શિક્ષક દિન 2022 ની ઉજવણી...

 ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન,ઉમરેઠ 

સ્વયં શિક્ષક દિનની ઉજવણી તા.૦૫-૦૯-૨૦૨૨ સોમવાર 

     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલ ખાતે તા. 05-09-2022 ને સોમવારના રોજ શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ પરમાર સાહેબના માર્ગદર્શન ધ્વારા શાળાના શિક્ષિકા શ્રીમતી જયાબેન પટેલની રાહબારી હેઠળ તેમજ સમગ્ર સ્ટાફના સહકાર અને મહેનતથી શિક્ષક દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં એક દિવસ માટે આચાર્ય, સુપરવાઈઝર્સ, શિક્ષકો, ક્લાર્ક અને સેવકભાઈઓ બનીને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જવાબદારી સ્વીકારીને શાળાની તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

     કાર્યક્રમની શરૂઆત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનના પ્રાર્થના હોલમાં એક દિવસ માટે બનેલા આચાર્યએ બધી વ્યવસ્થા કરી હતી.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ધ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ શાળાના પ્રતિજ્ઞાપત્રનું વાંચન સુપરવાઈઝર કુ.રીયાબેન ધ્વારા કરવામાં આવ્યું.ત્યારબાદ એક દિવસ માટે બનેલા આચાર્ય રાજલબેન પરમાર આઝાદે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ,અભ્યાસ,શિક્ષકથી લઈને ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની સફર કેવી રીતે કરી એની વિસ્તૃત માહિતી આપીને, તેમના જન્મદિવસને સ્વયમ્ શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે તેવી સરસ માહિતી આપીને વિદ્યાર્થીઓંને શિક્ષકદિનના દિવસથી વાકેફ કર્યા હતા.ત્યાર પછી શાળાના કાયમી આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને સેવકભાઈઓ અને બહેનને જે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા તેમણે ભેટ આપી સન્માનિત કર્યા હતા.ત્યારબાદ બધા શિક્ષકો એક દિવસના સાચા શિક્ષકો બની દરેક વિષયમાં રસ લઈને ખુબજ સારું શિક્ષકકાર્ય કરી રહ્યા હતા.જાણે તેઓ સાચેજ એક શિક્ષક હોય તેવા ભાવ સાથે શિક્ષણકાર્ય કરતાં હતા.આચાર્ય અને સુપરવાઈઝર દરેક વર્ગમાં શિક્ષકમિત્રો કેવું અધ્યાપન કરી રહ્યાં હતાં તેનું અવલોકન કરતાં હતા.જ્યાં ગેરશિસ્ત દેખાય ત્યાં ટકોર કરતાં હતા.એક દિવસનું શિક્ષણકાર્યનો બોજ સુચારુ,વ્યવહારુ તેમજ વિદ્યાર્થીના અભિગમને ધ્યાનમાં રાખી કરતાં હતા.શાળાના તમામ વિદ્યાથીઓએ એક દિવસના બનેલા શિક્ષકોને માન અને સહકાર આપ્યો હતો. ૪થા તાસમાં એકદિવસીય આચાર્યે બીજા દિવસની "એકમ કસોટી"ની રજાની નોટીસ કાઢી હતી.૬ ઠ્ઠા તાસના અંતે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પાહાર બાદ એક દિવસ માટે બનેલ દરેક શિક્ષક ભાઈઓ અને બહેનોએ ફોટોગ્રાફ્સ પાડી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

     એક દિવસીય શિક્ષકોના મૂલ્યાંકન માટે માધ્યમિક વિભાગમાંથી શ્રી ડી.જી.પટેલ અને કે.સી.ચૌધરી, ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહમાંથી શ્રી એન.એચ.જાદવ, શ્રીમતી જે એન પટેલ, શ્રી જયકુમાર સોલંકી અને શ્રી વિજયભાઈ રાણાએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી. જેમાં... કુલ છ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. માધ્યમિકમાંથી બે, ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહમાંથી બે અને વિજ્ઞાન પ્રવાહમાંથી બે.

     આમ આજનો દિવસ તમામ વિદ્યાર્થીઓમાં આનંદદાયક, ઉત્સાહપ્રેરક અને નવીન અનુભવો પૂરા પાડનાર બની રહ્યો હતો.

     આજના દિવસે નીચેના વિદ્યાર્થીઓએ એમના નામ સામેની ફરજો બજાવી હતી.

આચાર્ય :- રાજલબેન પરમાર( ધો-૧૨-ક વિજ્ઞાન પ્રવાહ )

સુપરવાઈઝર:- પટેલ નિર્જલ ( ધોરણ 12 બ )

સુપરવાઈઝર:- પ્રજાપતિ હર્ષિલ ( ધોરણ ૧૨ ક)

સેવકભાઈઓ:- વ્હોરા અસ્ફાક એસ. ( 12 બ ) અને બેલીમ માહિર ( 12 અ )

     માધ્યમિક વિભાગના અંગ્રેજી શિક્ષક શ્રી પી.જે.પરમાર તરફથી દર વર્ષની જેમ લગભગ પંદરસો રૂપિયાના તમામ વિજેતાઓ તથા તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યાં હતાં.

     આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને અમલીકરણમાં શ્રી આર.એ.પટેલ, શ્રી કિરણભાઈ આઈ.પટેલિયા, શ્રી ડી.એસ.રોહિત, શ્રી ડી.જી.પટેલ, શ્રી પી.આર.રાવલ વગેરેએ સિંહફાળો આપ્યો હતો.

     ફોટોગ્રાફ્સ શ્રી કે.બી.ગાંવિત, શ્રી વિજયભાઈ રાણા અને શ્રી ડી.વી.પટેલે કરી હતી.

     સ્પર્ધાને અંતે નીચેના વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં 


ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહમાંથી -

પ્રથમ નંબર - પરમાર રાજલબેન 12 ક

દ્વિતીય નંબર - રાણા રિયાબેન 12 ક


ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહમાંથી -

પ્રથમ નંબર - સોલંકી અલ્પેશ 12 અ

દ્વિતીય નંબર - વ્હોરા નોમાન 12 બ

માધ્યમિક વિભાગમાંથી - 

પ્રથમ નંબર - ભોઈ પ્રતિક 10 અ

દ્વિતીય નંબર - ઠાકોર શક્તિસિંહ 10 અ






























































દિવસના અંતે આજના દિવસે શિક્ષક તરીકે શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરનાર કુલ છ વિધાર્થીઓને નિર્ણાયકોની મદદથી પસંદગી કરીને ઈનામોથી નવાજવાંમાં આવ્યા હતાં.
તેમજ
  માધ્યમિક વિભાગના અંગ્રેજી શિક્ષક શ્રી પી.જે.પરમાર તરફથી દર વર્ષની જેમ લગભગ પંદરસો રૂપિયાના તમામ વિજેતાઓ તથા તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યાં હતાં.






































































































































ઈનામ વિતરણ માટે તમામ ઈનામો શ્રી કિરણભાઈ આઈ.પટેલિયા, 
શ્રી ડી.એસ.રોહિત,શ્રી આર.એ.પટેલ તથા શ્રી પી.આર.રાવલે ભારે જહેમત લઈ તૈયાર કર્યાં હતાં. ઈનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન શ્રી જે.એન.પટેલે કર્યું હતું.


અહેવાલ લેખન અને રજૂઆત
આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર 
 
  




Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...