. કાંડા ઘડિયાળ અચૂક લઈ જાઓ.
૪. પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો.
૫. પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.
૬. હોલ ટિકિટની સાચવણી રાખો.
૭. પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.
૮. Exam પેડ સાથે રાખો.
૯.કમ્પાસમાં પૂરતાં અને સારા સાધનો રાખો.. બુઠ્ઠા અને જૂના સાધનો તકલીફ કરશે.
૧૦. OMR શીટ ભરવાની હોય તો એમાં ઉતાવળ કરશો નહિ.
૧૧. Superviser સાહેબ તમને OMR શીટ ભરવામાં મદદ કરવાં તૈયાર છે એમની મદદ લો.
૧૨. હાથ ઉંચો કરી સાહેબને તમારા પ્રશ્નો (પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો. They will definitely help you.
૧૩. પૂરવણીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ, જેમ કે ૭૮૬ લખવું, શ્રી ગણેશ લખવું વગેરે...
૧૪. સ્પ્રે કે અત્તર ન લગાવવું.
૧૫. Superviser સાહેબની તમામ સુચનાઓનો કડક અમલ કરવો.
૧૬. કપડાં નવાં હોય તેના કરતાં સવલતવાળા હોય તો સારું.ઉનાળો હોવાથી સુતરાઉ કે ખુલ્લાં કપડાં પહેરવાનું રાખો.
૧૭. પાર્ટ A અને પાર્ટ B હોય કે સેક્શન હોય તો એમાં બધા પ્રશ્નોના જવાબ લખવા. એકપણ પ્રશ્ન છોડવો નહિ.
૧૮. OMR શીટ હોય તો એમાં જવાબ ભરતી વખતે ફૂટપટ્ટી નો ઉપયોગ કરવાથી પ્રશ્નોનોના જવાબનો ક્રમ બદલવાનો ભય રહેશે નહિ.
૧૯. પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરત જ ઘરે પહોંચવું... પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.
૨૦. જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ.
૨૧. યાદ રાખો.... આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.
૨૨. યાદ રાખો.... ઈશ્વર, હમેશા તમારી પડખે છે.
૨૩. કદાચ તમારું પેપર અપેક્ષાઓ મુજબ ના ગયું હોય તો એનો રંજ રાખશો નહીં. કારણ ગયું એ પાછું આવવાનું નથી. આગળના પેપરની તૈયારીમાં લાગી જાવ.
•••૨•••
તારીખ 28/3/ 2022 ને સોમવારથી ધોરણ 10-SSC અને ધોરણ 12-HSC ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. છાત્રોમાં પરીક્ષાનો હાઉં એટલે કે ડર ઉભો ન થાય અને તેઓ સ્વસ્થ રહે, પરીક્ષા આપવા સુસજ્જ બની રહે, તેવી યોગ્ય કાળજી રાખવી માતા-પિતા અને પરિવારજનોની અને શિક્ષણ જગતના સૌ કોઈની મહત્વની ભૂમિકા છે. સતત પરીક્ષાનું ટેન્શન લઈને પોતાનું બાળક પરીક્ષા સમયે બેબાકળું ના બને અને નર્વસ ન રહે તેનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. બાળકને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય માર્ગદર્શન મળી રહે અને પરીક્ષા તેને બોજારૂપ ન બને, ભાર વિના સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપે તે અપેક્ષિત છે. આ માટે ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રો.ડૉ.અશ્વિન જનસારીએ આપેલ સૂચનો નોંધનીય છે. જે અત્રે પ્રસ્તુત છે...
માતા - પિતા માટે....
(૧) પરીક્ષા આપનાર બાળકની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઇ રહે તેની માતા-પિતાએ ખાસ કાળજી રાખવી જોઈએ.
(૨) પરીક્ષા આપનાર બાળક પૂરતો આરામ કરે એની પણ માતા-પિતાએ કાળજી રાખવી જરૂરી છે.
(૩) માતા-પિતાને પોતાના બાળકની શક્તિ- મર્યાદાની જાણકારી હોવી જોઈએ.
(૪) માતા-પિતાએ બાળકની સરખામણી અન્ય બાળકો સાથે ન કરવી જોઈએ.
(૫) માતા-પિતાએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બાદ સ્નાતક અને અનુસ્નાતક પછી સારી કારકિર્દી ઘડવાની તકો રહેલી હોય છે.
(૬) માતા-પિતાએ જરૂર પડ્યે મનોવૈજ્ઞાનિક સલાહકારની મદદ લેવી જોઈએ.
(૭) માતા-પિતાએ બાળકો પર એની ક્ષમતા કરતાં વધારે અપેક્ષાઓ રાખીને વધુ પડતું પ્રેશર ઉભું ન કરવું જોઈએ.
(૮) માતા-પિતાએ પરીક્ષા સમય દરમ્યાન ખોટી ચિંતા કે હતાશા જન્માવવાને બદલે આવેગાત્મક ટેકારૂપ મદદ કરવી જોઈએ. એટલે કે, હકારાત્મક વલણ રાખવા જોઈએ.
(૯) દરેક માતા - પિતાએ બાળક પ્રત્યે શુભ સંકલ્પિત બનીને બાળકોને પ્રોત્સાહિત કરવા કે, "તારે જે પણ પરિણામ આવશે તેનો અને તારો સ્વીકાર કરીશું. તારા રસ અને રૂચિ અને પસંદગીની લાઈનમાં જવા દઈશું."
ટૂંકમાં માતા-પિતા કે પરિવારજનો તરફથી બાળક પ્રત્યે પોઝિટીવ વલણ બાળક માટે પ્રોત્સાહક બનશે
આ ઉપરાંત ધોરણ 10-SCC અને ધોરણ 12-HSCની બોર્ડની પરીક્ષા આપવા જનાર છાત્ર માટે પણ યાદ રાખવા જેવી કેટલીક જરૂરી બાબતો પણ અહીં નોંધનીય છે...
વિદ્યાર્થીઓ માટે...
(૧) તમારો આત્મવિશ્વાસ દ્રઢ - અડગ રાખો.
(૨) પરીક્ષાની હોલ ટિકીટ(પ્રવેશપત્ર) ની બે ત્રણ ઝેરોક્ષ નકલ કઢાવી રાખો.
(૩) પરીક્ષાની હોલ ટિકીટ(પ્રવેશપત્ર) તમારી સાથે રાખો. શક્ય બને તો પાછલા પાને પેન્સિલથી તમારો સંપર્ક નંબર લખી રાખો કે જેથી હોલટિકીટ (પ્રવેશપત્ર)ગુમ થઈ જાય, ખોવાઈ જાય તો જે તે વ્યક્તિને મળે તો તે વ્યક્તિ તમારો સંપર્ક કરી શકે અને હોલ ટિકીટ (પ્રવેશપત્ર)ને લઈને કોઈ મુશ્કેલી ઊભી ન થાય.
(૪) ઘરેથી સ્વસ્થ ચિત્તે હળવાફૂલ થઇને પરીક્ષા આપવા માટે નીકળો.
(૫) પરીક્ષા દરમિયાન તંદુરસ્તી જાળવવા પ્રમાણસરનો આહાર લો.પૂરતી ઊંઘ પણ લો.
(૬) પરીક્ષાને લગતી સામગ્રી પેન્સિલ, રબ્બર, સ્કેલ વગેરે જેવા સાધનો તમારા કંપાસ બોક્સ કે પાઉચમાં રાખો.
(૭) પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ, ઘડિયાળ પરીક્ષાખંડમાં ન લઈ જવા.
(૮) OMR કે ઉત્તરવહી પર આવશ્યક વિગતો જેવી કે, બેઠક ક્રમાંક, પરીક્ષા કેન્દ્ર, વિષય, વિષય કોડ, જવાબની ભાષા વગેરે સાચી અને સુવાચ્ય અક્ષરે લખવી.
(૯) પરીક્ષાખંડમાં જરાય પણ ગભરામણ અનુભવશો નહિ.સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપવી.
(૧૦) MOR સીટની તમામ વિગત શાંતિપૂર્વક ભરવી.
(૧૧) જવાબવહીમાં કોઈપણ પ્રકારનું લખાણ કે ઓળખચિહ્ન ન કરવું.
(૧૨) તમામ વિભાગ અને પ્રશ્નો ક્રમશઃ લખવા. એક વિભાગ લખવાનો શરૂ કર્યા પછી એને સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા પછી જ બીજાં વિભાગના ઉત્તરો લખવાનું ચાલુ કરો.
(૧૩) બધા જ પ્રશ્નો શાંત ચિત્તે વાંચી જવા અને સ્વસ્થ ચિત્તે લખવા.
(૧૪) પેપર પૂર્ણ થાય કે, તરત જ શાંતિથી ઘરે પહોંચી જવું અને જે પેપર પૂર્ણ થયું હોય તેની જરૂર લાગે તો જ ટૂંકમાં ચર્ચા કરી લીધા પછી તરત જ આગળ ના પેપર ની તૈયારી માં લાગી જવું.
(૧૫) હકારાત્મક વલણ દાખવીને બધા જ પેપર સ્વસ્થ ચિત્તે આપવા જે પરિણામ આવે તેનો સહર્ષ સ્વીકાર કરવાની તૈયારી રાખવી માનસિક સ્વસ્થતા જાળવવી જરૂરી છે.
(૧૬) અદમ્ય ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો જેને ખુદ પર ભરોસો હોય તેને ખુદા પણ મદદ કરે છે. એ વાત કદી ન ભૂલવી જોઈએ.
ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આગામી ધોરણ 10-SCC અને ધોરણ 12-HSCની બોર્ડની પરીક્ષા સ્વસ્થ ચિત્તે અને તંદુરસ્ત મનોબળ સાથે આપીને સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ સહ.. બેસ્ટ ઓફ લક..! યા હોમ કરીને કૂદી પડો ફતેહ છે આગે..!
•••3•••
*જાપાન માં પરીક્ષા ના પહેલાં બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે*
*વ્હાલા 👏વાલી મિત્રો*
*મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન🌈 ને લઇ ને ખૂબજ ચિંતિત છો.*
*પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો👬👭 પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભવિષ્ય ના સારા કલાકાર 👨🎤પણ છે જેમને ગણિત🤷♀ શીખવાની કોઈ જરૂર નથી*
*આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના 👔પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ🥊 કે સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી.*
*આ બાળકો માં કેટલાક મહાન🎻 સંગીતકાર 🎼પણ છે જેમને વિજ્ઞાન ના ગુણ ની કોઈ જરૂર નથી.*
*કેટલાક સારા 🏏રમતવીરો🏀 પણ છે જેમના માટે આ તમામ વિષયો ને સમજવા ની કોઈ જરૂર નથી.તેમના માટે 🏋♀ફિટનેસ પૂરતી છે.*
*જો તમારું બાળક સારા માકૅસ લાવે છે તો બહુજ સારી બાબત છે પણ જો નથી લાવતો તો બાળકને તેના 🗣સ્વાભિમાન નું અપમાન 😭કરી તેનો આત્માવિશ્વાસ તોડશો નહીં.*
*જો તે સારા ગુણ ના લાવી શકે તો ફક્ત તેને હિમ્મત💪 આપજો અને કહેજો કે આ એક સામાન્ય પરીક્ષા છે.તારો જન્મ તો આ બધા કરતા 💅મહાન 🥇 કાર્ય કરવા માટે થયો છે.*
*જો તે ઓછા માર્કસ લાવે તો કઈ દો કે તુ અમારો વ્હાલો 🙍♂દીકરો કે 🙍દીકરી છે અને અમે તને ખૂબજ 👩❤️💋👩પ્રેમ કરીએ છીએ. અને જો તમે આવું કર્યુ તો તમારું બાળક દુનિયા 🏆જીતી લેશે.*
*એક 100 માર્ક્સ 🙏ના પેપર થી તમારા બાળક નું ટેલેન્ટ🙋♂ ક્યારેય નક્કી ના થઇ શકે.*
*તમારા બાળકો ને એક સારા માણસ 👨👨👦👦બનવાની શિક્ષા👍 આપજો.*
*મારી પાસે આ મેસેજ હિન્દી માં આવ્યો હતો મેં તેને ગુજરાતી માં અનુવાદ કર્યો છે કે જેથી સામાન્ય માબાપ પણ સમજી શકે.*
*અત્યારે હાલ📝 exam 📚નો માહોલ છે માટે જેટલો બની શકે તેટલી આ મેસેજની લિંકને આગળ મોકલો.🤝*
•••4•••
પરીક્ષા એ અંત નથી......જીવનની શરૂઆત છે......
+++++++++++++++++++
માર્ચ મહિનો પૂરો થતાં જ જાણે પરીક્ષાઓની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠે છે. એક બાજુ સૂર્ય નારાયણ તેનો અસલી મિજાજ બતાવે છે, તો બીજીબાજુ બાળકોનાં વાલીઓ પણ બેબાકળા બની જાય છે.
એક અમારો જમાનો હતો કે પરીક્ષા આપીને આવીએ તો પણ વાલીને ખબર ન પડતી, પણ હવેનાં ભણતર તો બાળકોની સાથે સાથે વાલીઓ માટે પણ માથાનો દુઃખાવો બની ગયાં છે. એમાં પણ જો બોર્ડની પરીક્ષા હોય તો તો રીતસરનું ઘરમાં રોજ મહાભારત સર્જાય હો...... પપ્પા તો તેનાં કામ પર જાય, પણ મમ્મી તો સવારથી " મોબાઈલ મૂક, વાંચવા બેસ, ટી. વી. તો હવે બંધ હૈ ભાઈસાબ, હવે તો પુરું ધ્યાન ભણવામાં હો, એકવાર બોર્ડમાં સારાં ટકા આવ્યાં એટલે ગંગા નાહ્યાં હો " આવાં સંવાદો લગભગ દરેક ઘરોમાં સાંભળવા મળે. માતા પિતાની વાત પણ વાજબી છે. પોતાનાં સંતાનો પાસે અપેક્ષા રાખે તેમાં ખોટું પણ નથી, પણ સાથે સાથે હાલની સ્થિતિ જોતાં ડર પણ લાગે કે જો ઓછા ટકા આવશે તો બાળક કોઈ અવળું પગલું ન ભરી બેસે !
આ માટે તમે તમારાં બાળકોને શરૂઆતથી જ તમે તેઓની સાથે જ છો ... એવો અહેસાસ કરાવો, જીવનમાં ફક્ત પરીક્ષા અને તેનાં માર્ક જ મહત્વનાં નથી, પોતાનાં સંતાનો પણ મહત્વનાં છે, બોર્ડના સારાં માર્ક સિવાય પણ આગળ વધવાનાં ઘણાં રસ્તાઓ છે. આપણે ઘણાં કિસ્સાઓ વાંચ્યા છે કે આઈન્સ્ટાઈન પણ ભણવામાં નબળા હતાં છતાં પણ મોટાં વૈજ્ઞાનિક બન્યાં. જો તમારામાં કોઈ ચોક્કસ આવડતો હશે તો તમને સફળ થતાં કોઈ રોકી શકશે નહીં ! એક પ્રશ્નપત્ર કંઈ વિદ્યાર્થીની કાબેલિયત નથી બતાવતી !
પોતાનું બાળક જો સારાં ટકા લાવે તો આપણે ખુશ થઈ મીઠાઈ વહેંચીએ છીએ, તેવી જ રીતે તેને થોડાં ઓછાં ટકા આવે તો પણ મોંઢા પર હાસ્ય રાખી તેને ખાલી બે વાક્યો કહેજો...." You are the best " આ વાકય જાદુઈ કામ કરશે. તેને પ્રેમથી ભેટી બસ હૂંફાળું આલિંગન આપજો. તો તેની બધી નિરાશા દૂર થશે.
તો બોર્ડમાં આવતાં માર્ક કંઈ જીવનનો અંત નથી, હજુ તો શરૂઆત છે......
- વર્ષા ભટ્ટ ( વૃંદા)અંજાર
સંકલન અને રજૂઆત...
જયંતીભાઈ આઈ.પરમાર
આચાર્યશ્રી,
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ
Comments
Post a Comment