Posts

Showing posts from June, 2024

માધ્યમિક કક્ષાએ સરકારી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ જ્યુબિલીથી......

Image
     ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સરકારશ્રીના આ વર્ષ ના "ઉજવણી - ઉલ્લાસમય શિક્ષણની" થીમ આધારિત પ્રવેશોત્સવ - 2024 આજરોજ તારીખ 26.6.24 ને બુધવારે શાળાના હૉલમાં યોજાઈ ગયો.      આ પ્રસંગે આણંદ જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પાર્થકુમાર ઠાકર અને લાયઝન અધિકારીશ્રી નરેન્દ્રભાઈ છાસટીયા સરકારી પ્રતિનિધિ તરીકે અવલોકન માટે હાજર રહ્યાં હતાં. શાળા સંચાલક મંડળ વતી ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવે, વાલી મંડળ પ્રતિનિધિ શ્રી જૈમિનભાઈ પટેલ, ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશનના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર, ધી ગર્લ્સ ઈન્સ્ટીટયુશનના આચાર્યા શ્રીમતી ગીતાબેન કે. પરમાર, પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી ધનશ્યામભાઈ રાણા અને શ્રી હિરેનભાઈ શાહ સહિત ચારેય સંસ્થાના શિક્ષક મિત્રો અને સ્ટાફ ગણ, વાલીઓ અને વિધાર્થીઓએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.       ગર્લ્સ ઈન્સ્ટીટયુશનની બાળાઓએ રજૂ કરેલી પ્રાર્થના બાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદની વિધિ કરવામાં આવી હતી. સરકારી ગાઈડ લાઈન અને પ્રોટોકોલ મુજબ પર્યાવરણ અને સમયનો બગાડ ના થાય એ મુજબની કાર્ય સૂચિ પ્રમાણે ઉ