વિશ્વ યોગ દિવસની ઉજવણી 2022
આજ રોજ તારીખ 21.6.22 ના રોજ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓનો વિશ્વ યોગ દિન બોયઝ હાઈસ્કૂલના પટાંગણમાં સંયુક્ત રીતે યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉમરેઠના સિવિલ જજશ્રી જાની સાહેબ, રજીસ્ટ્રારશ્રી તથા કોર્ટ ના સ્ટાફમાંથી તથા ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમની શરૂઆતમાં ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનની વિધાર્થીનિઓએ પ્રાર્થના રજૂ કરી હતી. બાદમાં ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના આચાર્યા શ્રીમતી ગીતાબેને મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યુ હતું. બાદમાં મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા શ્રી જયંતીભાઈ, શ્રીમતી ગીતાબેન, શ્રી ઘનશ્યામભાઈ, શ્રી હિરેનભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનશ્રી જાની સાહેબનું તમામ સંસ્થાઓ વતી બોયઝ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જયંતીભાઈ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
બાદમાં બન્ને હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષકો શ્રી મુકેશભાઈ પટેલ તથા શ્રી દક્ષેશભાઈ પટેલ દ્વારા યોગનું મહત્વ સમજાવીને ઊભા, બેઠાં અને સૂતાં કરવાના યોગોનું નિદર્શન કરીને બધાંને યોગ કરાવવામાં આવ્યાં હતા. ટ્રસ્ટના માનાર્હ મંત્રીશ્ર રશ્મિભાઈ શાહે પ્રાસંગિક પ્રવચન કરી સૌનું અભિવાદન કરી યોગને જીવનમાં સ્થાન આપવાની અપીલ કરી હતી. મુખ્ય મહેમાન શ્રી જાની સાહેબે પણ એમનાં પ્રવચનમાં યોગને જીવન સાધના બનાવવાના પ્રણ લઈને સૌને યોગ જીવનમાં ઉતારવાનું આહવાન કર્યુ હતુ.
ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓ પૈકી બધાં વિભાગોમાંથી બે બે વર્ગોના વિધાર્થીઓને પ્રતિકાત્મક રીતે આ યોગ કરવાં હાજર રખાયાં હતાં. બાકીના વર્ગો ચાલુ રખાયાં હતાં. તમામ વિભાગોમાંથી ફ્રી શિક્ષકોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી યોગ કર્યાં હતાં.સૌએ ઉત્સાહભેર ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન શ્રી મૌલિકભાઈ પટેલ અને શ્રી નયનભાઈ જાદવે કર્યું હતું.ફોટોગ્રાફી શ્રી હાર્દિકભાઈએ કરી હતી. સ્ટેજ સજાવટ શ્રી હિરેનભાઈ, શ્રીમતી જયાબેન, શ્રી હાર્દિકભાઈ અને સેવકભાઈઓ શ્રી કિરીટભાઈ,શ્રી દશરથભાઈ,શ્રી બ્રિજેશભાઈ વગેરેએ ભેગાં મળીને કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ચારે સંસ્થાઓના આચાર્યશ્રીઓની રાહબારી અને આયોજન મુજબ કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment