માધ્યમિક કક્ષાએ સરકારી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ જ્યુબિલીથી......
ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સરકારશ્રીના આ વર્ષ ના "ઉજવણી - ઉલ્લાસમય શિક્ષણની" થીમ આધારિત પ્રવેશોત્સવ - 2024 આજરોજ તારીખ 26.6.24 ને બુધવારે શાળાના હૉલમાં યોજાઈ ગયો.
આ પ્રસંગે આણંદ જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પાર્થકુમાર ઠાકર અને લાયઝન અધિકારીશ્રી નરેન્દ્રભાઈ છાસટીયા સરકારી પ્રતિનિધિ તરીકે અવલોકન માટે હાજર રહ્યાં હતાં. શાળા સંચાલક મંડળ વતી ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવે, વાલી મંડળ પ્રતિનિધિ શ્રી જૈમિનભાઈ પટેલ, ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશનના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર, ધી ગર્લ્સ ઈન્સ્ટીટયુશનના આચાર્યા શ્રીમતી ગીતાબેન કે. પરમાર, પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી ધનશ્યામભાઈ રાણા અને શ્રી હિરેનભાઈ શાહ સહિત ચારેય સંસ્થાના શિક્ષક મિત્રો અને સ્ટાફ ગણ, વાલીઓ અને વિધાર્થીઓએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ગર્લ્સ ઈન્સ્ટીટયુશનની બાળાઓએ રજૂ કરેલી પ્રાર્થના બાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદની વિધિ કરવામાં આવી હતી. સરકારી ગાઈડ લાઈન અને પ્રોટોકોલ મુજબ પર્યાવરણ અને સમયનો બગાડ ના થાય એ મુજબની કાર્ય સૂચિ પ્રમાણે ઉપસ્થિત મહેમાનો તેમજ ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર વિધાર્થીઓ, NMMS અને જ્ઞાન સાધનામાં ઉત્તીર્ણ વિધાર્થીઓ અને 100 % હાજરી આપનાર વિધાર્થીઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતુ.
બાદમાં આ વર્ષે આ સંસ્થામાં પ્રવેશ મેળવનાર લગભગ 400 જેટલાં બાળકોનું પાઠ્ય પુસ્તક કીટ તેમજ પાંચ ફુલ સ્કેપ ચોપડા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વાલી પ્રતિનિધિશ્રી જૈમિનભાઈ પટેલે સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ વિષે માહિતી આપી હતી. મુખ્ય પ્રેરક પ્રવચન આપતાં શ્રી પાર્થ સરે સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવાં મહેનત કરવાનો તેમજ બાળ સુરક્ષા કાયદાઓની માહિતીઓ આપી હતી. તેમજ બાળ સુરક્ષા અંતર્ગત કાયદાઓ જાણીને એનો અમલ કરવાં, કરાવવાની ભલામણ કરી હતી.
લાયઝન અધિકારી શ્રી નરેન્દ્રસિંહ છાસટીયાએ પ્રવેશોત્સવ અંગેની તમામ જાણકારી આપી હતી. ફાઈલ પ્રિપેરેશન માટે માર્ગદર્શન અને પ્રેરણા પૂરાં પાડ્યાં હતાં.
શ્રી વસંતભાઈ અને શ્રીમતી જયાબેન સમગ્ર કાર્યક્રમ માટે ધોરણ 11 ના પ્રીતિ ભોઈ અને દિવ્ય ભોઈને તૈયાર કર્યા હતાં. સંયુક્ત શાળાઓની વિવિધ સમિતિઓએ વિવિધ કાર્યો આયોજન મુજબ પૂર્ણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
બોયઝ હાઈસ્કૂલના શિક્ષક શ્રી કમલેશભાઈ ગાંવિતે ફોટોગ્રાફી કરી હતી.
કાર્યક્રમને અંતે શાળાની વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ વીડિયો ક્લીપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારે કાર્યક્રમની સફળતા માટે સૌનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતાં.
બાદમાં સૌ મહાનુભાવોએ એન.એસ.એસ. યુનિટના સંયોજનથી શાળાના પ્રાંગણમાં ખુલ્લી જગ્યાએ વૃક્ષારોપણ કર્યું હતું.
પ્રવેશોત્સવ નિરીક્ષક અધિકારીશ્રી પાર્થ ઠાકરે શાળા નિરીક્ષણ કરી, શિક્ષકો અને સંચાલક મંડળ સાથે મીટિંગ કરી શાળાને 125 વર્ષ પૂર્ણ કરવાં બદલ અભિનંદન આપ્યાં હતાં, શાળાના ઉજળા પાસાઓની પ્રસંશા કરી હતી અને સુદ્રઢ ભાવિ માટે કેટલાંક સૂચનો કર્યા હતાં.
(C)
અભિનંદન...👏👍💐
ReplyDelete