ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠમાં પ્રણાલિકા મુજબ દર શનિવારે પ્રથમ પિરીયડમાં સમૂહ કવાયત અને યોગ શિક્ષણનું આયોજન થાય છે. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી એમ.યુ.પટેલ તથા અન્ય શિક્ષકો ભેગાં મળીને વિધાર્થીઓને આ પ્રવૃત્તિઓ કરાવે છે.
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ ખાતે આણંદ અને વિધ્યાનગરની ખ્યાતનામ સીવીએમ યુનિવર્સિટી દ્વારા આજરોજ શાળાના હોલમાં હેલ્થ એન્ડ હાઈજીન વિષયક એક સેમિનાર યોજાઈ ગયો. આ સેમિનાર માટે એલસાસ કોલેજના જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનના પ્રોફેસર શ્રી રજનીશજી શર્મા અને એસ.જી. હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોમના સર્જરી ડીપાર્ટમેન્ટના કન્સલ્ટીંગ સર્જનશ્રી સંજયભાઈ ત્રિવેદી પધાર્યા હતાં. એમણે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી વિધાર્થીઓને હેલ્થ એન્ડ હાઈજીન વિષે સુંદર માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
પ્રાચીન નગરી ઉમરેઠ અને એટલી જ પ્રાચીન ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન સ્કૂલ એની સ્થાપનાના 125 વર્ષ (શત રજત જયંતિ) ઉજવી રહી છે ત્યારે આખું વર્ષ ચાલનારા વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ પૈકી ચરણમાં તારીખ 26.8.2023 ના રોજ ઉમરેઠ શહેરની તમામ સ્કૂલોને આમંત્રણ આપીને એક ભવ્ય ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ઉમરેઠમાં ભવિષ્યના આર્ટિસ્ટો તૈયાર થાય એ ઉદ્દેશથી યોજવામાં આવેલી આ સ્પર્ધામાં 125 બાળ કલાકારોને એકત્ર કરવાની સંભાવના સામે 12 સ્કૂલોમાંથી કુલ 77 વિધાર્થીઓ એમના સલાહકાર શિક્ષકો સહિત પધાર્યા હતાં. નિર્ણાયક તરીકે તારાપૂર હાઈસ્કૂલના આચાર્ય, ગુજરાત રાજ્ય માધ્યમિક કલા શિક્ષક સંઘના પ્રમુખ અને ચિત્રકાર શ્રી પરેશભાઈ સેવક તેમજ ના ભૂતપૂર્વ કલા શિક્ષક શ્રી એ સેવાઓ આપી હતી. સ્પર્ધાના ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન પદેથી બોલતાં શ્રી પરેશભાઈએ સંસ્થાના 125 વર્ષ ને ગૌરવશાળી સમય ગણાવીને સ્થાપકોની દીર્ઘ દ્રષ્ટિ, સંચાલકોના વ્યવસ્થાપન અને આચાર્યો સહિત તમામ કર્મચારીઓની નિષ્ઠાને બિરદાવતા એ પોતે પણ આ ગૌરવશાળી સમયના સહભાગી બન્યાં એનો આનંદ વ્યક્ત કર્યો ...
તારીખ 12/08/2024 ના રોજ ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન, ઉમરેઠના બોઇઝ વિભાગમાં શાળાના એન.એસ.એસ.યુનિટ દ્રારા એક દિવસીય શિબિર યોજવામાં આવી. તેમાં ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન સંચાલિત પૂૂર્વ પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. તેમાં ચોમાસા દરમિયાન મેદાનમાં ઉગી નીકળેલ જથ્થાબંધ ઘાસની સફાઈ કરવામાં આવી હતી. આ સમગ્ર સફાઈ શાળાના આચાર્ય શ્રી જે.આઈ.પરમાર સાહેબ તથા શાળાના સુપરવાઈઝર શ્રી કે.આઈ.પટેલીયા સાહેબના માર્ગદર્શન અને રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું તેમાં શાળાના એન.એસ.એસ.યુનિટના પ્રોગ્રામ ઓફિસર શ્રી એન.એચ.જાદવ સાહેબ તથા અન્ય ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષકોએ સાથ અને સહકાર આપ્યો હતો. ધોરણ 11 માં ચાલુ વર્ષે આ શાળામાં પ્રવેશ મેળવનાર વિધાર્થી સ્વયં સેવકોને આ પ્રકારની શિબિરનો પ્રથમ અનુભવ થતાં એમનામાં અદમ્ય આનંદ,ઉત્સાહ અને ધગશ જોવાં મળ્યાં હતાં.
Comments
Post a Comment