બી.એડ.તાલીમાર્થીઓનો કેમ્પ

* ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ ખાતે કે.જી.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા 20 તાલીમાર્થીઓની એક ટીમ દ્વારા તારીખ 12.12.23 થી તારીખ 22.12.23 સુધી બ્લોક ટીચીંગનો એક તબક્કો યોજાઈ ગયો.

* પ્રથમ દિવસે શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે આ ટીમ લઈને આવેલા પ્રાધ્યાપિકા મેડમશ્રી ખુશ્બુબેન બોબડા સહિત સૌ તાલીમાર્થીઓનું સ્વાગત કર્યું હતું અને સૌને કોઈ પણ પ્રકારની અગવડ નહીં પડવા દઈએ એવી હૈયાધારણ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

* પ્રથમ દિવસે સૌ તાલીમાર્થી મિત્રોએ શાળાની પ્રાર્થના સભા, એનું સંચાલન, શાળાના સમય પત્રક અને વ્યવસ્થાપન વગેરેનો અભ્યાસ કર્યો હતો અને શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોનો પરિચય કેળવ્યો હતો.

* આ સમગ્ર ગાળા દરમ્યાન તમામ તાલીમાર્થી મિત્રોએ દરરોજ ધોરણ 9,10 અને 11 માં જરૂરિયાત મુજબ 1 થી 6 તાસ સુધી શૈક્ષણિક કાર્ય કરીને શિક્ષણકાર્યની પ્રત્યક્ષ તાલીમ મેળવી હતી.

* શૈક્ષણિક કાર્ય ઉપરાંત દરરોજની પ્રાર્થના સભાનું સંચાલન પણ એમણે પોતાના હસ્તક લઈને લાઈવ પ્રાર્થના ગાઈને, જાણવા જેવું, બોધકથા, ભજનો, ગીતો, વાર્તા કથન, સમાચાર વાંચન, પ્રતિજ્ઞાપત્ર વાંચન અને રાષ્ટ્ર ગીત ગાન જેવી તમામ પ્રવૃત્તિઓનું સરસ, સરલ અને સફળ સંચાલન કર્યું હતું.

* આ ઉપરાંત ફ્રી તાસમાં અને રજા પર રહેલ શિક્ષકની અવેજીમાં ઉપસ્થિત રહી ચિત્ર, નિબંધ લેખન, મનોરંજક રમતો વગેરેની સ્પર્ધાઓ લીધી હતી. તેમજ આ તમામ સ્પર્ધાઓના ત્રણ ત્રણ વિજેતાઓને અંતિમ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઈનામો આપી નવાજ્યાં હતાં.

* બ્લોક ટીચિંગના અંતિમ દિવસે આ તાલીમાર્થીઓની બીજી એક ટીમ કે જે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન પ્રાથમિક વિભાગમાં બ્લોક ટીચિંગ માટે આવી હતી એના સંયુક્ત ઉપક્રમે એક જોરદાર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને સૌ વિધાર્થીઓ અને સ્ટાફ મિત્રોના મન મોહી લીધાં હતાં.આ કાર્યક્રમનું એન્કરીંગ મેરીના મેકવાન અને રાજલ લુહારે કર્યું હતું. ઘણાં તાલીમાર્થીઓએ એમના અનુભવો શેર કર્યાં હતાં. અને શત રજત જયંતી (125) વર્ષ ઉજવી રહેલી જ્યુબિલીનો આભાર માનતાં અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

* આ કાર્યક્રમમાં એમની ટીમ વતી પ્રાધ્યાપિકા મેડમ શ્રીમતી સોનલ મહીડાએ એમની કોલેજ વતી ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ અને સ્કૂલનો, આચાર્યશ્રીનો, સમગ્ર સ્ટાફ ગણનો આભાર માન્યો હતો. અને સંભારણાં રૂપે શાળાના આચાર્યશ્રીને એક સુંદર ભેટ અર્પણ કરી હતી.

* શાળાના આચાર્ય શ્રી જયંતીભાઈ આઈ.પરમારે આ તાલીમાર્થીઓની બેચ ઉધ્યમી અને ઉત્સાહી હોવાનું જણાવી એમની શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓની પ્રસંશા કરી હતી. એમની કી નોટ સ્પીચમાં એમણે શાળાના નાના બાળકોને ભવિષ્યમાં શિક્ષક બનવાનું આહવાન કર્યું હતું. તાલીમાર્થીઓને નવી પેઢીના "સ્માર્ટ વિધાર્થીઓ"ને ભણાવવા સ્માર્ટ બનવા શિખામણ આપી હતી. અને તમામ તાલીમાર્થીઓને ભવિષ્યના સારા શિક્ષકો બનવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

ચિત્ર સ્પર્ધા
















શૈક્ષણિક કાર્ય 








પ્રાર્થના સભા સંચાલન 














સુવિચાર લેખન




સરસ્વતી પૂજા




















બુલેટીન બોર્ડ 





સાંસ્કૃતિક કાર્યક્રમ ઝલક

























તાલીમાર્થીઓએ આપેલ ભેટ..



સંકલન અને રજૂઆત 
આચાર્યશ્રી
જયંતીભાઈ આઈ.પરમાર 

આભાર...🙏










Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...