શિક્ષક દિન 2022 ની ઉજવણી...
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન,ઉમરેઠ સ્વયં શિક્ષક દિનની ઉજવણી તા.૦૫-૦૯-૨૦૨૨ સોમવાર ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલ ખાતે તા. 05-09-2022 ને સોમવારના રોજ શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ પરમાર સાહેબના માર્ગદર્શન ધ્વારા શાળાના શિક્ષિકા શ્રીમતી જયાબેન પટેલની રાહબારી હેઠળ તેમજ સમગ્ર સ્ટાફના સહકાર અને મહેનતથી શિક્ષક દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં એક દિવસ માટે આચાર્ય, સુપરવાઈઝર્સ, શિક્ષકો, ક્લાર્ક અને સેવકભાઈઓ બનીને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જવાબદારી સ્વીકારીને શાળાની તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. કાર્યક્રમની શરૂઆત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનના પ્રાર્થના હોલમાં એક દિવસ માટે બનેલા આચાર્યએ બધી વ્યવસ્થા કરી હતી.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ધ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ શાળાના પ્રતિજ્ઞાપત્રનું વાંચન સુપરવાઈઝર કુ.રીયાબેન ધ્વારા કરવામાં આવ્યું.ત્યારબાદ એક દિવસ માટે બનેલા આચાર્ય રાજલબેન પરમાર આઝાદે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ,અભ્યાસ,શિક્ષકથી લઈને ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની સફર ક...