પ્રતિશ્રી,
જીલ્લાશિક્ષણાધિકારીશ્રી,
જીલ્લા સેવા સદન,
આણંદ.
વિષય - અમારી શાળાના શિક્ષક શ્રી ડી.એસ.રોહિતની અટકમાં સુધારો કરવા બાબત.
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે અમારી શાળાના શિક્ષક શ્રી ડી.એસ.રોહિતે તાજેતરમાં એમની અટકમાં સુધારો કરાવેલ છે. અને એમની અટકનો સુધારો ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ ગયો છે. હવે તેઓશ્રીએ એમણે શાળાના તમામ રેકોર્ડમાં અટક સુધારા માટે અરજી આપેલ છે. આ અંગે આપની સલાહ અને મંજૂરી માટે આ પત્ર આપને પાઠવી રહ્યો છે. આ શિક્ષક તારીખ 31.10.2023 ના રોજ વય નિવૃત્ત થતાં હોવાથી એમની અટકના શાળાના રેકોર્ડમાં સુધારા માટે આપ તરફથી બને તેટલી જલ્દી મંજૂરી મળે એવી અપેક્ષાઓ સહ...
આભાર.
બીડાણ - 1. શિક્ષકશ્રીની અરજીની નકલ
2. ગેઝેટની નકલ
લિ. આપનો વિશ્વાસુ
Comments
Post a Comment