આંતરશાળાકીય ગરબા મહોત્સવ...

     આજરોજ તારીખ 18.10.23 ના રોજ ફરી એક વાર ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ અને ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓના આંગણે એક ભવ્ય ગરબા મહોત્સવનો ઉત્સવ યોજાઈ ગયો. જી, હા આપ સૌ જાણો છો એમ ઉમરેઠની પ્રાચીન, પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલ એની સ્થાપનાના 125 વર્ષ એટલે કે શત રજત જયંતી ઉજવી રહ્યાં છે. એ ઉજવણીના ભાગ રૂપે ઉમરેઠ વિસ્તારની શાળાઓ માટે *આંતરશાળાકીય ગરબા મહોત્સવ* ઉજવાઈ ગયો.

     આ મહોત્સવમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની મળીને કુલ 15 એન્ટ્રઓ આવી હતી.

     આ પ્રસંગે આણંદ જીલ્લા રમતગમત અધિકારીશ્રી ના અધ્યક્ષ પદે અને ઉમરેઠના જાણીતા ડેન્ટલ સર્જન શ્રી જયેશભાઈ દેસાઈના અતિથિવિશેષપણાં હેઠળ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાઈ ગયો. આ પ્રસંગે સંસ્થાના ચેરમેનશ્રી દીપકભાઈ દવે, સહમંત્રીશ્રી રાજકુમાર વકીલ, ટ્રસ્ટી શ્રીમતી વર્ષાબેન, ટ્રસ્ટી શ્રીમતી સેજલબેન, દાતાશ્રી વિજયભાઈ ભટ્ટ, પત્રકાર મિત્ર શ્રી રમેશભાઈ રાણા, તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, સ્ટાફ ગણ અને વિધાર્થીઓની વગેરેની ખાસ ઉપસ્થિતિ હતી.



હાજરીમાં

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...