"શિક્ષક દિન" ની ઉજવણી

        ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં પમી સપ્ટેમ્બર એટલે કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો.સર્વપલ્લી રાધાક્રિશ્નનની જન્મ જયંતીના દિવસે સમગ્ર દેશમાં ઉજવાતા "શિક્ષક દિન" ની ઉજવણી કરવામાં આવી હતી. દિવસની શરૂઆતની પ્રાર્થનાથી માંડીને દિવસના અંત સુધીની તમામ કામગીરી ધોરણ 10 અને 12 ના પસંદગી પામેલાં એકદિવસીય શિક્ષકો, સુપરવાઈઝરો, ક્લાર્ક અને સેવક ભાઈઓ દ્ધારા કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન તમામ વિધ્યાર્થીઓએ તેમને સોંપેલા કાર્યો ખૂબ જ ઉત્સાહ અને ઉમળકાથી કર્યા હતા.
          પ્રાર્થના સભામાં શાળાના તમામ શિક્ષકો સહિત સૌ 34 કર્મચારીઓનું સન્માન ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન ટ્રસ્ટ વતી નવા ચીલા ચાતરનાર શાળાના નવ નિયુક્ત આચાર્યશ્રી જે.આઈ.પરમાર દ્ધારા પુષ્પ ગુચ્છ, વિધ્યાર્થીઓ દ્ધારા તૈયાર કરાયેલાં શુભેચ્છા કાર્ડસ્, અને મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું.
શ્રી લાખાની સાહેબ  🙏








































Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...