પ્રેરણાત્મક વારતા

*રાજસ્થાનના જોધપુરની આશા કંડારાને આજથી 8 વર્ષ પહેલાં પતિએ તરછોડી દીધી. માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલી આશા પર બે સંતાનોની જવાબદારી પણ હતી. પતિએ જ્યારે એને તરછોડી ત્યારે આશાની ઉમર 32 વર્ષની હતી. બીજા લગ્ન કરવાના બદલે પોતે જ હવે બાળકોના માતા-પિતા તરીકેની બેવડી ભૂમિકા નિભાવશે અને બાળકોનો ઉછેર કરશે એવું એણે નક્કી કર્યું.* *નાના-નાના કામ કરીને ઘરનું ગુજરાન ચલાવી શકાય પરંતુ જો બાળકોને સારો અભ્યાસ કરાવવો હોય તો મોટું કામ કરવું પડે અને મોટું કામ કરવા માટે ભણવું પડે. 32 વર્ષની આશાએ પરિવારની જવાબદારીઓ નિભાવવાની સાથે કોલેજનો અભ્યાસ શરુ કર્યો. સમાજના અને આસપાસના લોકો આશાને તાના મારતા અને કહેતા 'આ તે કાંઈ ભણવાની ઉમર છે ? એના મા-બાપ પણ બુદ્ધિ વગરના છે તે છોકરીને બીજાના ઘરના બેસાડવાના બદલે આ ઉંમરે ભણવાની છૂટ આપી છે જાણે કે ભણી-ગણીને મોટી કલેક્ટર થવાની હો !'* *આશા ને લોકોની આ વાત ચોંટી ગઈ પણ નકારાત્મક રીતે નહીં, હકારાત્મક રીતે. આશાએ સંકલ્પ કર્યો કે હવે એ અધિકારી બનવા તનતોડ મહેનત કરશે. ત્યકતા મહિલા તરીકે ઉંમરનો જે લાભ મળે તે લાભ...