આચાર્યનો જન્મ દિવસ...
તારીખ 24 મી સપ્ટેમ્બરે ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂશન ઉમરેઠ( બોયઝ્ હાઈસ્કૂલ)માં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. કારણ આ દિવસે શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમાર સાહેબનો જન્મ દિવસ હતો. આગલા દિવસે શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ પટેલિયાને આચાર્યશ્રીએ એમના જન્મ દિવસે શાળામાં કાંઈ ન કરવા સૂચના આપી હોવા છતાં એમણે જાતે પ્રાર્થના-સભાનું સંચાલન સંભાળીને તમામ શિક્ષકો અને વિધ્યાર્થીઓ દ્ધારા "સર" ને તાળીઓના ગડગડાટ અને ગીત દ્ધારા જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બાદમાં આચાર્યશ્રીના વરદ્ હસ્તે શાળાના ક્યારામાં સુશોભન માટેના પ્લાન્ટસ્ રોપવામાં આવ્યા હતાં. આચાર્યશ્રીએ એમના જન્મદિનને યાદગાર બનાવવા માટે આજથી શાળામાં નવીનતમ્ પ્રયોગના ભાગ રૂપે એમના દ્ધારા રચાયેલ પ્રતિજ્ઞાપત્રનું વાંચન ઉપસ્થિત સૌ વિધ્યાર્થીઓ પાસે કરાવડાવ્યું હતું. અને હવે પછીથી દરરોજ આ પ્રતિજ્ઞાપત્ર વંચાવવાનું આહવાન કર્યું હતું.

અંતમાં આચાર્યશ્રીએ એમના જન્મ દિવસને આ રીતે યાદગાર બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Comments
Post a Comment